ઉપયોગમાં આવે તેવી 12+ કિચન ટીપ્સ:

0

1). તમે રસોઈ બનાવો ત્યારે સ્વાદિષ્ટ અને સુગંધીદાર બનાવવા માટે વાનગીમાં ડ્રાય હબ્ર્સનો ઉપયોગ કરવો હોય તો તેને પહેલા ક્રશ કરી લો. તેનાથી વાનગીમાં સુગંધ સારી આવશે.

2). ચટણી ને સ્વાદિષ્ટ બનાવવા માટે કાકડી, સફરજન અને પીચની છાલને સુકવી, ગ્રાઇન્ડ કરી કોથમીરની ચટણી સાથે ભેળવવાથી ચટણી વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનશે.

3). દળેલી ખાંડ જામી જાતિ હોય તો ખાંડ દળતી વખતે તેમાં થોડા કોરા ચોખા ઉમેરવાથી તે લચકો નહીં થાય.

4). ફલાવરનું શાક કાળું પાડી જાય છે: ફ્લાવરનું શાક બનાવતી વખતે એમાં લીંબુની છાલ અથવા એક ચમચી ખાંડ નાખવાથી ફ્લાવરનું શાક કાળું પડતું નથી.

5). દહીવડા ટેસ્ટી અને soft બનાવવા માટે અને દહીંવડા બનાવતી વખતે વડાના ખીરામાં નારિયેળનું છીણ નાખવાથી દહીંવડા ટેસ્ટી લાગે છે.

6). કેળાને લાંબા સમય સુધી તાજા રાખવા માટે કેળાને ભીના કપડાંમાં લપેટી પ્લાસ્ટિકની કોથળીમાં રાખવાથી ઘણાં દિવસ સુધી તાજા રહે છે.

7). પનીરની જરૂર છે ઘરમાં પનીર નથી તો શું કરશો સાવ સરળ રસ્તો છે રતાળુ બાફીને તળી લો. એને પનીરની જગ્યાએ વાપરવાથી એ વધારે સ્વાદિષ્ટ લાગશે.

8). બટાકાના બ્રાઉન રંગના બેક કરવા હોય તો શું કરશો? બટાકાને એકદમ બ્રાઉન રંગના અને કરકરા બેક કરવા હોય તો તેને કાંટાથી કાણાં પાડી બેક કરો.

9). ભાતના ઓસમણના પાણીનો ઉપયોગ આ રીતે કરો  દરેક મહિલા ભાત રાંધી લીધા બાદ ભાતનું પાણી ફેંકી દે છે પરંતુ તેને ફેંકવાને બદલે તમે તેનો ઉપયોગ ચટણીને  થીક બનાવવામાં અથવા વાળ સ્ટ્રેઇટ કરવા માટે કરી શકો છો.

10).એલચીના ફેત્રનો ઉપયોગ કેવી રીતે કરશો  એલચીમાં અંદર રહેલા દાણાનો ઉ૫યોગ કર્યા બાદ તેને ફેંકી દેવાને બદલે તેને એક ડબ્બામાં સાંચવી રાખો. ચા અથવા દુધ બનાવતી વખતે તેનો ઉપયોગ કરો.

11). ટામેટાની છાલનો ઉપયોગ કેવી રીતે કરશો : જો તમે ટામેટાની છાલને ફેંકી દેતા હોય તો તેને બદલે તેમાં ચમચી એક ખાંડ, આદુ, લવિંગ અને કોથમીર નાખી વઘાર કરો. અને નમક ઉમેરો, તો તૈયા છે તમારી ટોમેટો ડીપ ડીપ ચટણી.

12). વધેલી રોટલી ફેંકી ન દેશો બનાવો બધાથી અલગ અને ટેસ્ટી વાનગી : એક વખત બનેલી રોટલી બીજા દીવસે બગડતી નથી તેનો તમે અલગ રીતે ઉપયોગ કરી શકો છો. તેના માટે મીઠા વાળુ પાણી કરી રોટલી પર ચોપડો. હવે તેને માખણ નાખી શેકી લો હવે ઉ૫ર જે ચટણી બનાવતા શીખીને આપણે ટામેટાની તેની સાથે આ પરોઠા ખાઇ શકો છો.

13). ઇન્સ્ટન્ટ પાઉભાજી બનાવવા માટે શું કરશો : તમારા ઘરમ બધા શાકભાજી ફેંકવા કરતા તેમાંથી પાઉભાજી બનાવી શકો છો, જો શાક વધુ બની ગયુ હોય તો તેને સ્કવીઝ કરીને આદુ, લસણની પેસ્ટ, પાઉભાજીનો મસાલો નાખી તેને ફરીથી ફ્રાય કરી શકો છો.

13). ડુંગળીની છાલ ફેક્સો નહિ પરંતુ તેમાંથી બનાવો ફૂલ છોડમાં નાખવાનું ખાતર : ડુંગળીની છાલનો પાઉડર બનાવી તેને ફુલ છોડમાં નાખવાથી તે ખાતર માફક કામ કરે છે.

14). રસોઇની જડીબુટીઓ : તમે ફુદીનો, કોથમીર જેવી વસ્તુઓને સુકવીને તેનો સંગ્રહ કરી શકો અને ફ્રિઝમાં રાખી શકો છો છો. જ્યારે મેથી કોથમીર, ફુદીના જેવી વસ્તુઓ સુકવીને એરટાઇટ ડબ્બામાં પેક કરી રાખી દો, તેનો ઉપયોગ કરવા સમયે પહેલાં તેને પાણીમાં પલાડી રાખો બાદમાં તેનો ઉપયોગ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here