ઉનાળામાં પાણીની કમી નહીં થવા દે આ ખોરાક ડોકટર પણ ખાવાની સલાહ આપે છે

0

ઉનાળામાં શરીરમાં પાણીની કમી નહીં થવા દે આ ખોરાક ડાઉટર પાણી પીવાની ભલામણ કરે છે , પરંતુ દરેક વ્યક્તિ માટે દરરોજ બે લિટર પાણી પીવું શક્ય નથી , કોઈને તરસ વધુ લાગે છે તો કોઈને ઓછી લાગે છે . આવી સ્થિતિમાં દેખીતી બાબત એ છે કે ઓછી તરસ લાગતા લોકો પાણી પણ ઓછું પીતા હશે . આવી સ્થિતિમાં તમારે તમારા આહારમાં કેટલીક એવી વસ્તુઓ લેવી જોઈએ , જેથી શરીરમાં પાણીની કમીની પૂર્તિ થઈ શકે . દહીં ડિહાઇડ્રેશનની સમસ્યાથી દૂર રહેવા માટે દહીં શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે , તેમાં ૮૫ ટકા પાણીની માત્રા હોય છે અને તેમાં શરીર માટે જરૂરી પ્રોબાયોટિક્સનો પૂરતો જથ્થો હોય છે , તે શરીરને ગરમીની એલર્જીથી બચાવવામાં પણ મદદ કરે છે . તે પ્રોટીન , વિટામિન – બી અને કેલ્શિયમનો સારો સ્રોત છે , બ્રોકોલી બોલીમાં ૮૯ ટકા જેટલું પાણી હોય છે અને તે પોપણથી સમૃદ્ધ છે . તેની પ્રકૃતિ એન્ટિઈન્ફલેમેટરી હોય છે ,

જેના કારણે તે ગરમીમાં થનારી એલર્જી સામે રક્ષણ આપે છે , તમે તેને ફક્ત સલાડમાં કાચી ખાઈ શકો છો અને તમે ચાહો ોં ટોર પર રોસ્ટ કરીને તેનો પૂરો ફાયદો પણ લઈ શકો છો . મોટા ભાગના લોકો તેની શાકભાજી પણ બનાવે છે . સફરજન એક કહેવત છે કે ડોક્ટરને તમારાથી દૂર રાખવા માટે રોજ એક સફરજન ખાઓ . અનેક રીતે લાભકારી સફરજનમાં ૮૬ ટકા પાણી હોય છે . તે ફાઈબર , વિટામિન – સી વગેરેનો સારો સ્ત્રોત છે . સલાડમાં ૯૫ ટકા પાણીનો સમાવેશ થાય છે . તેનો ઉપયોગ સેન્ડવિચમાં થાય છે પ્રોટીન અને ઓમેગા -૩ થી ભરપૂર સલાડમાં ચરબી હોતી નથી અને કેલરી પણ ખૂબ ઓછી . હોય છે . ઉનાળામાં રાંધેલા ભાત પણે તમારા માટે ખૂબ ફાયદાકારક છે , તેમાં 60 ટકા પાણીનું પ્રમાણ છે , તેમાં આયર્ન , કાર્બોહાઈડ્રેટ વગેરે પણ પૂરતા પ્રમાણમાં હોય છે . તમારે દિવસમાં એક વાડકી ભાત જરૂર ખાવો જોઈએ . સલાડ ભાત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here