how to make મગ ની દાળ ના પુડલા ?
બધા એ ચણા ના લોટ ના પુડલા તો ખાધા જ હશે અને ગુજરાતી નો ને તો વળી એ ભાવે પણ બહુ. પુડલા નું નામ આવે એટલે ચણા ના જ મન માં આવે. જોતમે ચણા ના લોટ ના પુડલા ખાઈ ને થાકી ગયા હોય તો આ નવા મગ ની દાળ ના પુડલા બનાવી જોવો. બહુ જ સ્વાદિષ્ટ લાગે છે આ પુડલા. તો આજે જ જાણી લો આ મગ ની દાળ ના પુડલા બનાવાની રીત.
Ingredients for મગ ની દાળ ના પુડલા
| # | INGREDIENTS |
|---|---|
| 1. | ૨ કપ મગ ની ફોતરાં વગર ની દાળ (મોગર દાળ) |
| 2. | ૧ નાનો ટુકડો આદુ |
| 3. | ૨ લીલા મરચા |
| 4. | મીઠું સ્વાદ અનુસાર |
| 5. | ૧ ચમચી આખું જીરું |
Steps of મગ ની દાળ ના પુડલા
| # | STEPS |
|---|---|
| 1. | મગ ની દાળ ને બરાબર ધોઈ નાખો અને પછી પાણી નાખી ને ૫-૬ કલાક પલાળી દો. |
| 2. | દાળ પલળી જાય એટલે તેમાંથી પાણી નીતારી લો. |
| 3. | હવે એક મિક્ષર જાર માં પલાળેલી દાળ, આદુ, લીલા મરચા, અડધો કપ પાણી અને મીઠું મિક્સ કરી ને પીસી લો. |
| 4. | બરાબર પીસાય જાય એટલે મિશ્રણ ને એક વાસણ માં કાઢી લો. |
| 5. | ગેસ પર નોનસ્ટિક તવા ને ગરમ કરવા મુકો |
| 6. | તવી ગરમ થઇ જાય એટલે તેમાં એક ડોયા જેટલું ખીરું લઈને પાથરવું અને બને એટલું પાતળું કરવું. |
| 7. | પછી પાથરેલા ખીરા ફરતે તેલ રેડવું અને બંને બાજુ બરાબર શેકી લેવું |
| 8. | શેકાય જાય એટલે ગેસ પરથી નીચે ઉતારી લેવું |
| 9. | તેને લીલી ચટણી સાથે ગરમ ગરમ પીરસવું |