પેટના દુઃખાવા માટે દવા કરતા દેશી ઘરેલુ ઉપચારો

0

પેટના દુઃખાવાના ઉપચારો : ૨-૩ ગ્રામ અજમો અને મીઠું ફાકી ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુઃખાવો , અજીર્ણ અને વાયુ મટે છે . ૧-૧ ચમચી આદુ અને લીંબુના રસમાં ૧ ગ્રામ મરીનું ચૂર્ણ નાખી પીવાથી પેટનો દુઃખાવો મટે છે . ૧-૧ ચમચી આદુ અને ફુદીનાના રસમાં બે ચપટી સિંધવ મીઠું નાખીને પીવું .

૩ ચમચી ફુદીનાના રસમાં ૧ ચમચી મધ મેળવીને લેવાથી પેટના દર્દી મટે છે . લાંબા સમયની આંતરડાની ફરિયાદ માટે આ ઉત્તમ ઈલાજ છે . શેકેલા જાયફળનું ૧ ગ્રામ ચૂર્ણ ગરમ પાણી સાથે લેવું . જમ્યા પછી કેટલાકને ૨ થી ૩ કલાકે પેટમાં સખત દુઃખાવો થાયા છે . તે માટે ૫ ગ્રામ સૂંઠ , તલ અને ગોળ સરખે ભાગે લઈ દૂધમાં નાખી સવાર – સાંજ લેવાથી ફાયદો થાય છે .

ગોળ અને ચૂનો ભેગો કરી ગરમ પાણી સાથે લેવાથી અથવા તો પેટ ઉપર લગાવવાથી પેટના દુઃખાવામાં રાહત મળે છે . સાકર અને ધાણાનું ૧ ચમચી ચૂર્ણ પાણીમાં પીવાથી પેટની બળતરા મટે છે . જીરું અને ધાણા બન્ને સરખે ભાગે ૧-૧ ચમચી લઈ , રાત્રે પલાળી રાખી , સવારમાં ખૂબ મસળી , તેમાં સાકર નાખીને પીવાથી પેટની બળતરા મટે છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here