વાનો દુખાવો, પેશાબ અટકીને આવતો હોય તો ફાયદાકારક છે આ વનસ્પતિ

0

એરંડો : એરંડો વાયુ દૂર કરે છે . તે મધુર , ઉષ્ણ અને તીક્ષ્ણ છે . શરીરના આંતરિક શ્રોતો – માર્ગોમાં પ્રવેશી સર્વત્ર વ્યાપી જાય છે . તે શરીરના માર્ગોની શુદ્ધિ કરે છે , વયસ્થાપન કરનાર – ઉમર જણાવા દેતો નથી , અને આરોગ્યદાયક છે . ઉપરાંત બુદ્ધિવર્ધક , બળ વધારનાર , કાંતિ અને સ્મૃતિવર્ધક છે . ગર્ભાશયના અનેક રોગોમાં , પેટના આંતરડાના રોગોમાં , શુના રોગોમાં વાયુ અને કફના રોગોમાં ઉપયોગી ઔષધ છે . ( ૧ ) જૂના વાયુના રોગમાં એરંડાના મૂળની છાલનો બે ચમચી ભુકો બે ગ્લાસ પાણીમાં એક કપ પાણી બાકી રહે ત્યાં સુધી ઉકાળી , ઠંડુ પાડી બે ચમચી મધ નાખી સવાર – સાંજ પીવું . એનાથી કટીશુળ , કમર કે સાંધા જકડાઈ જવાં , સાંધા દુ : ખવા , પીંડીઓ અને સ્નાયુઓનું કળતર , રાંઝણ વગેરેમાં ખૂબ ફાયદો થાય છે . વાયુના ઉગ્ર રોગમાં આ ઉકાળામાં એક ચમચી દિવેલ અને બે ચમચી સૂઠનો પાઉડર નાખી પીવામાં આવે તો વધુ લાભ થાય છે .

( ૨ ) દિવેલ એક તદ્દન નિર્દોષ વિરેચન દ્રવ્ય છે . એ ઘણા રોગો મટાડે છે . જૂની કબજિયાત , કોઠામાં ગરમી , દૂઝતા હરસ , મળમાર્ગમાં ચીરા , વારંવાર ચૂંક આવી ઝાડા થવા , આંતરડામાં કે મળમાર્ગમાં બળતરા થવી વગેરેમાં દિવેલ ઉત્તમમ ઔષધ છે . એક ગ્લાસ ગરમ દૂધમાં બે થી ત્રણ ચમચી કે પોતાની પ્રકૃતિ મુજબ દિવેલ નાખી રાત્રે સૂતી વખતે પીવાથી એક – બે પાતળા જાડા થઈ કફ પિત્તાદિ દોષો નીકળી જાય છે અને આંતરડાની શક્તિ વધે છે . ( ૩ ) દરરોજ સવારે એક કપ સૂઠના ઉકાળામાં એકથી દોઢ ચમચી દિવેલ નાખી પીવાથી આમવાત મટે છે . ( ૪ ) વાયુના રોગીએ એરંડાના પાનને બાફી વાના દુ : ખાવાની જગ્યાએ બાંધવાં . ( ૫ ) પેશાબ બંધ થયો હોય કે અટકીને આવતો હોય તો એરંડાના પાનને બાફીને પેઢા ઉપર ગરમ ગરમ બાધવાથી પેશાબની છૂટ થાય છે . ( ૯ ) એરંડાના મૂળની છાલ પરમ વાતહર છે . તેને અધકચરી ખાંડી , ઉકાળો બનાવી પીવાથી તમામ પ્રકારના વાના રોગ મટે છે . ( ૭ ) એરંડાના બી દિવેલાનાં ફોતરાં કાઢી ચાર – છ બીજ દૂધમાં ઉકાળી પીવાથી વાના રોગ મટે છે તથા પેટ અને પાચનતંત્રના રોગોમાં ફાયદો થાય છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here