બીડી સિગારેટના ધુમાડાથી થાય છે મોતિયાનું જોખમ જાણો મોતિયાથી બચવાના ઉપાયો

0

– ભારત જેવા ઉષ્ણકટિબંધના પ્રદેશને કારણે આંખ પર સૂર્યપ્રકાશ વધુ પડતો આવે છે. તેથી પણ ભારતમાં મોતિયાનું પ્રમાણ વધુ રહે છે

એક અભ્યાસમાં એવું તારણ નીકળ્યું છે કે તમાકુના ધુમાડા સહિતનો કોઈ પણ ધુમાડો શ્વાસમાં લેવાથી આંખે મોતિયો આવે છે અથવા આંખના લેન્સ પર છારી બાઝી જાય છે. તમાકુ અને લાકડાના ધુમાડાને પાણીમાંથી પસાર કરવામાં આવતા તે પાણીમાં ભળી ગયો હોવાનું અભ્યાસમાં જાણવા મળ્યું હતું. આ પાણી પ્રયોગ માટે ઉંદરને ઇન્જેકશન મારફત આપતાં થોડા સપ્તાહોમાં તેમની કીકી પર મોતિયો દેખાયો હતો.”ધુમાડાથી મોતિયાની શક્યતા વધી જાય છે. વિશ્વમાં 4.3 કરોડ અંધ લોકો છે તેમાં ત્રીજા હિસ્સાના લોકોને આ કારણથી મોતિયાની બીમારી આવી છે. હલકી કક્ષાનું બળતણ વાપરવાથી થતા ધુમાડાને કારણે પણ મોતિયો આવી શકે છે. આજ રીતે ગ્રામ્ય પ્રદેશોમાં રસોઈ માટે બળતણ તરીકે વપરાતા લાકડાના ધુમાડાને કારણે પણ મોતિયાની શક્યતા વધી જાય છે.” ધુમાડાના તત્ત્વને કારણે આંખને વધુ નુકસાન થઈ શકે છે. ભારત જેવા ઉષ્ણકટિબંધના પ્રદેશને કારણે આંખ પર સૂર્યપ્રકાશ વધુ પડતો આવે છે. તેથી પણ ભારતમાં મોતિયાનું પ્રમાણ વધુ રહે છે. આંખની કીકી પર વિવિધ પદાર્થો બાઝી જવાથી અને કીકીની પાછળનું પ્રવાહી તત્ત્વ દૂષિત થવાથી આંખના કાચ (લેન્સ) ખરાબ થઈ જાય છે. ઉંમર વધવા સાથે પણ દરેક વ્યક્તિના લેન્સ ખરાબ થતા રહે છે. હૈદરાબાદની એક ઇન્સ્ટિયૂટના સહકાર સાથે 300 લેન્સ પર પ્રયોગ કરીને લેન્સ પર જામી ગયેલા પદાર્થોનું વિશ્લેષણ કરાયું હતું. આ વિશ્લેષણ પરથી જણાયું હતું કે ધુમાડો અને ધાતુ તત્ત્વોને કારણે લેન્સની દ્રષ્ટિ ઢંકાઈ જાય છે. આ અભ્યાસ પરથી મોતિયાના કિસ્સાઓ પર અંકુશ મેળવી શકાશે. લોકોએ પ્રોટીન અને વિટામીન એ, બી, સી આપતો ખોરાક વધુ પ્રમાણમાં લેવો જોઈએ.વિશ્વ આરોગ્ય સંસ્થાના એક અહેવાલ અનુસાર વિશ્વમાંના 4.3 કરોડ અંધજનોમાંના 1.7 કરોડ લોકોને મોતિયો છે અને તેમાંના 1.3 કરોડ લોકો વિકાસશિલ દેશોમાં છે. આ બધા આંકડા એજન્સી અને સરકાર તેમજ સંસ્થાઓના  છે. જેનું ધ્યાન રાખવું.તમાકુના ધુમાડા સહિતનો કોઈ પણ ધુમાડો શ્વાસમાં લેવાથી આંખે મોતિયો આવે છે અથવા આંખના લેન્સ પર છારી બાઝી જાતી હોય  છે. 

મોતિયા આવવાના કારણો

હલકી કક્ષાનું બળતણ વાપરવાથી થતા ધુમાડાને કારણે પણ મોતિયો આવી શકે છે.  આજ રીતે ગ્રામ્ય પ્રદેશોમાં રસોઈ માટે બળતણ તરીકે વપરાતા લાકડાના ધુમાડાને કારણે પણ મોતિયાની શક્યતા વધી જાય છે.”  માટે ધુમાડાથી ચેતવુ જરુરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here