ઓળખીયે આયુર્વેદીક ઔષધીઓને …..
આયુર્વેદીક ઔષધીઓનો સામાન્ય પરીચય કરાવવામાં અહી કેટલીક બાબતો રજુ કરવામાં આવી છે દરેક ઔષધીઓનો ઉપાય પણ આપેલ છે
દરેકને એકજ ઉપાય લાગુ પડી શકે નહીં કેમકે દરેક વ્યક્તિની પ્રકૃતી અલગ અલગ હોય છે એક ઉપાય કોઈને નીવડ્યો હોય તે ઉપાય બીજાને ન પણ નીવડે તેમ છતાં ઉપચારો કોઈ યોગ્ય વૈદ્ય, ડોકટર કે નિષ્ણાતોનું માર્ગદર્શન લઈને કરવા અહીં આ ઔષધીઓનો પરીચય તેમજ ઉપાય મુકવાનો હેતુ માત્ર માહિતીનો છે
(૧૨૨) પારીજાત
પારીજાત :જેને હિન્દીમાં હરસિંગાર કહે છે, બંગાળીમાં શીઉલી કહે છે, તે ઝાડ ઉપર નાના નાના ફૂલ આવે છે, અને ફૂલની દાંડી નારંગી રંગની હોય છે, અને તેમાં સુગંધ ખુબ આવે છે,
રાત્રે ફૂલ ખીલે છે અને સવારે જમીન ઉપર પડી જાય છે. આ ઝાડના છ સાત પાંદડા તોડીને પત્થર ઉપર વાટીને ચટણી બનાવો અને એક ગ્લાસ પાણીમાં એટલું ગરમ કરો કે પાણી અડધું રહે પછી તેને ઠંડુ કરીને રોજ ખાલી પેટ પીવરાવવાનું છે જેનાથી વીસ ત્રીસ ચાલીસ વર્ષ જુનો આર્થરાયટીસ હોય કે સાંધાનો દુઃખાવો હોય. આ તે બધા માટે અમૃત જેવું કામ કરશે.
તાવના દર્દનો ઉપચાર : ડેન્ગ્યું જેવા તાવમાં શરીરમાં ખુબ જ દુઃખાવો થાય છે…
તાવ મટી જાય છે પણ દુખાવી જતો નથી. આવા કેસમાં તમે પારીજાત ના પાંદડાનો ઉકાળો ઉપયોગ કરો, ૧૦-૧૫ દિવસ માં ઠીક થઇ જશે.સાંધામાં દુખાવો, તાવ, યૂરીન ઇન્ફેક્શનમાં ફાયદાકારક છે બી-ક્લોઈમાં મૂત્રમાર્ગના સંક્રમણના કારણે થનારી આ બિમારીની સારવારમાં પાંદડાનો ઉકાળો અસરકારક સાબીત થઈ શકે છે.શારીરિક વિકાસમાં તેના ફૂલોને સૂકવી પાવડર બનાવી લો અ પછી ખાંડ મેળવી ખાલી પેટે સેવન કરો.
શારીરિક શક્તિનો વિકાસ થશે. તાળવાના જલનમાં – સામાન્ય રીતે મહિલાઓના તાળવામાં બળતરાની ફરીયાદ હોય છે. જો કે ફૂલ પીસી તેનો લેગ લગાવાય તો બળતરા દૂર થઈ જાય છે. ફેસ પેક તરીકે – આયુર્વેદાચાર્ય કહે છે કે ફૂલને પીસીને .ફેસપેક તરીકે ઉપયોગ કરવાથી સૂકી ત્વચામાં ચમત્કારીક લાભ દેખાશે.

- ઘરના દરેક નાના મોટી સમસ્યા માટે સ્માર્ટ ટીપ્સ તરત અજમાવો અને ફરક જુઓ!
- ભારતના ખૂણા ખૂણામાં બનતી દાળની રેસીપી
- કંદોઈ જેવી મીઠાઈ ઘરે બનાવવાની રીત | કેસર પેંડા બનાવવાની રીત
- ગેસનું બીલ વધારે આવે છે તો રાંધણગેસ બચાવવા આ ટીપ્સ અપનાવો
- માંડવી પાક બનાવવાની રીત | sing pak banavvani rit