30થી વધુ ઉંમરની મહિલાઓ થઇ જાવ સાવધાન આ બે પ્રકારના કેન્સરનું વધી રહ્યું છે પ્રમાણ

ભારતમાં સ્તન કેન્સર મહિલાઓના મોતના કારણમાં હવે પ્રમુખ બની રહ્યું છે પરંતુ હવે તેના કારણે મહિલાઓમાં ગર્ભાશયના કેન્સરના મામલા પણ વધી રહ્યાં છે. અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)ના કેન્સર વિશેષજ્ઞ, સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડો. એમ ડી રેનું કહેવું છે કે સ્તન કેન્સરથી પીડિત મહિલાઓમાં ગર્ભાશયના કેન્સરનું પણ જોખમ રહેલું છે. કારણ કે એક જ પ્રકારના જીન્સ હાજર રહેવાના કારણે બંને પ્રકારના કેન્સર થઈ શકે છે. 

રેએ આઈએએએસ સાથે વાતચીતમાં કહ્યું કે કેન્સર માટે જીન્સ જવાબદાર હોય છે. આપણે જોયું છે કે સ્તન કેન્સરના મામલાઓ વધવાથી ગત કેટલાક વર્ષોમાં ગર્ભાશયના કેન્સરમાં પણ વધારો થયો છે. એમ્સમાં આવા અનેક પ્રકારના મામલા સામે આવ્યાં છે. જ્યાં મહિલાઓમાં આ બંને પ્રકારના કેન્સર જોવા મળ્યા છે. 

માનવમાં મળી આવતા બીઆરસીએ-1, અને બીઆરસીએ2 જીન્સ જે ટ્યુમરને ઊભી કરી છે તેમાં પ્રોટીનનું દમન હોય છે. બંનેમાંથી કોઈ એક જીનમાં જ્યારે ફેરફાર થાય છે એટલે કે તે બરાબર  કામ કરી શકતા નથી ત્યારે તેના ક્ષતિગ્રસ્ત ડીએનએનું સમારકામ થઈ શકતું નથી. તેના કારણે કોશિકાઓમાં વધારાનો આનુવંશિક ફેરફાર આવે છે. જેનાથી કેન્સર થઈ શકે છે. 

રેએ કહ્યું કે બીઆરસીએ-1 અને બીઆરસીએ-2 જીન્સ સ્તન અને ગર્ભાશય બંને પ્રકારના કેન્સર માટે જવાબદાર હોય છે. તેના કામ ન કરવાથી કેન્સરનું જોખમ વધી જાય છે. આથી સ્તન કેન્સરથી પીડિત દર્દીઓમાં ગર્ભાશયના  કેન્સરનું જોખમ પણ રહેલું છે. આ જ પ્રકારે ગર્ભાશયના કેન્સરના દર્દીને પણ સ્તન કેન્સરનું જોખમ હોય છે. 

સર ગંગારામ હોસ્પિટલની ઓન્કોલિજિસ્ટ ડો. માલા શ્રીવાસ્તવે કહ્યું કે જો કોઈને સ્તન કેન્સર છે તો તેને ગર્ભાશયનું કેન્સર થાય તેવી શક્યતા 30થી 35 ટકા રહે છે. જ્યારે કોઈને ગર્ભાશયનું કેન્સર હોય તો તેને સ્તન કેન્સર થવાની શક્યતા 10થી 15 ટકા રહેલી છે. 

બીઆરસીએ-1 અને બીઆરસીએ-2માં ખાસ કરીને વંશ પરંપરાગત પરિવર્તનથી સ્તન અને ગર્ભાશય કેન્સરનું જોખમ સૌથી વધુ રહેલું છે. આ ઉપરાંત ગર્ભાશયની નાળ, પેનક્રિયાટિક કેન્સર સહિત અનેક પ્રકારના રોગ થવાનું જોખમ પણ રહેલું છે. 

ડો. રેએ  કહ્યું કે પહેલા એવું મનાતુ હતું કે મોટાભાગે 50 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ સ્તન અને ગર્ભાશયના કેન્સરથી પીડિત હોય છે પરંતુ હવે તો 35 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓમાં પણ સ્તન અને ગર્ભાશયના કેન્સરના કેસ વધી રહ્યાં છે. તેમણે કહ્યું કે ખરાબ જીવનશૈલીના કારણે મહિલાઓ કેન્સરથી પીડિત થઈ રહી છે. 

ડો.શ્રીવાસ્તવે કહ્યું કે જો પરિવારમાં કોઈ એક કે બે સભ્યોને ગર્ભાશયનું કેન્સર હોય તો પરિવારની તમામ મહિલાઓએ બીઆરસીએ-1 અને બીઆરસીએ-2ની તપાસ કરાવવી જોઈએ. આ સાથે જ સ્તન અને ગર્ભાશયના કેન્સરની તપાસ પણ કરાવી જોઈએ. જો કોઈ મહિલાની માને 45 વર્ષની ઉંમરે સ્તન કેન્સર થયું હોય તો તેણે 35 વર્ષની ઉંમરથી જ મેમોગ્રાફી શરૂ કરવી જોઈએ. 

ભારતમાં જીન પરીક્ષણ મોંઘુ હોવાના કારણે અનેક મહિલાઓને સમયસર કેન્સરની જાણ થતી નથી. ડો. શ્રીવાસ્તવે કહ્યું કે જીન પરીક્ષણમાં લગભગ 25000-26,000 રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. 

ડો. રે એ કહ્યું કે ભારતમાં 90 ટકા દર્દીઓ ડોક્ટર પાસે ત્યારે જ આવે છે જ્યારે કેન્સર એડવાન્સ સ્ટેજમાં હોય છે. હકીકતમાં શરૂઆતના તબક્કામાં ખબર જ નથી પડતું અને તેનું એક કારણ એ છે કે ગર્ભાશયના કેન્સરના લક્ષ્ણ ખબર પડતી નથી. ઊચ્ચ ટેક્નોલોજી હોવા છતા દર્દીના બચવાની શક્યતાનો દર 30 ટકા છે. 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles