આ ચૂર્ણ આમવાત, સંધિવાત, રાંઝણ, કટિશૂળ, તેમજ, શૂળ વગેરે વાયુના રોગો માટે શ્રેષ્ઠ

આમવાત, સંધિવાત, રાંઝણ, કટિશૂળ, તેમજ, શૂળ વગેરે વાયુના રોગો માટે શ્રેષ્ઠ

યોજના  – અજમોદ, મરી, લીંડીપીપર, વાવડિંગ, દેવદાર, ચિત્રક, સુવા, સિંધવ અને પીપરીમૂળના ૧-૧ ભાગ ચૂર્ણમાં ૫ ભાગ હરડેનું અને ૧૦-૧૦ ભાગ સૂંઠ અને વરધારાનું ચૂર્ણ મેળવવું.· સેવનવિધિ – વસ્ત્રગાળ ચૂર્ણ કાચની સ્વચ્છ બાટલીમાં ત્રણ મહિના માટે સાચવી રાખવું (ત્રણ મહિના બાદ તેના ગુણ ઘટે છે.) ૧/૨ ગ્રામથી ૨ ગ્રામ સુધી સવારે, સાંજે અને રાત્રે પાણીમાં લેવું.

 ઉપયોગ –(૧) આમવાત (રુમેટિઝમ) – સવારે સાંજે અને રાત્રે ૧-૧ ચમચી ચૂર્ણ ગરમ પાણીમાં.(૨) સંધિવાત – દિવસમાં બે ત્રણ વખત ૨-૨ ગ્રામ ચૂર્ણ પાણીમાં.(૩) રાંઝણ – (સાયેટિકા) –ચમચી ચૂર્ણ દિવસમાં ત્રણ વખત પાણીમાં.(૪) કટિશૂળ -૧ – ૧ ચમચી ચૂર્ણ સવારે –સાંજે ગરમ પાણી સાથે લેવું.(૫) શૂળ – શરીરના કોઈ પણ અંગ પ્રત્યંગમાં શૂળ નીકળતુ હોય ત્યારે ગરમ પાણીમાં માપસર ચૂર્ણ ફકાવવું.નોંધ – દેવદાર અને વરધારાના લાકડાં ખૂબ કઠણ હોવાથી ખાંડવાં ઘણા મુશ્કેલ બને તેમણે કોઈ સારી ફાર્મસીમાંથી તૈયાર તાજું ચૂર્ણ ખરીદીને ઉપયોગમાં લેવું.

Leave a Comment