લોહી જાડુ થવાથી શું નુકશાન થઇ શકે છે જાણો તેના લક્ષણો અને ઉપાયો

લોહી જાડુ થવાના લક્ષણો અને ઈલાજ .આપણું લોહી જાડુ થઇ જાય છે, અને તેનાથી શું નુકશાન થઇ શકે છે જાણો તેના લક્ષણો અને ઉપાયો ભાગદોડ વાળા જીવનમાં કોઈની પાસે પોતાના માટે સમય નથી. પૈસા કમાવાની દોડમાં એટલા મશગુલ બની ગયા છીએ કે તેમની પાસે ખાવા તથા વ્યાયામ માટે પણ સમય નથી. તેવામાં બીમાર પડવું સામાન્ય વાત છે. આ બીમારીઓમાં લોહીની વિસંગતતા કારણભૂત છે, એટલે કે લોહી ધીરે ધીરે ખરાબ થવા લાગે છે જે પાછળથી ઘણી બીમારીઓનું કારણ બની શકે છે.

ખાસ કરીને લોહી બગડવાનું શરૂઆત નું મોટું લક્ષણ ત્વચાનો રોગ જેવા કે ડાઘ-ધબ્બા ફોડકીઓ, કે સંક્રમણ આ બધા લોહી વિકારોના કારણો હોય છે. લોહી સાફ અને પાતળું કરવા માટે ઘણા લોકો દવા લે છે પણ દેશી ટીપ્સ અને આયુર્વેદિક ઉપચાર અપનાવીને લોહી સાફ કરવાના ઘરેલુ ઉપાય પણ કરી શકો છો. આજે આપણે જાણીશું લોહી સાફ કેવી રીતે કરવું.

 લોહી સાફ ન થવા લક્ષણો કયા છે ? આપણી આજુ બાજુ આપણે અવાર નવાર એવા લોકો જોઈએ છીએ જેમના ચહેરા ઉપર વારંવાર ખીલ અને ફોડકા ફોડકી નીકળી આવે છે. તે સિવાય અમુક એવા પણ લોકો હોય છે જેમનું વજન ઓછું હોય છે અને અમુક લોકો થોડું કામ કરવાથી જલ્દી થાકી જાય છે, અમુક લોકોને પેટ સાથે જોડાયેલી કોઈક ને કોઈક તકલીફો રહે છે. આ બધા લોકોમાં ખાસ કરીને આ તકલીફો લોહી સાફ ન હોવાને લીધે થાય છે.

લોહી સાફ કરવા માટે શું કરવું ખરાબ લોહી ને સાફ કરતા પહેલા તે વાતની જાણકારી હોવી જોઈએ કે શરીરમાં લોહી ચોખ્ખુ થવાની પ્રક્રિયા કેવું કામ કરે છે. લોહી સાફ કરવાની પ્રક્રિયામાં લીવરમાં જમા થતું લોહીને સાફ કરવામાં આવે છે, જેના માટે અમુક લોકો લોહી સાફ કરવાની દવા લે છે પણ તે મેડીક્લીન ગરમ હોય છે અને તેના સેવનથી બ્લડ પ્રેશરમાં કોઈ ખોટો ફેરફાર પણ આવી શકે છે પણ આયુર્વેદિક દવા અને ઘરેલુ ઉપાયના ઉપયોગથી તે સમસ્યા થતી નથી. ઘરમાં કરવાના આ ઉપાય લોહી સાફ કરવાની સાથે લોહીનો સંચાર પણ સારો કરે છે. 

લોહી સાફ કરવાના ઉપાય અને ઘરેલુ ટીપ્સ લોહી સાફ કરવાની રીતમાં સૌથી પહેલી રીત છે પાણી વધુ પીવું. આપણા શરીરમાં ત્રીજા ભાગનું પાણી છે. શીરીરના ઝેરીલા પદાર્થો બહાર કાઢવા અને શરીરને ડીટોક્સ કરવા માટે જરૂરી પ્રમાણમાં પાણી પીવું જોઈએ. લોહી સાફ કરવા અને સારું આરોગ્ય મેળવવા માટે ઘરમાં ઉપયોગ થતી વરિયાળી ને ઘણી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. વરિયાળી થી લોહી સાફ કરવાના ઉપાયમાં સૌથી પહેલા સરખા ભાગે સાકર અને વરીયાળી લઈને વાટી લો. હવે આ મિશ્રણને 2 મહિના સુધી સવાર સાંજ પાણી સાથે લો. આ દેશી ટીપ્સ થી શરીરમાં લોહીનો પ્રવાહ સારો થાય છે, ત્વચાની તકલીફ દુર થાય છે, આંખોની રોશની વધે છે અને લોહીને સાફ કરે છે. પરસેવો થવાથી શરીરની અશુદ્ધિઓ બહાર નીકળે છે. શારીરિક શ્રમ કરો જેથી પરસેવો વધુ થાય. પરસેવો લાવવા માટે તમે એક્ષસાઈજ અને યોગા પણ કરી શકો છો. યોગથી તન અને મન સ્વસ્થ રહે છે, વધુ પરસેવો આવશે અને યોગ કરતી વખતે આપણે વધુ ઓક્સીજન લઈએ છીએ જેનાથી લોહી સાફ સારી રીતે થાય છે. લોહી સાફ કરવાની આયુર્વેદિક દવામાં ઘઉં ના જવારા દવા જેવું કામ કરે છે. તે શરીરમાંથી ઝેરીલા પદાર્થો બહાર કાઢીને લોહી સાફ કરવાની પ્રક્રિયામાં વધારો કરે છે.

લોહી સાફ કરવા માટે શું ખાવું આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ તેની અસર આપણા શરીર ઉપર પડે છે. સારો પોષ્ટિક ખોરાક ખાવા થી શરીરના બધા અંગોને જરૂરી પોષણ મળી શકે છે જેનાથી શારીરીક વિકાસ સારી રીતે થાય છે. લોહી સાફ કરવાવાળા ખોરાકમાં એવા ફૂડ સામેલ કરો જેનામાં ફાઈબર વધુ પ્રમાણમાં હોય જેમ કે ગાજર, મૂળા, બીટ, સરગવો, ભૂરા ચોખા, લીલા શાકભાજી અને તાજા ફળ. આ ફૂડ શરીરમાં લોહી બનાવવામાં અને સાફ કરવામાં ફાયદો કરે છે. તમારી ડાયેટ માં એવી વસ્તુ ખાવ જેમાં વિટામીન સી નું પ્રમાણ વધુ હોય જેમ કે લીંબુ અને સંતરા. જો તમેને રક્ત વાહિકા, હ્રદયનો કોઈ રોગ કે મગજ સુધી લોહીનો પ્રવાહ સારી રીતે નથી રહ્યો હોય તો ડોક્ટર તમને લોહીને પાતળું કરવાની સલાહ આપશે. લોહીનું જાડુ થવું હ્રદયનો હુમલાની શક્યતા વધારે છે, કેમ કે તેના કારણે રક્ત વાહિનીમાં લોહીના ગઠા જામવા જેવી સમસ્યા આવવા લાગે છે. લોહીને પાતળું કરવાની રીતમાં અમુક લોકો દવા નો સહારો લે છે પણ લોહી પાતળું કરવાની મેડીસીનનો ઉપયોગ ન કરવો જોઈએ કેમ કે વધુ પાતળું થવાથી બ્લીડીંગની તકલીફ થઇ શકે છે. ડોક્ટરની સલાહ વગર ક્યારેય લોહી પાતળું કરવાની દવા ન લેવ

Leave a Comment