રસોડાના 5 ખૂબ કામના ટીપ્સ જે દરેક લોકોને કામમાં આવશે અને દરેક મહિલાને કિચન કિંગ બનાવી દેશે
ફ્રિજમાં આવતી દુર્ગંધ દૂર કરવા માટે
ફ્રીઝમાં આવતી દુર્ગંધ દુર કરવા માટે તમે ગમે એટલા ઉપાયો કરી ચુક્યા હોય પરંતુ કોઈ ફેરફાર ન જાણતો હોય તો તમે વેસ્ટ વસ્તુમાંથી આ ઉપાય કરશો તો કારગર નીકળશે તો ફ્રીઝમાં આવતી દુર્ગંધ દુર કરવા માટે બ્રેડ ના ઉપરના અને નીચેના ટુકડા કોઈ ખાય નહીં એટલે આ બ્રેડના વધારાના ટુકડાઓને 3-4 કલાક માટે ફ્રીઝમાં ખુલ્લા રાખો. આમ કરવાથી ફ્રીઝની અંદર રહેલી દુર્ગંધ દૂર થઈ જશે. આ બ્રેડ સુકવીને બ્રેડ ક્રમ્સ (ભુકો) પણ બનાવી શકાય છે. આ બ્રેડનો ભૂકો પણ ઉપયોગમાં લય શકાય છે આમ બ્રેડ વેસ્ટ થતી બચી થશે
ઘરમાંથી માખી કે મચ્છર ભગાડવા માટે
શિયાળાની શરૂઆત થઇ ગઈ છે એટલે મચ્જોછર નો ત્રાસ વધી જશે આ મચ્છર કરડવાથી લોકો બીમાર વધુ પડે છે જો ઘરે મચ્છર કે માખી વધારે થઈ ગઈ હોય, આ મચ્છર અને માખીના ત્રાસથી બચવા માટે ફક્ત આટલું કરો પૂજાની અગરબત્તી લો, તેમાં મચ્છર ભગાડવાનું દ્રાવણ છાંટો અને જેમ અગરબત્તી વાપરો છો તેમ બળાવો. અગરબત્તીનો ધુમાડો મચ્છર અને માખી ભગાડી દેશે.

જામફળ ખાવાના ફાયદા | jamfal khavana fayda
જ્યારે જામફળ (જામુન) મળે ત્યારે જરૂર ખાવો. આ ડાયાબિટીસ માટે ખૂબ સારું ફળ છે. જામફળની ગૂઠળીઓને સુકવીને ચૂરણ બનાવો અને સવારે-સાંજે 4 ચમચી જેટલું ગરમ પાણી સાથે લો. આ રીતે ડાયાબિટીસ કાબૂમાં રહેશે. ડાયાબીટીસના દર્દીએ ખાસ જામફળ ખાવાની આદત રાખવી જોઈએ
વધારાની બ્રેડ નો ઉપયોગ શેમાં કરવો

ઘણી વખત એવું બનતું હોય છે રોટલીનો લોટ વધુ બંધાઈ ગયો હોય છે અને આ વધારાના ગુંથેલા લોટને મહિલા ફ્રીઝમાં મૂકી દેતી હોય છે એમ્ન્મ ફ્રીઝમાં લોટ મુકવાથી લોટ કાળો પડી જાય છે અને લોટ સુકાઈ જતો હોય છે આથી લોટને તાજો રાખવા માટે જો લોટ ઠંડા પાણીથી ગૂંધીને તેના પર થોડું ઘી લગાવીને ફ્રીઝમાં રાખશો, તો લોટ તાજો રહેશે અને કાળો પણ નહીં પડે.
ઇન્સ્ટન્ટ જ્યુસ બનાવવા માટે

લીંબુ, નારંગી કે બાળકોને જે ફળ ગમે તેનું પ્યુરી બનાવી લો. તેને આઈસ ટ્રેમાં નાખીને બરફ બનાવી લો. બાળકોને જ્યારે જ્યુસ જોઈએ ત્યારે 2-3 આઈસ ક્યુબ પાણીમાં નાખો અને થોડી ગ્લુકોન-ડી ઉમેરો. આ ઘરનું જ્યુસ તંદુરસ્તી માટે ઉત્તમ છે અને વારંવાર મિક્સર ચલાવવાની જરૂર નહીં પડે. ઇન્સ્ટન્ટ જ્યુસ તૈયાર!
