દરેકને કામમાં આવે તેવી 15+ ટીપ્સ

0

ઓઈલી ત્વચા માટે ટી ફેસિયલ લાભદાયક છે. એક ચમચી પપૈયાના ગરમાં થોડીક હળદર અને બે ચમચીમુલતાની માટી મિક્સ કરી ચહેરા પર લગાડવાથી કાળા ધબ્બા ઓછા થશે. બે ટી બેગ્સને પલાડી પંદર મિનિટ સુધી આંખો પર મૂકી રાખવાથી આંખો નીચેની ફૂલેલી ત્વચા માટે રાહતનું કાર્ય કરે છે. આંખોને ઠંડક આપવા માટે એકદમ ઠંડા ગુલાબજળમાં બે કોટનબોલ પલાળી, તેનું વધારાનું પાણી નીચોવી આંખો ઉપર મૂકવાથી આંખને ઠંડક રહેશે. તેમજ તમે અંખ પર કાકડીના ગોળ ગોળ પતીકા કરીને પણ મૂકી શકો છો આમ કરવાથી પણ આંખને ઠંડક મળે છે.

તડકાને કારને કાળી પડેલી ચામડીને સફેદ કરવા માટે બટાટાનો રસ કાઢી તેમાં લીંબુનો રસ ભેળવી ચહેરા પર લગાડવાથી તડકાને કારણે કાળી પડેલી ત્વચાની કાળાશ દૂર થાય છે. ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલ ન હોય તો ખજૂર, અંજીર, બીટ, પાલક, ફણગાવેલા મગ, સફરજ વગેરે લોહી વધારવામાં મદદરૂપ થાય છે. સંગીત યાદશક્તિ વધારે છે અને માનસિક તાણ ઘટાડે છે. પરીક્ષા વખતે ધીમું સંગીત સકારાત્મત્ક અસર પાડે છે. દરરોજ થોડોક સમય સંગીત માટે કાઢવો તમારા યાદશક્તિ વધારવામાં ફાયદાકારક નીવડે છે . તળિયાની માલિશથી માનસિક તનાવ ઓછો થાય છે.

પેરૂના પાનને દસ મિનિટ પાણીમાં ઉકાળી ગાળી અને માઉથવૉશ તરીકે ઉપયોગ કરવો. આમ કરવાથી મોમાં આવતી વાસ દુર થશે તમારું મુખ હમેશા ફ્રેશ રહેશે. અંગ્રેજી શબ્દ ‘ઓ’ અને ‘ઈ’ થોડીવાર બોલવાથી હોઠોની કસરત થાય છે કશું કારણ ન પકડાતું હોય અને શરીરમાં ઝીણો તાવ રહેતો હોય તો ખારેક, સૂંઠ, કાળી દ્રાક્ષ, સાકર, ઘી, દૂધમાં નાખી દૂધ ઉકાળીને ઠંડુ થયે પીવું. ખારેક [સુકવેલું ખજૂર] લોહીમાંથી પિત્ત કાઢી તેને સ્વચ્છ કરે છે. આ પ્રયોગ નિયમિત કરવાથી તમારા શરીરમાં રહેતો ઝીણો તાવ દુર થશે

સૂર્યોદય વખતે લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી આરોગ્યમાં ફાયદો થાય છે.  બીલીનાં પાકા ફળનું શરબત પેટની તકલીફ દૂર કરે છે. રોજિંદા ખોરાકમાં બીટનો ઉપયોગ ખૂબ હિતકારી છે. સૂકવેલી સંતરાની છાલનો પાઉડર બનાવી તેમાં એક ચમચી મધ ભેળવી ફેસપૅક તરીકે વપરાય તો ત્વચા નીખરી ઊઠશે. :-લીંબુનો રસ કાઢી લીધા બાદ તેની છાલ કોણી પર ઘસવાથી કાળી પડેલી કોણીનો રંગ નીખરવા માંડશે. નાના બાળકને ઝાડા થયાં હોય તો થ્ડા દૂધમાં જાયફળ ઘસી પીવડાવવાથી ઝાડા તો બંધ થશે અને નિરાંતે ઊંઘી પણ જશે.

મધનાં ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુઃખાવો અને રસી મટે છે. હળદરને મધમાં ભેળવી કાકડા ઉપર લગાડવાથી વધેલા કાકડા બેસી જશે. તમે જયારે હેર કલર કરો છો ત્યારે ધ્યાન રાખવા છતાં તમારા ચહેરા પર કલરના ડાઘ થઇ જતા હોય છે આ ડાઘ દુર કરવા શું કરશો ત્વચા પર લાગેલા હેર ડાઈનાં રંગને કાઢવા ડેટોલનો અથવા કાંદાના રસનો ઉપયોગ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here