બટરનો ઉપયોગ તમે ફક્ત રસોઈ માટે જ કરતાં હશો પરંતુ બટરમાંથી બનાવેલ ફેસપેક તમારો ચહેરો ચમકાવી દેશે

બટર ઉપયોગ ફેસપેક બનાવવા માટે પણ થાય છે બટરનો ઉપયોગ ફક્ત રસોઇમાં જ નહીં,પરંતુ  સોંદર્યપ્રસાધન તરીકે પણ કરવામાં આવવી રહ્યો છે. બટર ભેળવેલ ફેસપેક લગાડવાથી ત્વચા મુલાયમ અને ચળકતી બની જાય  છે.

બટરઅને ગુલાબજળ: એક ચમચો બટરમાં એક ચમચો ગુલાબજળ ભેળવીને તેની પેસ્ટ બનાવવી. આ પેસ્ટ ચહેરાપર લગાડી  સુકાઇ જાય પછી, હળવા હાથે ચહેરાને એક જ ડાયરેકશનમાં મસાજ કરવો અને ચહેરો ધોઇ નાખવો. ચહેરાની ત્વચા મુલાયમ અને હાઇડ્રેટ થાય છે.

બટર અને કેળાનો ફેસપેક બનાવો : બટર અને કેળા બન્નેમાં ચિકાશ સમાયેલી છે. જે ત્વચાની રૂક્ષતાને દૂર કરે છે. એક ચમચો બટર અને એક ચમચો છુંદેલુ કેળુ ભેળવીનેચહેરા પરલગાડી ૨૦ મિનીટ સુધી રહેવા દેવું અને પછી ચહેરો ધોઇ નાખવો.ત્યાર પછી ચહેરા પર મોઇશ્ચરાઇઝર ક્રીમ લગાડવું.

બટર અને ખીરાનો રસ: બટર અને ખીરાના રસને ભેળવી ચહેરા પર લગાડવું. ૧૫ મિનીટ પછી ચહેરા પર વરાળનો સેક લઇ શકાય છે. આ પછી ચહેરાને હળવેથી લુછી લઇને મોઇશ્ચરાઇઝર ક્રીમ લગાડવું. મલાઇથી રાખો ત્વચાને મુલાયમ અને ચળકતી, ચહેરા પર કોમળતા અને નિ ખાર લાવવા માટે મલાઇનો ઉપયોગ ફાયદાકારક છે. મલાઇમાં લેપ્ટિત એસિડ સમાયેલું હોય છે, જે ત્વચા પરની ટેનિંગ દૂર કરે છે.

ચહેરા પર ગ્લો લાવવા: મલાઇમાં લીંબુના રસના થોડા ટીપાં, અને અડધો ચમચો મધ ભેળવી પેસ્ટ બનાવી, ચહેરા પર લગાડી ૨૦ મિનીટ પછી ચહેરો ધોઇ નાખીનેહાથથી થપથપાવીને સુકાવવો.

ત્વચાને નિખારવા: ત્વચાને નિખારવા માટે મલાઇનો ઉબટન બનાવી શકાય છે. આ માટે એક ચમચો મલાઇ, એક ચમચો ચણાનો લોટ અને અડધો ચમચો મધ ભેળવીને ચહેરા અને ગરદન પર લગાડવું. ૧૦ મિનીટ પછી ચહેરો ધોઇ નાખવો.

ટેનિંગ દૂર કરે: ચહેરા પરની ટેનિંગ દૂર કરવા માટે મલાઇ કારગત નીવડે છે. એક ચમચો મલાઇમાં ટામેટાનો અને લીંબુનો રસ ભેળવી તેને ટેનિંગવાળી જગ્યા પર લગાડવો. ૨૦ મિનીટ પછી ચહેરો ધોઇ નાખવો.

તરબૂચની છાલ: તરબૂની છાલ ત્વચા પરની બળતરાને ઠંડક પ્રદાન કરે છે. ચહેરા પર દાણા ફૂટયા હોય તો તરબૂચની છાલને ચહેરા પર રગડવાથી ફાયદો થાય છે.

ફળોની છાલથી નિખારો સુંદરતા: કેળાની છાલ: કેળાની છાલમાં  સમાયેલા વિટામિન-૬, બી ૧૨ અને ઓક્સિડન્ટસ હોય છે. જેના ઉપયોગથી ચહેરા પર ચિકાશ આવે છે.  ચહેરાની છાલ ચહેરા પર રગડવાથી ડેડ સ્કિન દૂર થાય છે.

પપૈયું: પપૈયાની છાલમાં વિટામિન સીની માત્રા સમાયેલી હોય છે. જે રૂક્ષ ત્વચા અને ચહેરા પર પડતી કરચલીઓને ધીરે ધીરે દૂર કરે છે. તેથી કેળાની છાલને ચહેરા પર લગાડવી.

દાડમની છાલ: દાડમની છાલ ચહેરા માટે ગુણકારી છે. દાડમની છાલને પહેલા તવા પર ગરમ કરી લેવી. આ પછી ઠંડી કરી મિક્સચરમાં વાટી લેવી. એક બાઉલમાં દાડમની છાલનો પાવડર અને દૂધ ભેળવી ચહેરા પર લગાડવાથી ત્વચા નિખરે છે.

સંતરાની છાલ: સંતરાની છાલને સુકવીને વાટી લઇ દૂધ સાથે ભેળવી પેક બનાવી ચહેરા પર લગાડવું. સુકાઇ જાય પછી ચહેરો ધોઇ નાખવો. ત્વચા એકદમ સ્વચ્ચ થઇ જશે.

– સુરેખા મહેતા

Leave a Comment