ઘરે બનાવો એકદમ ચટાકેદાર પંજાબી છોલે

સામગ્રી
મોટા કાબુલી ચણા – 250 ગ્રામ, ડુંગળી – 4 મધ્યમ આકારની, ટામેટા પ્યુરી – એક કપ, લીલા મરચા – 3, લસણ – 10 કળી, આદુનો એક નાનો ટુકડો, અડધો કપ સમારેલી કોથમીર, 1 ટી સ્પૂન લાલ મરચુ, હળદર – અડધી ચમચી, ધાણાજીરુ – 1 ચમચી, ગરમ મસાલો – 1 ચમચી, આમચૂર પાવડર અથવા છોલે મસાલો – 1 ચમચી, તેલ 2 ચમચી, ઘી – એક ચમચી, ચપટી હિંગ, સ્વાદ મુજબ મીઠુ.

બનાવવાની રીત – ચણાને 7-8 કલાક પાણીમાં પલાળી રાખો. કુકરમાં મીઠુ અને હળદર અને દોઢ ગ્લાસ પાણી નાખીને ચણાને બાફી લો. એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમા હિંગ નાખીને ડુંગળીની પેસ્ટ નાખી સાંતળો, ડુંગળી સોનેરી થાય પછી તેમા આદુ-મરચા-લસણનુ પેસ્ટ નાખીને સાંતળો. પછી ટામેટા પ્યોરી નાખી 4 મીનિટ હલાવતા રહો. તેલ છુટુ પડે કે તેમા બધો મસાલો નાખી સાંતળો. હવે તેમા બાફેલા છોલે નાખીને 5 મિનિટ ઉકળવા દો. ગ્રેવી જોઈતી હોય તો અડધો ગ્લાસ પાણી નાખીને ઉકળવા દો. પાંચેક મિનિટ ઉકાળી ગેસ પરથી ઉતારી લો. સમારેલી કોથમીર નાખીને ગરમા ગરમ ભાખરી કે રોટલી સાથે સર્વ કરો.

Leave a Comment