ઉંમર વધતા બાળકોનો ખોરાક(6 માસ-1 વર્ષ) સુધી બાળકને શું ખોરાક આપવો જોઇએ

6 માસથી એક વર્ષના બાળકને આપવામાં આવતો ખોરાક અને જરૂરી પોષણ મળી રહે તે માટેની અગત્યની માહિતી બાળક જન્મ્યા ના પ્રથમ વર્ષમાં બાળકની વૃદ્ધિ અને વિકાસની ગતિ વધુ ખુબ હોય છે. સામાન્ય રીતે બાળકના જન્મ પછી તેનું વજન પહેલા ચાર મહિનામાં બે ગણું વધે છે, ત્યારબાદ પ્રથમ વર્ષગાંઠ સુધીમાં તેનું વિકાસ ત્રણ ગણું થાય છે. આવી આશ્ચર્યકારક વૃદ્ધિ માટે પૌષ્ટિક આહાર તથા જરૂરી કેલેરીનું મળવું ખુબ જરૂરી છે. પૌષ્ટિક આહારની સાથે બાળક્ને આનંદિત વાતાવરણ હોવું પણ ખુબ  જરૂરી છે. બાળકનો વિકાસ યોગ્ય રીતે થાય તે માટે પાણી, વિટામિન્સ, પ્રોટીન, ખનિજ, ચરબીયુક્ત પદાર્થ જેવા કુલ ૪૦ પૌષ્ટીક ઘટકોનો તેના આહારમાં સમાવેશ થવો જોઇએ. ગર્ભનો પૂરેપુરો વિકાસ થયા પછી જન્મેલા બાળકના શરીરમાં (એક દિવસ) કેટલૉક સમય પુરે તેટલું પોષક હોય છે વિશેષ કરીને પાણીનો પુરવઠો હોય છે. બીજા અને ત્રીજા દિવસથી તમારા બાળક્ને પાણી અને પોષક તત્ત્વોની આવશ્યક્તા પડતી હોય છે

સ્તનપાન એ બાળકનો સર્વોત્તમ આહાર છે. પંરતુ આરોગ્યવિષય કોઇ તકલીફ હોય તેવા અથવા પહેંલાની જેમ પોતાના કામે બાહર જવાની શરૂઆત કરનારા તેઓ પોતાના બાળકને સ્તનપાન કરાવી શક્તાં નથી. આવા સમયે માતા બાહય દુધની મદદ લે છે.

જે માતા બાળકને પોતાનું દૂધ ધવરાવતી હોય તેને દરોજ વધારાના ૫૦૦ ગ્રામ કેલરીની જરૂર હોય છે. આ સિવાય ૪૦ મી.ગ્રા. કેલ્શિયમ તથા ૨૦ ગ્રામ પ્રોટીન તેને મળવા જોઇએ. તે માટે તેના આહારમાં દૂધ, દૂધથી પદાર્થો ઇડું, માંસ તથા બ્રેડ જેમાં પ્રોટીન અને વિટામિનયુક્ત પદાર્થ લેવા જોઇએ. તેમજ તે જેટલા પ્રમાણમાં પાણી પીશે તેટલા પ્રમાણમાં તેને દૂધ આવશે દર ત્રણ કલાકે બાળક્ને દૂધની જરૂરીયાત હોય છે. પહેલા કેટલાક અઠવાડિયામાં સ્તનપાનમાં અનિયમિતતા થાય તો પણ બાળકને ભૂખ લાગે છે, પંરતુ જેમ-જેમ તેની વૃદ્ધિ થાય છે, તેમ-તેમ તેની ભૂખમાં વધારો થાય તો માતાએ સ્તનપાનમાં નિયમિતતા જાળવવી પડે છે.

૬ માસ પછી જરૂરી પુરક ખોરાક આપવો.

​૬ માસ સુધીના બાળક ને ફક્ત માતાના દૂધ ની જરૂરિયાત હોય છે, પરંતું ૬ માસ બાદ એને માતાના ધાવણ ની સાથે સાથે પુરક ખોરાક ની પણ જરૂરિયાત હોય છે, આ પુરક ખોરાક જરૂરી પોષક દ્રવ્ય અને પ્રોટીન યુક્ત હોવો જોઈએ, તથા જરૂરી વિટામિન્સ અને મીનરલ પણ હોવા જોઈએ તો જ બાળક નો માનસિક અને શારીરિક વિકાસ યોગ્ય રીતે થાય

ભૂલ = મોટા ભાગ ની માતાઓ ૬ માસ બાદ ધાવણ ની સાથે સાથે ઉપરનું દૂધ વધારે આપવાનું પસંદ કરે છે

આ સાથે સાથે બિસ્કીટ, અને તૈયાર પેકેટ ફૂડ આપવાનું પસંદ કરે છે જે ભૂલ છે

સાચું = ( ૧) ઉપરી ખોરાક માટે ખાસ વધુ પડતી મહેનત જરુરી નથી. આપના ઘરના અન્ય સભ્યો માટે બનાવાતા ખોરાકમાંથી જ બાળક માટે ખોરાક બનાવી શકાય છે. દા.ત. જો ઘરમાં મેનુ માં તુવેરની દાળ બનાવવાની છે તો બાળક માટે બાફેલી દાળમાં ખાંડ કે ગોળ અને ઘી નાખી ને પૂરણ જેવો પોચો અને પૌષ્ટીક ખોરાક બની શકે છે. જરુર માત્ર બુધ્ધિ દોડાવવાની છે.

(૨) ઋતુવાર આવતા ફળો બાળક માટે હંમેશા તાજા વિટામીન અને મિનરલ થી ભરપૂર ઈશ્વરદત્ત ખજાનો છે. તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. કેળા વિશે લોકોમાં ભાત-ભાતની ગેરમાન્યતાઓ પ્રવર્તે છે અને શરદી થશે કે ભારે પડ્શે તેવી ખોટી ભ્રમણાથી બાળકોને આ ઉત્તમ કેલરી અને કેલ્શયમ થી ભરપૂર ફળ થી દૂર રાખે છે જે તદ્દન ખોટુ છે.

(3) પોપ્કોર્ન- મમરા-વેફર – ધાણી – બિસ્કીટ વિ. પદાર્થો સરળતાથી પ્રાપ્ય છે પરંતુ તેમની અંદર કેલરીનુ પ્રમાણ અન્ય ઘરેલુ ચીજો થી ઓછુ હોય છે એટલે જો બાળક આવો ખોરાક ખાય તો પોષણ/ કેલરી ની ખામી સર્જાઈ શકે છે. વળી આ ચીજોનુ પાચન ઘણી વાર બાળકોમાં સમ્સ્યા સર્જતુ જોવા મળે છે.

(૪) ઘી- તેલ-ગોળ અને ખાંડ આ ચાર વસ્તુ કોઈપણ ખોરાકની કેલરી વધારી શકવા સક્ષમ છે. નાના બાળકો શરુઆતી દિવસો માં જ્યારે ઓછો ખોરાક લે ત્યારે જરુરી છે કે જેટલો પણ ખોરાક લે તે ખૂબ જ કેલરીક્ષમ હોય. આ માટે તમે દરેક ખોરાકમાં જ્યાં જે ભળે તે ઉપરની ચાર વસ્તુમાંથી (ઘી- તેલ-ગોળ અને ખાંડ) નાખી શકો છો. દા. ત. ખિચડીમાં ઘી નાખવુ કે રોટલીનો ઘી – ગોળ વાળો લાડવો બનાવવો.

(૫) કોમર્શીયલ બેબી ફૂડ કદાચ બાળક માટે ઉપયોગી ઘણા સારા પદાર્થો ધરાવે છે અને તેનો ઉપયોગ ઘણો સહેલો છે અને ટ્રાવેલીંગ દરમ્યાન ઘણુ ઉપયોગી છે. પરંતુ તેના વિશે કેટલાક મુદ્દા ખાસ નોંધવા રહ્યા – 1) ઘણુ મોંઘુ છે. 2) એકજ સ્વાદનુ હોય છે. 3) પેકેજીંગ તારીખ અને પીરસવા વચ્ચે હંમેશા અંતર હોવાથી તાજુ ન કહી શકાય. 4) બાળકોને ઘણી વાર આ સ્વાદની ખૂબ આદત પડી જાય તો અન્ય ખોરાકમાં તેમની રુચિ રહેતી નથી. 5) જો બાળક તુરંત જ ન ખાય તો બનાવેલ ખોરાકને સ્ટોર કરી શક્વુ અઘરુ છે તે સહેલાઈ થી બગડી જાય છે.

(૬) અન્ય પ્રાણીનુ દૂધ છ માસ બાદ બાળકને આપી શકાય છે પણ તેમાં પાણી નાખવુ નહી.

(૭) ઘરના રોજીંદા ખોરાકના મેનુ માંથી બાળક માટે ખોરાક પસંદ કરવાથી ધીરે-ધીરે બાળકને ભાણે બેસાડી એક જ થાળીમાંથી જમતુ કરવાના આપણો પ્રયાસ સરળ બને છે.

(૮) સફાઈ ખૂબ જ જરુરી છે તમારી અને તમારા બાળકના હાથની – મોટાભાગની મા પોતે ચોક્કસ હાથ ધોવે છે પણ બાળકના ભૂલી જાય છે!!. કમનસીબે મા કરતા બાળકનો હાથ તેના મોં માં વધુ વાર જતો હોય છે.!

(૯) બાળકને પણ પોતાની પસંદ અને ના પસંદ હોય છે.! તેનો આદર કરવો. ઘણા બાળકોને ગળ્યુ નથી ભાવતુ તો ઘણાને ખારુ નથી ભાવતુ. જરુરી નથી કે તમે ખૂબ મહેનત કરી બનાવ્યુ હોય તો બાળક ખાશે જ…!! તો નિરાશ ન થશો….!

(૧૦) બાળકની ભૂખ – ઉંઘ અને શારીરીક બાંધો ઘણા પરિબળો પર આધાર રાખે છે તો કયારેય તમારા બાળકની અન્ય સાથે સરખામણી ન કરશો. બાળકનો વિકાસ યોગ્ય છે કે નહિ તે વિશેષજ્ઞ પર છોડી દો.

Leave a Comment