ચોકલેટ કુલ્ફી હવે ઘરે જ બનાવો, ગરમીમાં મળશે ઠંડક

ગરમીની શરૂઆત થતા જ લોકો કેવી રીતે ઠંડક મેળવવી તે અંગે વિચારતા હોય છે. ગરમીને લઇને લોકો ઠંડા પીણી, આઇસ્ક્રીમ, કુલ્ફી ટ્રાય કરે છે. તો આજે અમે તમારા માટે આવી જ એક રેસીપી લઇને આવ્યા છીએ….. તો ચોકબાર દરેક લોકોને પસંદ હોય છે. એમા પણ ગરમીની ઋતુમાં જો ચોકબાર મળી જાય તો બાળકો ખુશ થઇ જાય છે. તો આવો જોઇએ ઘરે કેવી રીતે બનાવાય ટેસ્ટી ચોકબાર કુલ્ફી.. જે બનાવવામાં સહેલી અને ઝડપથી બની જાય છે.

  • સામગ્રી
  • 5 કપ – ફુલ ક્રીમ દૂધ
  • 1/2 કપ – ડાર્ક ચોકલેટ (છીણેલી)
  • 1 ચમચી – ઇલાયચી પાવડર
  • 1 ચમચી – કાજૂ (દાણાદાર ક્રશ કરેલા)
  • 1 ચમચી – પિસ્તા (દાણાદાર ક્રશ કરેલા)
  • 1 ચમચી – બદામ (દાણાદાર ક્રશ કરેલી)
  • બનાવવાની રીત

સૌ પ્રથમ એક નોન સ્ટિક પેનમાં દૂધને ગરમ કરો અને તેમા સ્વાદ આવે તે માટે ઇલાયચી પાવડર ઉમેરીને 25 મિનિટ સુધી ધીમી આંચ પર ઉકાળો. જ્યારે દૂધનું પ્રમાણ લગભગ ઓછું થઇ જાય તો તેમા બદામ, પિસ્તા અને….. કાજૂ મિક્સ કરો. હવે દૂધ ત્રીજા ભાગનું થવા પર ધીમી આંચ કરો અને તેમા કાજુ ની પેસ્ટ સરખી રીતે મિક્સ કરી લો. તેમા ક્રશ કરેલી ડાર્ક ચોકલેટ ઉમેરીને તેને ગેસ પરથી ઉતારી ઠંડું કરી લો. હવે આ ઠંડા મિશ્રણને કુલ્ફીના સંચામાં નાખી ને 4-5 કલાક માટે ફ્રીઝમાં રાખો. જ્યારે કુલ્ફી જામી જાય તો તેને કાપીને સર્વ કરો અથવા કુલ્ફી સ્ટિક સાથે જ સર્વ કરો

Leave a Comment