શિયાળાની ગુલાબી ઠંડીમાં રીંગણનો ઓરો બનાવવા જરૂરી સામગ્રી: રીંગણ: ૨ મોટા નંગ
 • ડુંગળી: 1/2 કપ, બારીક સમારેલી
 • ટામેટા: 2 કપ, બારીક સમારેલા
 • આદુ : 1 ચમચી પેસ્ટ
 • લસણ: 1 ચમચી પેસ્ટ
 • ચમચી તેલ:1
 • જીરું: 1 નાની-ચમચી
 • લાલ મરચું પાવડર: 1/2 નાની-ચમચી
 • ધાણાજીરું: 2 નાની-ચમચી
 • હળદળ: 1/2 નાની-ચમચી
 • કિચન કિંગ મસાલો : 1 નાની-ચમચી
 • કોથમીર: 1/2 કપ, સમારેલી
 • મીઠું: 2 નાની-ચમચી સ્વાદ પ્રમાણે
 • લીલી ડુંગળી
 • લીલા વટાણા

રીંગણ ને પાણી થી ધોઈ ને સાફ કપડા થી લુછી લો.રીંગણ ને ચપ્પુ થી આકા પાળી તેલ લગાવી લો અને ગેસ ઉપર શેકવા મુકો.રીંગણ ને ધીમે ધીમે ફેરવતા ગેસ ઉપર 3 થી 5 મીનીટ માટે સારી રીતે શેકી લો.શેકેલા રીંગણ માંથી સરસ સુગંધ આવવા લાગશે. રીંગણ ને હવે એક પાણી ભરેલી તપેલી માં ઠંડુ થવા મુકો.ઠંડા થયા પછી રીંગણ ની ઉપર ની પરત છોલી કાઢી લો. છીલેલા રીંગણ ને પ્લેટ માં કાઢી નાના ટુકડા કરી લો.

કઢાઈ માં તેલ ગરમ કરો અને તેલ માં રાઈ જીરું અને હિંગ નાખો.બારીક સમારેલી ડુંગળી, આદુ, લીલા વટાણા અને લસણ તેલ માં નાખી સાંતળોહવે કાપેલા ટામેટા નાખી ૪ થી ૫ મિનીટ માટે ટામેટા નરમ પડે ત્યાં સુધી થવા દો. સ્વાદ પ્રમાણે મીઠું નાખી મિક્ષ કરો.રીંગણ ના ઓરા માં મસાલા નાખી લો: લાલ મરચું, થોડી હળદળ, ધનાજીરું અને ગરમ મસાલા નાખી મિક્ષ કરો અને 2 મિનીટ માટે મસાલા ટામેટા પ્યાજ ની ગ્રેવી માં મિક્ષ થવા ડો.ટામેટા ડુંગળી ની ગ્રેવી તૈયાર છે. હવે શેકેલા રીંગણ ગ્રેવી માં મિક્ષ કરી લો અને 3 થી ૪ મિનીટ માટે પાકવા ડો.રીંગણ નો ઓરો