માટીના તવા પર બનાવેલ ભોજન ખાસો તો નહીં થાય આ બીમારીઓ

શરીરના વિકાસ માટે ખાવાનું ખુબ જ જરૂરી છે અને જ્યારે તમે માટીના વાસણમાં ભોજન બનાવો છો તો તેના ફાયદા અનેક ગણા વધી જાય છે. હંમેશા લોકોએ સાંભળ્યું હશે કે ખાવાનું જેટલું શાંતિથી અને ધીરે-ધીરે ચઢાવામાં આવે તે એટલું જ ફાયદાકારી હોય છે, પરંતુ આજકાલ ખાવાનું બનાવા માટે એલ્યુમિનિયમ અને સ્ટીલના વાસણનો ઉપયોગ કરાય છે. જેમાં ચઢાવેલું ખાવાનું ખાવાથી ગેસ, કબજિયાત જેવી સમસ્યાઓ રહે છે. આ સમસ્યાથી બચવા માટે માટીના બનાવેલા તવાનો ઉપયોગ કરવો જોઇએ. ત્યારે આજ અમે તમને માટીના તવનો ઉપયોગ કરવાનો અને તેનાથી થઇ રહેલા ફાયદા વિશે જણાવીશું. તો આવો જાણીએ તેનાથી થતા ફાયદા વિશે…..

માટીના તવાનો આવી રીતે કરો ઉપયોગ

માટીના વાસણમાં અને તવામાં ખાવાનું ચઢાવવું મુશ્કેલ હોય છે. તેનો ઉપયોગ કરતા પહેલા તવાને ધીમી આંચ પર ગરમ કરવા માટે મુકી દો. તવાને ગરમ થવામાં 15થી20 મિનિટ લાગશે. તે પછી ધ્યાન રાખો કે રોટલી બનાવ્યાં બાદ માટીના તવાને કપડાથી સાફ કરો. તેના પર સાબુનો ઉપયોગ ન કરો.

માટીના તવા પર બનેલી રોટલીના ફાયદા

કદાચ તમે નહી જાણતા હોય કે એલ્યુમિનિયમના વાસણમાં ખાવાનું ચઢાવવાથી 87 ટકા પોષક તત્વ, પીતળના વાસણમાં 7 ટકા પોષક અને કાસાના વાસણમાં 3 ટકા પોષક તત્વ ખાલી જઇ જાય છે. માટીના વાસણ જ એવા છે જેમાં ભોજન બનાવવાથી 100 ટકા પોષક તત્વ શરીર મળે છે. તે પછી પણ માટીના વાસણમાં ખાવાનું ખાવ તેમજ ખાવાનું ચઢાવાના ઘણાં ફાયદા છે.

1.ગેસની સમસ્યાથી રાહત માટીના તવા પર બનાવેલી રોટલીથી ગેસની સમસ્યા દુર થાય છે. આખો દિવસ ઓફિસમાં બેસવાના કારણે ગેસની સમસ્યા છે તો માટીના તવા પર બનાવેલી રોટલી ખાઓ. થોડા જ દિવસોમાં રાહત મળશે.

2. બીમારિઓથી બચો માટીના વાસણમાં સામેલ કોઇ પણ પોષક તત્વને ખાલી હોવાથી અટકાવી શકો છો. જેનાથી આપણાં શરીરને પૂરા પોષક તત્વ મળે છે, આ પોષક તત્વ શરીરને બીમારિઓથી બચાવવાનું કામ કરે છે.

3.ખાવામાં ટેસ્ટી માટીના તવા પર બનાવેલી રોટલીનો સૌથી વધું ફાયદાએ થાય છે કે તેમાં બનાવેલું ખાવાનું પૌષ્ટિક હોવાની સાથે-સાથે ટેસ્ટી પણ હોય છે.

4.કબજિયાતથી રાહત ભાગદોડ ભરેલી જિંદગી અને બદલતી રહેલી જીવનશૈલીની વચ્ચે કબજિયાતની સમસ્યા વધી ગઇ છે કારણ કે આજકાલ લોકો વ્યસ્ત હોવાના કારણે ફટાફટ ઓફિસ તેમજ કામ પર જવા માટે ઘરનું બનાવેલું ખાવાનું ભુલી જાય છે અને બહારથી મળનારૂ ફોસ્ટ ફુડ્સ પર આધાર રાખે છે. એવામાં કબજિયાતની પરેશાની રહે છે. જો તમને પણ સમસ્યા રહે છે તો તવા પર બનાવેલી રોટલી જરૂર ખાઓ.

Leave a Comment