કફ, પિત્ત, લોહીના વિકારો, ખંજવાળ , ઊબકા – ઊલટી , મૂત્રાશયના રોગ અને ઉધરસને મટાડે છે ફક્ત એક ઔષધ

એલચી ખાવાથી થતા ફાયદા પ્રાચીન સમયથી મસાલામાં એલચી સર્વોત્તમ સ્થાને બિરાજમાન છે . અને તે કારણે એલચીનો ઉપયોગ મરી – મસાલામાં વધારે થાય છે . તેનો ઉપયોગ આપણા રસોડાના વિવિધ સ્વરૂપમાં થાય છે . મુખવાસમાં , પાન મસાલા , શરબત અને મીઠાઇઓમાં તેનો ઉપયોગ વિવિધ સ્વરૂપમાં થાય છે.

એલચી બે પ્રકારની મળે છે , નાની અને મોટી . નાની એલચીનો સ્વાદ તીખો , પ્રકૃતિ ઠંડી , પચવામાં હળવી , વાયુ અને કફ નાશક , અને દમ – શ્વાસરોગ , ઉધરસ , મસા અને મૂત્ર સંબંધી તકલીફોને દૂર કરનાર છે . મોટી એલચી સ્વાદમાં તીખી , ગરમ પ્રકૃતિ અને જઠરાગ્નિને પ્રદિપ્ત કરનાર , પચવામાં હળવી , કફ , પિત્ત , લોહીના વિકારો , ખંજવાળ , ઊબકા – ઊલટી , મૂત્રાશયના રોગ , મુખના રોગ , શિરના રોગ અને ઉધરસને મટાડે છે . એલચીના દાણાનું ચૂર્ણ અથવા એલચીના તેલના ચાર – પાંચ ટીપાં દાડમનાં શરબતમાં લેવાથી ઉબકા – ઊલટીમાં રાહત થાય છે .

જેમને મુખમાંથી દૂર્ગધ આવતી હોય તેમણે એલચીના દાણા મુખમાં રાખવાથી ફાયદો જણાય છે . એલચી અને પીપરીમૂળને સરખા ભાગે લઈ ચૂર્ણ કરી ઘી સાથે લેવાથી હૃદયની તકલીફમાં રાહત મળે છે . નોંધ : જો તમને અમારી હેલ્થ પસંદ આવી હોય તો આ પોસ્ટને Like અને share કરો .

Leave a Comment