શરીરને પાતળું અને છતાં તંદુરસ્ત રાખવું એ આજની અનિવાર્યતા છે. જાડા થવું નથી, પણ સાથે તંદુરસ્તી જાળવવી છે, તો શું કરવું? ઘણીવાર ડાયેટિંગ અને પરેજીના અતિરેકમાં લોહીની ઉણપ વધવા લાગે છે. લોહીમાંનું હિમોગ્લોબિન ઘટવા લાગે છે. શરીર એનિમિક બનતું જાય છે. એટલે ડાયિંગમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઇએ કે હિમોગ્લોબિન માપસર રહે. આવી કેટલીક વસ્તુઓમાં બીટ, દાડમ, ખજૂર, કેળાં અને લીલાં શાકભાજીનો ખાસ સમાવેશ થાય છે. બીટરૂટનો જ્યુસ પીવો, જેનાથી આયર્ન મળે છે.
બીટને સલાડની જેમ પણ ખાઇ શકાય. સવારે દાડમનો એક કપ જ્યુસ તજનો પાવડર અને મધ નાખીને પીવો. દાડમની જેમ ખજૂરમાંનું વિટામીન-સી આયર્ન વધારી હિમોગ્લોબિન વધારે છે. બે પીસ ખજૂરને રાત્રે એક કપ દૂધમાં પલાળીને રાખી, સવારે ખાલી પેટે એ દૂધ-ખજૂર ખાવું ફાયદાકારક છે. કેળા અને મધ દિવસમાં બે વાર ખાવા. મેથી, લેટ્યુસ, બ્રોકલી વગેરે જેવી લીલી શાકભાજી કે તેનો જ્યુસ પીવાથી વિટામીન-બી-૧૨, ફોલિક એસિડ, અને અન્ય ન્યુટ્રીઅન્ટ્સ મળે છે.