માખણના પાણીમાંથી છાશ બનાવો | how to make butter to milk
આપણે સૌ દહીંમાંથી તો છાશ બનાવીએ છીએ પરંતુ અત્યારે મહિલાઓ મલાઈ ભેગી કરીને મલાઈમાંથી માખણ જે બનાવે છે અને તેનું જે વધારાનું પાણી નીકળે છે તે વધારાના પાણીમાંથી પણ છાશ બનાવી શકીએ છીએ તો આવો જાણીએ માખણના પાણીમાંથી છાશ બનાવવાની રીત હવે આપણે જે મલાઈ ભેગી કરી છે તેને સૌપ્રથમ મલાઈને સારી રીતે ફેટી લો અને તેમાંથી માખણ અલગ કરી લો અને મલાઈમાંથી માખણ અલગ કરતી વખતે જે પાણી રહે છે તેને એક બાજુ રાખો.
હવે માખણને એક વાર ચોખ્ખા પાણીથી ધોઈ લો અને પાણીને એક તપેલીમાં લઈ લો અને . માખણ ધોયેલું જે પાણી છે તે પાણીને ગેસ પર ધીમી આંચ પર 2 મિનિટ સુધી ગરમ કરો. એક બાબતનું ધ્યાન રાખવાનું છે કે પાણીને ઉકળવા નથી દેવાનું થોડું થોડું સતત એવું ગરમ કરવાનું છે તેને ઉકળવા ન દો. હવે આ ઉકડેલા પાણીમાં આ પછી તેમાં એક ચોથો કપ દહીં ઉમેરીને બરાબર મિક્સ કરી લો અને ગેસ બંધ કરી દો.
હવે ગેસ બંધ કરી દીધા પછી તપેલીમાં જે પાણી છે અને આપણે દહીં નાખીને જે ગરમ કર્યું છે તેને ગરમ જગ્યા પર પાંચ થી છ કલાક સુધી ઢાંકીને છોડી દેવાનું છે તપેલીને ઢાંકીને ગરમ જગ્યાએ 5-6 કલાક માટે છોડી દો.
પાંચ છ કલાક થઈ ગયા પછી જો તમે આ ટપાલીની ઉપરનું ઢાંકણ ઉઘાડીને જોશો તો તે રહેલું પાણીનું મિશ્રણ દહીં જેવું બની ગયું હશે અને તે કાઢીને તમે તેનો દહીં તરીકે પણ ઉપયોગ કરી શકો છો અને આ દહીંમાંથી છાશ બનાવીને પણ છાશ નો ઉપયોગ કરી શકો છો તો આ રીતે તમે માખણના વધેલા પાણીમાંથી છાશ કે દહીં બનાવી શકો છો
વટાણા નો કલર યથાવત રાખવા માટેની ટીપ
વટાણા નુ શાક બનાવીએ ત્યારે વટાણા નો કલર બદલી જતો હોય છે તો વટાણા નો કલર યથાવત રાખવા માટે આટલું કરો તો વટાણા નો કલર યથાવત રહેશે અને સ્વાદ પણ એવો જ રહેશે રીતે વટાણાનો સ્વાદ અને રંગ વધારો લીલા વટાણા હોય તો વટાણાને છોલીને 2 થી 3 વાર સારી રીતે સારા પાણીથી ધોઈ લો. હવે તમે ગેસ પર એક પેનમાં પાણી નાખી ઉકાળો. તેમાં એક ચમચી મીઠું અને ખાંડ મિક્સ કરીને ઓગાળી લો.
પાણી ગરમ કરેલી પેનમાં વટાણા નાંખો અને તેને એકથી બે મિનિટ માટે ગરમ કરો અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દો અને બે મિનિટ માટે પેનને ઢાંકીને મૂકી રાખો.
હવે પાણી નિતારી લો અને વટાણાને ફરી એકવાર સ્વચ્છ પાણીથી ધોઈ લો, તેને કપડા કે કાગળમાં નાખીને પાણીને સૂકવવા દો.
તમે દાણાને હવાચુસ્ત સીલબંધ બેગમાં રાખીને પણ ફ્રીઝ કરી શકો છો. જ્યારે પણ તમને સ્વાદિષ્ટ વટાણા ખાવાનું મન થાય ત્યારે ફ્રીઝરમાંથી વટાણા કાઢીને તેનો ઉપયોગ કરો.
ખૂબ કામની કિચન ટીપ્સ જે દરેક મહિલાઓને ખૂબ જ કામમાં આવશે
રાયતુ વધુ ખાટું ન બને તે માટે:
ઘણી વખત એવું થતું હોય છે કે આપણે છાશ બનાવવા માટેનું જે દહીં જમાવીએ છીએ તે વધારે પડતું ખટાશ પકડી લેતું હોય છે અને છાશ વધારે ખાટી થઈ જાય છે ખાટી છાસ ઘણા ખરા લોકો સાવ ખાતા જ ન હોય તેમાં પાણી નાખી તો પણ સ્વાદ બગડી જતો હોય છે તો જો તમારે પણ આ રીતે દહીં ખાટું બની ગયું હોય તો તેની ખટાશ દૂર કરવા માટે આટલું કરો જો દહીં અથવા છાશ વધારે ખાટી થઈ જાય, તો તેમાં થોડું દૂધ પાવડર મિક્સ કરો. ખાટાશ ઘટશે અને સ્વાદ પણ વધશે. . આમાં દહીંમાં કે છાશમાં પાણી વધારે નાખ્યા વગર પણ ખટાશ દૂર કરી શકાશે જો આ ટિપ્સ તમને સારી લાગી હોય તો તમારા મિત્રો સર્કલ સાથે શેર કરો અને જો તમે બીજી આવી જ કિચનને લગતી ટીપ કે રસોઈને લગતી ટિપ્સ મેળવવા માંગતા હોય તો કોમેન્ટ કરીને અમને જણાવો
દહીં વડા નરમ બનાવવા માટે:
આપણે ઘરે દહીં વડા બનાવીએ છીએ પરંતુ ઘણી વખત દહીં વડા એટલા કઠણ થઈ જતા હોય છે કે બાળકોને ભાવતા નથી પરંતુ જો તમે આ ટીપ્સથી ઘરે દહીં વડા બનાવશો તો દહીંના વડા છે તે એકદમ નરમ કે સોફ્ટ બનશે કે તમે બહારના દહીં વડા ભૂલી જશો પીસેલી ઉરદ દાળમાં થોડું સૂજી નાખી ને થોડો સમય ફેન્ટો. આમ કરવાથી વડા વધુ નરમ અને સ્વાદિષ્ટ બનશે. તો આ હતી વડાને નરમ બનાવવા માટેની ટીપ
પરાઠા વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે:
તમે ઘરે પરાઠા તો બનાવતા જ હશો પરંતુ પરાઠા ઘણી વખત બનાવ્યા છતાં જો આ રીતની પરાઠા બનાવશો તો તમારા પરાઠાનો સ્વાદ બે ગણો થઈ જશે પરાઠાના લોટમાં થોડું કસૂરી મેથી મિક્સ કરો. સ્વાદ બહુ જ સરસ આવશે.
પરાઠા લાંબા સમય સુધી નરમ રહે તે માટે:
પરાઠા બનાવ્યા પછી તમે બીજા દિવસે પણ પરાઠા નો ઉપયોગ કરવા માટે જો રાખવા હોય તો પરાઠા ઘણી વખત તો તે સુકાઈ જતા હોય છે પરંતુ જો તમે પરાઠાને નરમ રાખવા માંગતા હોય તો આ ઉપાય જરૂર કરજો જેથી તમારા પરાઠા લાંબા સમય સુધી નરમ રહેશે અને સ્વાદ પણ બગડશે નહીં પરાઠા બંને બાજુ સારી રીતે સેકાઈ જાય પછી જ ઘી કે બટર લગાવો. અડધા સેકાયેલા પરાઠા પર ન લગાવો – આ રીતે પરાઠા લાંબા સમય સુધી મુલાયમ અને સ્વાદિષ્ટ રહેશે.
