કોરોના વાયરસ અંગે અત્યંત ઉપયોગી માહિતી વાચજો અને મિત્રો સાથે શેર કરો

કોરોના વાયરસ અંગે અત્યંત ઉપયોગી માહિતી આપતાં રાજકોટના સુપ્રસિધ્ધ ફિઝીશ્યન ડો . જી . યુ . મહેતા )

કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોય એવા દર્દીઓ જુદી – જુદી ચાર કક્ષામાં હોય છે જેમાં માઇલ્ડ , મોડરેટ , સિવિયર અને ક્રિટીકલ આમાં ૮૦ ટકા લોકોમાઇલ્ડકેટેગરીમાં હોય છે તેઓ સારવાર વિના પણ પાંચ – સાત દિવસમાં સાજા થઇ જાય છે

કોરોનાનો ચેપ લાગ્યો હોય એવી એક સંક્રમિત વ્યકિત તત્કાળ બીજા ત્રણ લોકોને ચેપ લગાડે છે અર્થાત એક સંક્રમિત વ્યકિત ગણતરીના દિવસોમાં જ પાંચસોથી સાતસો લોકોને સંક્રમિત કરે છે

રાજકોટ તા . ૧૪ મેલેરિયા , ડેંગ્યુ , ચિકનગુનિયાની સારવારના નિષ્ણાંત રાજકોટના સુપ્રસિધ્ધ ફિઝીશ્યન ડો . જી . યુ . મહેતા કોરોના વિશે અત્યંત ઉપયોગી માહિતી આપી છે . કોરોના વાયરસના પાંચ પ્રકાર કોરોના એ કોઈ નવો વાયરસ નથી , તેની શોધ છેક ૧૯૬૦ના દાયકામાં થઈ હતી . આ વાયરસના પાંચ પ્રકાર છે જેમાં આલ્ફા , બીટા , ગામા , ડેલ્ટા વગેરેનો સમાવેશ થાય છે . હમણાં તેનો છઠ્ઠો પ્રકાર પણ શોધાયો છે . આમાંનો ‘ બીટા ‘ વાયરસ માનવી માટે વધુ જોખમી છે . ૨૦૦૨ અને ૨૦૦૪માં ‘ સાર્સ ” નામથી ‘ કોરોના – ૧ ’ વાયરસનો રોગચાળો ફાટી નીકળ્યો હતો . એ પછી ૨૦૧૨ , ૨૦૧૫ અને ૨૦૧૮ના વર્ષોમાં ‘ મર્સ ’ નામથી આ વાયરસનો રોગચાળો જગતમાં ફેલાયો હતો . આ બધા બીટા વાયરસના જ પ્રકાર હતા . કોરોના એક સ્ટીન વાયરસ છે અને તેની અસર વિશ્વભરમાં દર વર્ષે ઉંના વાયરા સ્વરૂપે જોવા મળે છે . શિયાળામાં હવામાન સકે અને ઠંડું થાય એટલે બધાને શરદી થાય , નાકમાંથી પાણી નીકળવા લાગે , ગળામાં દુ : ખાવો થાય એટલે કહેવાય કે , í થયો છે .

રોગચાળાની આવી સ્થિતિ જગત આખામાં દર વર્ષે પેદા થાય જ છે . દર વર્ષે જે ફ્લ , ઇન્ફલુએન્ઝા , સ્વાઇનફ્લ , બર્ડ ફલુ , પેરેનફલુએન્ઝા , એડીનોવાયરસ એ બધા વાયરસને કારણે થાય છે અને એમાં કોરોનાનો સમાવેશ પણ હોય જ છે . સૃષ્ટિનો સૌથી સુક્ષ્મ જીવ એટલે વાયરસ જૈન ધર્મ સહિત વિવિધ ધર્મો આ સૃષ્ટિ પર ચોર્યાસી લાખ જીવ યોનિ હોવાનું કહે છે ; આમાં જીવનું સૂક્ષ્મતમ સ્વરૂપ એટલે વિષાણુ કે વાયરસ . કોઇપણ જીવને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે બે બાબતની જરૂર પડે છે તે છે આહાર અને પ્રજોત્પતિ . વાયરસને ઈશવરે કોઈપણ પ્રકારની ઇન્દ્રિયો આપી નથી ; તે એક સૂક્ષ્મતમ કોશ માત્ર છે એટલે તે પોતાની રીતે ખોરાક લઇ શકે નહીં કે પ્રજોપતિ પણ કરી શકે નહીં એટલે એ આ કાર્યો માટે અન્ય જીવો પર આધાર રાખે છે ,

એટલે કે એ પરોપજીવી હોય છે . વાયરસ આ બે કાર્યો માટે પશુ , પક્ષી કે , માનવીના શરીરમાં દાખલ થાય છે અને તેના જ કોશોનો ઉપયોગ કરીને ખોરાક મેળવે તેમ જ પોતાના જેવા બીજા વાયરસ બનાવે છે . રોગપ્રતિકારક શક્તિ બીજી તરફ , આવા વાયરસ કે વિષાણુંઓથી બચવા માટે ઈશ્વરે આપણને રોગપ્રતિકારક શક્તિ ( ઈમ્યુનિટી ) આપી છે જેનાથી શરીર ‘ એન્ટીબોડીઝ ‘ ( પ્રતિકારક કોશ ) ઉત્પન્ન કરે છે જે વાયરસને મારી હઠાવે છે .

આથી આપણે બીમારીથી બચી જઈએ છીએ . જેની રોગપ્રતિકારકતા શક્તિશાળી હોય એ વ્યક્તિ બીમારીથી બચી જાય છે પરંત , નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો બીમાર થાય છે . આ રીતે બીમાર થયેલી વ્યક્તિનું શરીર પણ ધીમે ધીમે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને વાયરસનો ખાત્મો કરે છે , અંતે એ વ્યક્તિ સાજી થઇ જાય છે . વાયરસના અસ્તિત્વનો સવાલ !

વાયરસને કારણે ફેલાયેલા રોગચાળા સામે ધીરે ધીરે બધા મનુષ્યો રોગપ્રતિકારક શક્તિ વિકસાવી લે એટલે એ વાયરસનું અસ્તિત્વ જોખમમાં આવી જાય છે ; આ તબકે એ વાયરસ પછી પશુ , પક્ષીમાં પોતાનું આશ્રયસ્થાન બનાવી લે છે , અને સુષુપ્ત અવસ્થામાં ચાલ્યો જાય છે . આશ્રયદાતા પશુ , પક્ષી માટે એ કોઈ સમસ્યા પેદા કરતો નથી પરંતુ , એ દરમિયાન એ પોતાને વધુ બળવાન બનાવવાનું કાર્ય ચાલુ રાખે છે અને જેવો ખુબ બળવતર બની જાય છે , ફરી મનુષ્ય પર ત્રાટકે છે ! આ સમયે મનુષ્યના શરીરમાં તેની સામે લડવા માટેના ‘ એન્ટીબોડીઝ ‘ હોતા નથી

એટલે લોકો બીમાર પડે છે અને એકનો ચેપ બીજાને લાગવાથી તેનો ફેલાવો થાય છે . આમ , આ સાયકલ ચાલ્યા જ કરે છે . | ઝડપી ગુણાકાર કોરોના વાયરસના ચેપથી બચવા અને તમને ચેપ લાગ્યો હોય તો અન્ય લોકોને બચાવવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા તેમજ ભારત સરકારે સામાજિક દૂરી ( સોશિયલ ડીસ્ટનિંગ ) , ઘરબંધી ( લોકડાઉન ) તેમજ વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા સહિતના જે નીતિ – નિયમો અને માર્ગદર્શન સૂચવ્યાં છે તેનું ચુસ્તપણે પાલન કરવાનો ડો . મહેતાએ સહુકોઈને ભારપૂર્વક આગ્રહ કર્યો છે . તેમણે જણાવ્યું કે , કોરોનાનો ચેપ લાગ્યો હોય એવી એક સંક્રમિત વ્યક્તિ તત્કાળ બીજા ત્રણ લોકોને ચેપ લગાડે છે . એ ત્રણ બીજા ત્રણ ત્રણને ચેપ લગાડે એ રીતે તેનો ગુણાકાર થતો જાય છે પરિણામે ,

એક સંક્રમિત વ્યક્તિ માત્ર ગણતરીના દિવસોમાં જ પાંચસોથી સાતસો લોકોને સંક્રમિત કરે છે . હાલ , લોકોમાં આ નવા કોરોના વાયરસના ‘ એન્ટીબોડીઝ ’ હોતા નથી એટલે તેઓ તુરત બીમાર પડે છે અને તેઓનો ચેપ બીજા લોકોને લાગવાથી આ રોગચાળો અત્યંત ઝડપભેર ફેલાય છે . દુનિયાભરમાં અત્યંત ટૂંકાગાળામાં લાખો લોકો સંક્રમિત થયા અને વધુ ને વધુ થતાં જાય છે તેનું એકમાત્ર કારણ આ જ મોટી ઉંમરના લોકો પર ઊંચું જોખમ ચીન પછી યુરોપના દેશો અને બાદમાં અમેરિકામાં કોરોનાએ જબરદસ્ત ભરડો લીધો તે વિષે ડો . મહેતા આ દેશોના ઠંડા વાતાવરણને અને લોકોની બેદરકારીને જવાબદાર ઠરાવે છે .

આ દેશોમાં મૃત્યુના વ્યાપક પ્રમાણ વિશે તેઓ જણાવે છે કે , ૬૦ , ૬૫ કે તેથી મોટી ઉંમરના લોકોમાં મૃત્યુનું ઊંચું જોવામાં આવ્યું છે . આ માટે બે બાબતો વધુ જવાબદાર છેઃ એક – મોટી ઉંમરના લોકોમાં ‘ ઇમ્યુનિટી ” ઓછી થઈ ગઈ હોય છે અને બીજું – ઘણા કિસ્સામાં તેઓ કોઈને કોઈ અન્ય ગંભીર બીમારીથી પીડાતા હોય છે . આ સંજોગોમાં તેઓનું શરીર કોરોના વાયરસના હુમલાનો પ્રતિકાર કરી શકતું નથી . કોરોનાથી જે યુવાનો મૃત્યુ પામ્યા છે તેનો સર્વે કરવામાં આવે તો જાણવા મળશે કે , તેઓ કેન્સર , ડાયાબીટીસ કે એવી ગંભીર બીમારીઓના પહેલેથી જ શિકાર હતા . યુવાનો કઈ રીતે બચી જાય છે ? કોરોના વાયરસથી બીમાર પડવાનું પ્રમાણ યુવાનોમાં પ્રમાણમાં ઓછું જોવામાં આવી રહ્યું છે કેમકે , યુવાનોની રોગપ્રતિકારક શક્તિ વધુ હોય છે અને તેઓનું શરીર ઝડપભેર ‘ એન્ટીબોડીઝ ‘ પેદા કરી લે છે . જગતભરમાં કોરોનાના દરદીઓની સારવાર કરતાં તબીબો અને હોસ્પિટલ સ્ટાફમાંથી કોરોનાનો ચેપ લાગવાના બનાવ ખુબ ઓછા નોંધાયા છે . તેનું કારણ તેઓમાંના મોટાભાગના યુવાન હોય છે . બીજું કે , દરદીઓની સારવારના કાર્યમાં હોવાથી ચેપથી બચવાની બાબતે તેઓ ખુબ જ જાગૃત હોય છે .

સંક્રમણથી બચવા સાવચેતીના તમામ પગલાં તેઓ લેતા હોય છે . આમ છતાં , અત્યારની પરિસ્થિતિમાં કોઇપણ યુવાન વ્યક્તિએ પણ ખોટું જોખમ વહોરી લેવું જોઈએ નહીં . યુવાનો અને બાળકો પણ કોરોનાનો ભોગ બની રહ્યાના બનાવો જગતભરમાં નોંધાઈ રહ્યા છે . વાયરસ સંક્રમિત લોકોની ચાર કેટેગરી કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોય એવા દરદીઓ જુદી – જુદી ચાર કક્ષામાં હોય છે .

જેમાં ( ૧ ) . ‘ માઈલ્ડ ‘ ( ૨ ) , મોડરેટ ’ ( ૩ ) . ‘ સિવિયર ‘ અને ( ૪ ) . ‘ ક્રિટીકલ ‘ . આમાં , ૮૦ ટકા લોકો માઈલ્ડ ‘ કેટેગરીમાં હોય છે . તેઓ સારવાર વિના પણ પાંચ સાત દિવસમાં સાજા થઇ જાય છે . ૧૫ ટકા લોકો મોડરેટ ‘ કેટેગરીમાં હોય છે તેઓ સામાન્ય સારવાર મળવાથી સાજા થાય છે . બાકીના પાંચ ટકામાંથી ચાર ટકા ‘ સિવિયર ’ કેટેગરીમાં આવે છે જેઓને સઘન સારવાર ( ઇન્ટેન્સીવ કેર ) આપવી પડે છે .

સઘન સારવાર મળવાથી મહદ અંશો તેઓ બચી જાય છે . હવે બાકીના એક ટકો લોકો ‘ ક્રિટીકલ ‘ કક્ષામાં આવે છે અને તેઓ અત્યંત જોખમી સ્થિતિમાં ગણાય . તેઓમાં કેન્સર , ડાયાબીટીસ , હૃદયરોગ , બ્લડપ્રેશર , ફેફસાંની કોઈ બીમારી બેકાબુ હોય તો આવા કેઈસ ફેઈલ થવાની શક્યતા વધારે રહેતી હોય છે . કોરોનાથી ભય પામવાની કે ગભરાવાની કોઈ જરૂર જ નથી , જ છે અત્યંત જાગૃતિ અને પૂરી તકેદારી રાખવાની . સસ્તો સાબુ પણ કારગતા ડો . જી . યુ . મહેતાએ કોરોનાના ચેપથી બચવા અંગે જણાવ્યું કે , સંક્રમિત વ્યક્તિ છીંક કે ઉધરસ ખાય એટલે લાળ , ચૂંક અને કફની સાથે કોરોના વાયરસ પણ બહાર ફેંકાય છે જે તેની આસપાસ છ ટના પરિઘમાં રહેલી વ્યક્તિઓને પણ સંક્રમિત કરે છે .

આથી સંક્રમિત વ્યક્તિએ અને તેની સાથે રહેતા લોકોએ ‘ માસ્ક ‘ પહેરવું અને નિકટના સંપર્કથી દૂર રહેવું અતિ આવશ્યક છે . સંક્રમિત વ્યક્તિ જે ચીજોને સ્પર્શ કરે એ તમામ ચીની સપાટી પર કોરોના વાયરસ ૧૨થી ૭૨ કલાક સુધી જીવિત રહે છે એટલે એવી કોઈપણ ચીજથી દૂર જ રહેવું જોઈએ અને સમયાંતરે સાબુથી હાથ ધોતાં રહેવું જોઈએ . તેમણે કહ્યું કે , આ માટે મોંઘા સાબુ વાપરવાની કોઈ જ જરૂર નથી , કપડાં ધોવાનો સસ્તામાં સસ્તો સાબુ પણ ઉપયોગમાં લઇ શકાય છે ; શરત એટલી જ કે , સતત ૨૦ સેકંડ સુધી હાથમાં સાબુના ફીણ ચોળીને એકદમ સારી પેઠે ધોવા જોઈએ . – તૈલી પદાર્થની નીચે જીવે છે વાયરસ બીજી એક મહત્વની વાત કરતાં ડો . મહેતાએ જણાવ્યું કે , કોરોના વાયરસની ઉપર ચરબીનું કોટિંગ હોય છે , સતત વીસ સેકંડ સુધી સાબુથી હાથ ધોવાથી કે , સેનીટાઈઝરથી હાથ સાફ કરવાથી વાયરસની ઉપરનું ચરબીનું કોટિંગ ઓગળી જાય છે અને તેથી વાયરસ મરી જાય છે . પરંતુ , જો હાથ કે , ચહેરા પર વેસેલીન , ક્રીમ કે , કોઈપણ તૈલી પદાર્થ લાગેલો હોય તો એ તૈલી પદાર્થની નીચે કોરોના વાયરસ જીવિત રહે છે ; આ સંજોગોમાં માત્ર સેનીટાઈઝર અસરકારક રહેતું નથી અને સાબુથી જ હાથ , મોં ધોવાનું અનિવાર્ય છે . – કેવો ખોરાક લેવો જોઈએ ? કોરોના સંક્રમણ સામે રોગપ્રતિકારક શક્તિ વધારવાની બાબતે ડો . મહેતા જણાવે છે કે ,

પ્રોટીનની માત્રા વધારે હોય એવો ખોરાક એટલે કે , ભોજનમાં દાળ , કઠોળ , ફોતરાવાળા દેશી દાળિયા ( શેકેલા ચણા ) નું પ્રમાણ વધારે લેવું જોઈએ . સાથે જેમાં ઝીંકનું પ્રમાણ વધારે હોય એવો ખોરાક પણ સહાયક નીવડે છે . ઝીંક વધુ હોય એવી | ચીજોમાં , તકમરિયા , ટોફ , કાજુ , અળસીનો ભૂકો , કોળાના બીજ ( પંપકિન સીટ્સ ) , વિનોવા , પાલક , બ્રોકોલી , લસણ , મરામ , આખું અનાજ , ડાર્ક ચોકલેટ , ફોર્ટીફાઈડ ખાધ ચીજો વગેરેનો સમાવેશ થાય છે . આ ઉપરાંત , ખાટા ફળ ( સાઈટસ ફટ ) જેવાં કે , લીંબુ , સંતરાં , સફરજન , દ્રાક્ષ વગેરેનો પણ ભોજનમાં સારી માત્રામાં સમાવેશ કરવો જફ્રી છે . કોરોના વાયરસની સાથે જીવતા શીખવું પડશે આપણા દેશમાં હાલ કોરોના વાયરસ નિયંત્રણમાં છે એ સાચું પરંતુ , ‘ લોકડાઉન ‘ ઉઠી જતાં જ વાયરસ ઝડપભેર ફેલાવાનું જોખમ ઘણું ઊંચું રહેશે . આ સંજોગોમાં , આપણી સરકાર જે કોઈપણ સલાહ , સૂચન અને તકેદારીના પગલાં સૂચવે તેનું ચુસ્તપણે પાલન દરેક વ્યક્તિએ અનિવાર્યપણે કરવું આવશ્યક છે . આપણા દેશમાં હજુ તો આ માત્ર શરૂઆત છે . લોકો બેદરકાર રહેશે તો સ્થિતિ બેકાબુ બની શકે છે . ક્લે સ્વાઇન ફ્લ વગેરેની જેમ હવે દર વર્ષે કોરોના વાયરસથી પણ લોકો બીમાર પડશે . આ સંજોગોમાં પ્રત્યેક વ્યક્તિએ કોરોના સામે માનસિક રીતે પણ તૈયાર રહેતાં શીખવું પડશે . હવે પછી , જેટલી વધુ જાગૃતિ રાખીશું , સામાજિક દૂરી બનાવી રાખીશું અને કોરોનાના ચેપથી બચતા રહેશું તેટલા સ્વસ્થ રહી શકીશું તે હકીકત સહુ કોઇએ સતત નજર સમક્ષ રાખવાની રહેશે .

Leave a Comment