ઇન્દ્રવર્ણાના ફળ થતાં મૂળથી જુલાબ લાગે છે, કોઢ, ગાંઠ, પ્રમેહ, બરલ, શુષ્ક ગર્ભ, વિષ જેવા સર્વે રોગોને મટાડે છે

ઓળખીયે આયુર્વેદીક ઔષધીઓને …..

આયુર્વેદીક ઔષધીઓનો સામાન્ય પરીચય કરાવવામાં અહી કેટલીક બાબતો રજુ કરવામાં આવી છે દરેક ઔષધીઓનો ઉપાય પણ આપેલ છે દરેકને એકજ ઉપાય લાગુ પડી શકે નહીં કેમકે દરેક વ્યક્તિની પ્રકૃતી અલગ અલગ હોય છે એક ઉપાય કોઈને નીવડ્યો હોય તે ઉપાય બીજાને ન પણ નીવડે તેમ છતાં ઉપચારો કોઈ યોગ્ય વૈદ્ય, ડોકટર કે નિષ્ણાતોનું માર્ગદર્શન લઈને કરવા અહીં આ ઔષધીઓનો પરીચય તેમજ ઉપાય મુકવાનો હેતુ માત્ર માહિતીનો છે

(૧૫૩) ઇન્દ્રવર્ણા

ઇન્દ્રવર્ણાને તરબૂચની નાની બહેન કહે છે. તે વનવગડે ઉગતી વેલાળી ઔષધીય વનસ્પતિ છે. તેનું બોટનિકલ નામ સિટ્રુલસ કોલોસિન્થીસ (Citrullus colocynthis) છે અને તે ક્યુકરબિટેસી (Cucurbitaceae) કુળની વનસ્પતિ છે. તે Bitter Apple, Colocynth, Bitter cucumber, Egusi, Vine of Sodom, વગેરે જેવા સામાન્ય નામોથી ઓળખાય છે. સામાન્ય રીતે ઉત્તર પશ્ચિમની રેતાળ જમીનમાં, પંજાબ, સિંધ, અને મધ્ય અને દક્ષિણ ભારત, અને કોરોમંડેલના દરિયા કાંઠાના વિસ્તારોમાં કુદરતી રીતે મળી આવે છે. આ ઉપરાંત તે અરેબિયા, પશ્ચિમ એશિયા, ઉષ્ણકટિબંધીય આફ્રિકા અને ભૂમધ્ય પ્રદેશમાં પણ મળી આવે છે. તે મૂળભૂત વૈજ્ઞાનિક નામ કોલોસિન્થીસ સિટ્રુલસ હતું, પરંતુ હવે તેને સિટ્રુલસ કોલોસિન્થીસ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે.

તેના વેલા ઘણા લાંબા હોય છે. તેના પર્ણ તરબૂચના પર્ણ જેવા વિભાજિત હોય છે, જે 2 થી 3 ફાટાઓ વાળા હોય છે. નર અને માદા ફૂલ એકજ વેલા પર જુદા જુદા આવે છે, જે ફિક્કા પીળા રંગના હોય છે. ફળ ગોળાઈલેતા 2 થી 3 ઈંચ વ્યાસના પ્રથમ લીલા રંગના અને પાકે ત્યારે પીળા રંગના અને તેના પર સફેદ પટ્ટાઓ હોય છે. તે લીસા અને ચમકતા હોય છે. બીજ ભુરા, લીસા, ચળકતા, લંબગોળ અને ચપટા હોય છે. ફળ અને આખો વેલો કડવો હોય છે.

ઇન્દ્રવર્ણાના ફળ એટલા તો કડવા હોય છે કે તે તેની કડવાસ માટે પ્રસિદ્ધ છે અને કવિ શામળ ભટ્ટ વર્ણન કરતા કહે છે કે :-
ઇન્દ્રવારણા હોય, કોઈ ખાતે નવ ખાય
આવળ કેરા ફૂલ, તેથી સુગંધ ન પમાય
ઇન્દ્રવર્ણાના ફળ થતાં મૂળથી જુલાબ લાગે છે. તે પિત્ત, ઉદરવિકાર, કફ, કોઢ, ગાંઠ, પ્રમેહ, બરલ, શુષ્ક ગર્ભ, વિષ જેવા સર્વે રોગોને મટાડે છે તેવું ચરકસંહિતામાં લખ્યું છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles