બાળકો કેરોસીન , અન્ય રસાયણ કે દવા પી જાય તો તરત કરો આ કામ

બાળકોમાં જન્મજાત કુતુહલવત્તિ I હોય છે . આ વૃત્તિને વશ થઈ તેઓ કોઈ ને કોઈ ચીજવસ્તુઓને મોઢામાં મૂકી તેનો અનુભવ લેવા પ્રેરાય છે . માત્ર પાણીનો જ સ્વાદ નહીં તેઓને કેરોસીન ઉપરાંત અન્ય 1 0 હેલ્થ ઇઝ વેલ્થ રસાયણોનો સ્વાદ ચાખવાની ઈચ્છા પણ થાય છે .

ઘરમાં બનતી ઘટનાઓમાં કેરોસીન ઉપરાંત બાળકો નીચે દર્શાવેલી વસ્તુઓ મોઢામાં પધરાવી આફત નોતરે છે .

૧ . બાટલીની દવા કે ટીકડી .

૨ . જંતુનાશક દવાઓ .

૩ . કેરોસીન , તેલ , લાદી સાફ કરવાનું પ્રવાહી સ્પિરિટ .

૪ . સાબુ , ફિનોલની ગોળી , અનાજમાં નાખવાની ટીકડી . આપણા દેશમાં બાળકોની ઝેર પીવાની ઘટનાઓમાં મુખ્ય ઘટના કેરોસીન પી જવાની હોય છે , કારણ કે . .

• કેરોસીન એ ઘરવખરીની ચીજ હોવાથી દરેક ઘરમાં તેની હાજરી હોય છે .

• કેરોસીન અને કેટલાંક અન્ય રસાયણોની તીવ્ર વાસ બાળકને આકર્ષે છે , એટલે તે ત્યાં જઈ પહોંચે છે . મધ્યમવર્ગનાં કુટુંબોમાં કેરોસીનનો ઉપયોગ અધિક થાય છે . તેને હાથવગું રાખવા કેરોસીન ભરેલું ડબલું ઘરના ખૂણામાં , જમીન પર નીચે જ રાખવામાં આવે છે . ત્યાં બાળક આસાનીથી જઈ પહોંચે છે . માતા – પિતાને એવો ખ્યાલ પણ હોતો નથી કે બાળક કેરોસીન પી શકે છે . અને ખ્યાલ હોય તો તેઓ ડબલું અભેરાઈ ઉપર ચડાવી મૂકવાની તકેદારી રાખતાં નથી .

ખાસ નોંધ – આજકાલ બ્લેકલરનું કેરોસીન મળે છે . આવું કેરોસીન બાળક પીએ છે ત્યારે તેની હાનિકારકતા બેવડાય છે . કેરોસીનની અંદર ભેળવેલું લૂ રસાયણ શરીરની પેશીઓનો , ખાસ કરીને ફેફસાંનો કચ્ચરઘાણ કરી નાખે છે . કેરોસીનની શરીરમાં કેવી અસર થાય : ૩૦ મિલિ . ( છ ચમચી ) થી વધારે કેરોસીન પીધું હોય તેવો કેસ જોખમી ગણાય .

• પ્રથમ ૨૪ કલાક વધુ ગંભીર ગણવા . – કેરોસીન ગટગટાવી ગયેલું બાળક ડૉક્ટરની સામાન્ય સારવારથી શરૂઆતમાં સ્વસ્થ જણાય છે , પરંતુ પેટમાં ગયેલું કેરોસીન ફેફસાંમાં પહોચે એટલે ન્યુમોનિયા થાય છે . જેને કારણે બાળક હાંફે છે . ૬થી ૨૪ કલાકમાં આવાં લક્ષણો દેખાય છે . કેરોસીન અને અન્ય હાઈડ્રોકાર્બન શ્વસનતંત્ર માટે હાનિકારક હોય છે . •

કોઈ કેસમાં , મગજમાં તેની ઘાતક અસર થાય તો બાળક બકવાસ કરે , તેને આંચકી આવે , અને તે બેભાનાવસ્થામાં સરી પડે . • પેટના આંતરડાની ગતિ – ક્રિયા વધી જાય છે અને તેથી ઝાડા – ઊલટી થાય છે . • બાળક કેરોસીન કે જલદ ૨સાયણ પી ગયું હોય તો તત્કાલ શું કરવું ?

• બાળક કેરોસીન કે કોઈ જલદ રસાયણ પી ગયું હોય તો તેને ઊલટીઓ કરાવવાની કોશિશ ન કરવી . મોઢામાં આંગળા નાખી ઊલટીઓ કરાવવાની મથામણ એટલે બાળકને ઊલમાંથી ચૂલમાં નાખવાની ક્રિયા . ઊલટી થવાથી કેરોસીન રસાયણ ફેફસાંમાં જઈ શકે છે , જે ન થવું જોઈએ .

• કેરોસીન કે રસાયણથી ખરડાયેલાં કપડાં કાઢીને દૂર કરવાં . • બાળકને ત્વરિત હોસ્પિટલ પહોંચાડવું . જે રસાયણ પીધું હોય તેનું ડબલું સાથે લઈ જવું . ડબલા ઉપર તે દવાની ઘાતક અસરના નિવારણની વિગત છાપેલી હોય છે . આવી વિગત ડૉક્ટરને સારવાર કરવામાં મદદરૂપ થાય છે . ડૉક્ટર લીલીઝંડી ન આપે ત્યાં સુધી દૂધ કે અન્ય આહાર ન આપવો .

• મોઢામાં ફીણ આવતાં હોય કે પીધેલું રસાયણ ટપકતું હોય તો તે હળવે હાથે લૂછી નાખવું . • આવી શરમજનક ઘટનાનું પુનરાવર્તન ન થાય એટલે રસાયણો અને દવાઓ બાળકની પહોંચની બહાર રાખવાં . ઘરની અભેરાઈ ઉપર જ મૂક્યાં . ( બાળ ઉછેર બે હાથે પુસ્તકમાંથી સાભાર ) IIII , ગા

Leave a Comment