આ ચિહનો હોય તો ચેતજો હોય શકે છે કિડનીના રોગો

કિડનીનાં જુદા જુદા રોગોના અલગ અલગ ચિહનો હોય છે. જે રોગ નાં પ્રકાર અને તીવ્રતા પર આધાર રાખે છે. ઘણી વખત ચિહનો કિડની સંબધીત તકલીફ દર્શાવતા નથી. અને કીડનીને કારણે સામાન્ય તકલીફ હોય તેવા દર્દીઓમાં વહેલું નિદાન થઇ શકતું નથી.

સામાન્ય જોવા મળતા ચિહનો. મોં અને પગ પર સોજા:સામાન્ય રીતે કિડનીની તકલીફ વાળા દર્દીઓમાં મોં, પગ અને પેટ પર સોજા જોવા મળે છે. કિડની ના દર્દીઓ માં સોજા ચડવાની લાક્ષણીકતા એ છે કે તે આંખની નીચે ના પોપચાથી શરૂ થાય છે. અને સવારે વધુ જોવા મળે છે. કિડની ફેલ્યર તે સોજા હોવા માટે નું સામાન્ય અને મુખ્ય કારણ છે. પરંતુ દર વખત સોજા હોવા તે કિડનીનો રોગ છે. તેમ સૂચવતું નથી.કેટલાક કિડનીના રોગોમાં કિડનીની કાર્યક્ષમતા બરાબર હોવા છતાં સોજા મળે છે (Nephrotic Syndrome). બંને કિડની ઓછું કામ કરતી હોય તેવા અમુક દર્દીઓમાં સોજા જોવા મળતાજ નથી અને તેથી આવા દર્દીઓમાં નિદાન ઘણું મોડું થાય છે.

સવારે મોં તથા આંખ પર સોજા આવવા તે કિડનીના રોગની સૌં પ્રથમ નિશાની હોઈ શકે છે. ભૂખ ઓછી લાગવી,ઉલટી ઉબકા થવા: ભૂખ ઓછી લાગવી, ખોરાક બેસ્વાદ લાગવો અને ખોરાક ની માત્રા મા ઘટાડો થવો તે કિડની ફેલ્યર ના દર્દીઓમાં સામાન્ય રીતે જોવા મળતા ચિહનો છે. કિડનીના રોગ મા વધારો થતા કિડની વધુ બગડવા સાથે લોહીમાં ઉત્સર્ગ અને ઝેરી પદાર્થોનું પ્રમાણ વધતા દર્દીને ઉલ્ટી ઉબકા અને હેડકી આવે છે. નાની ઉમરે લોહીનું ઊંચું દબાણ :કિડની ફેલ્યર ના દર્દીઓમાં લોહીનું ઊંચું દબાણ હોવું સામાન્ય છે. પરંતુ જો નાની ઉમરે (૩૦ વર્ષ કરતા ઓછી) અથવા નિદાન વખતે લોહીનું દબાણ ખુબજ ઊંચું હોવું તે કિડની રોગની તકલીફ સુચવી શકે છે. લોહીમાં ફિક્કાસ અને નબળાઈ: નબળાઈ, જલદી થાક લાગવો કામમાં રૂચી ન લાગવી લોહીમાં ફિક્કાશ (એનીમીયા) વગેરે ક્રોનિક કિડની ફેલ્યરના સામાન્ય ચિહનો છે. ઘણી વખત કિડની ફેલ્યરના પ્રાથમિક તબક્કે આટલીજ ફરિયાદો જોવા મળે છે. એનીમીયા માટે જરૂરી બધીજ પ્રાથમિક સારવાર આપવા છતા જો લોહીમાં હિમોગ્લોબીનનું પ્રમાણ ના સુધરે તો કિડનીની તપાસ અચૂક કરાવવી જોઈએ.

સામાન્ય ફરિયાદો: કમર નો દુખાવો, શરીર તૂટવું, ખંજવાળ આવવી, પગ દુખવા, આ બધા ચિહનો કિડની રોગના ઘણા દર્દીઓમાં વારંવાર જોવા મળે છે. નાની ઉમરે લોહી નુ ઉંચુ દબાણ રેહવુ તે કિડનીની તકલીફની ભયસુચક નિશાની હોઈ શકે છે. શરીર નો વિકાસ ઓછો થવો, ઉંચાઈ ઓછી થવી અને લાંબા હાડકાઓ વળી જવાની કિડની ફેલ્યરના બાળકોમાં સામાન્ય રીતે જોવા મળે છે.

પેશાબમા ફરિયાદો : પેશાબ ઓછો આવવો અને સોજા ચડી જવા એ કિડનીના ઘણા રોગોમાં જોવા મળતી સામાન્ય ફરિયાદ છે. પેશાબ મા બળતરા થવી,લોહી કે પરુ આવવા,વારંવાર પેશાબ લાગવો આ બધા મૂત્રમાર્ગના ચેપના ચિહનો છે.

પેશાબ ઉતારવામાં તકલીફ થવી,જોર કરવું પડે પેશાબ ટીપે ટીપે ઉતરવો કે પેશાબ ની ધાર પાતળી આવવી તે મૂત્રમાર્ગ માં અવરોધ સૂચવે છે. મૂત્રમાર્ગમા અવરોધમાં વધારો થતા પેશાબ સંપૂર્ણપણે બંધ થઇ જવાની ફરિયાદ પણ કેટલાક દર્દીઓમાં જોવા મળે છે.

દર્દીઓમાં ઉપર મુજબ ના અમુક ચિહનો ની હાજરી હોવા છતાં એ જરૂરી નથી કે તે દર્દી ને કિડની રોગ છે. પરંતુ જે વ્યક્તિઓમાં ઉપર મુજબના ચિહનો જોવા મળે,તેવી વ્યક્તિઓએ વહેલાસર ડોક્ટર પાસે જઈ તપાસ કરાવવી હિતાવહ છે. એ યાદ રાખવું જરૂરી છે કે કેટલીક વખત કિડનીના ગંભીર રોગ હોવા છતાં તેના કોઈ નોંધપાત્ર ચિહનો જોવા મળતા નથી અને આવા દર્દીઓમાં દર્દીઓમાં રોગનું નિદાન ઘણું મોડું થાય છે.

Leave a Comment