ભરેલા મરચા બનાવવાની રીત અચૂક વાંચો અને શેર કરો

મરચા આમ તો દરેક વાનગીમાં સ્વાદ વધારવાનું કામ કરે છે. પરંતુ સ્પેશિયલ મરચાની વાનગી કરીએ તો તેનું ……. નામ સાંભળતા જ કેટલાકના મોં મા તીખાશ વ્યાપી જશે અને તેઓ માની લેશે કે મરચાની જ વાનગી બનાવીએ તો તે ચોક્કસ બહું જ તીખી હશે અને તેને ખાવી મુશ્કેલ બનશે. પરંતુ અમે તમને આજે મરચાની એવી વાનગી જણાવીશું જે તમેં હોંશે હોંશે ખાવાનું પસંદ કરશો.

વઢવાણ ની સ્પેશીયાલીટી ..ભરેલા મરચા અહીં પ્રસ્તુત છે….

  •  સામગ્રી :-
  • વઢવાણી મરચા : ૧૦૦ gm
  • – શેકેલ ચણાનો લોટ : ૧૦૦ gm
  • – તેલ : ૪ ટી.સ્પુન
  • – ધાણાજીરું : ૫ ટી.સ્પુન
  • – મીઠું : જરૂર પ્રમાણે
  • – ખાંડ : ૧ ૧/૨ ટી.સ્પુન
  • – ગરમ મસાલો : ૧/૨ ટી.સ્પુન
  • – હળદર : ૧/૨ ટી.સ્પુન
  • – તેલ : ૩ ટી.સ્પુન
  • – હિંગ : ચપટી
  •  રીત :-

સૌ પ્રથમ મરચા ને સરખી રીતે ધોઈ વચ્ચેથી કાપા પાડી તેના બી કાઢી નાખવા. હવે ચણાના લોટમાં તેલ નાખી તેને શેકવો. હવે આ લોટમાં ૨ ટી.સ્પુન જેટલું તેલ નાખી તેમાં ધાણાજીરું, મીઠું, હળદર, ખાંડ, ગરમ મસાલો, બધું જ મિક્સ કરી મિશ્રણ તૈયાર કરવું. હવે અન્ય એક કડાઈ માં તેલ નો વઘાર કરી ચપટી હિંગ નાખી, મરચા વઘારવા. ગેસનો તાપ ધીમો જ રાખવો.૧૦ મિનીટ માં ભરેલા મરચા રેડી થઇ જશે……..!

Leave a Comment