લોહીનુ ઊંચુ દબાણ હોય તેને આ ફળ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા

નારંગી : નારંગી હૃદયને બળ આપનાર , પચવામાં હલકી , અગ્નિ પ્રદીપક , બળપ્રદ , ભોજન પચાવનાર , બળતરા દૂર કરનાર , શ્રમહર , વાયુનાશક , રુચિપ્રદ , પૌષ્ટિક તેમજ ઉદર કૃમિ અને ઉદરશૂળ દૂર કરનાર છે . એમાં વિટામિન સી ‘ પ્રચુર માત્રામાં અને વિટામિન ‘ એ ‘ ‘ બી ’ અને ‘ ડી ’ પણ અલ્પ માત્રામાં રહેલાં છે . ( ૧ ) સવાર – સાંજ એક એક નારંગીનો રસ લેવાથી પિત્તનું શમન થાય છે . જઠર , આંતરડાં , મૂત્રપિંડ વગેરે અવયવો શુદ્ધ થાય છે . નારંગી ખાવાથી પેટમાંનો વાયુ દૂર થાય છે . ( ૨ ) નારંગી ખાવથી લોહીનું ઊંચું દબાણ ઘટે છે , ( ૩ ) નારંગી ખાવાથી શરીરની ખોટી ગરમી દૂર થાય છે . ( ૪ ) નારંગી ખાવાથી ગૂમડાં દૂર થાય છે . ( પ ) નારંગી ખાવાથી ચામડીનાં દર્દો દૂર થાય છે . ( ૯ ) નારંગી ખાવાથી કૃમિનો નાશ થાય છે . ( ૭ ) રાત્રે સૂતી વખતે એક – બે નારંગી ખાવાથી કબજિયાત મટે છે . નારંગીનો રસ જૂની કબજિયાતને પણ દૂર કરી શકે છે . ( ૮ ) નારંગીની છાલ ચહેરા પર ઘસવાથી ખીલમાં ફાયદો થાય છે .

નારંગી ખાવાના ફાયદા – નારંગીનું સેવન એક તરફ શરદીમાં રાહત પહોંચાડે છે , તો બીજી તરફ સૂકી ખાંસીમાં ફાયદો કરે છે . તે કફને પાતળું કરી બહાર કાઢે છે – નારંગીમાં પ્રચૂર પ્રમાણમાં વિટામિન સી , આયર્ન અને પોટેશિયમ હોય છે . નારંગીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં ઉપલબ્ધ ફ્રુક્ટોઝ , ડેસ્ટ્રોઝ , ખનિજ તથા વિટામિન શરીરમાં પહોંચતા જ ઊર્જા પ્રદાન કરવાનું શરૂ કરી દે છે . – નારંગીનું નિયમિત સેવન કરતા મસાની બીમારીમાં ફાયદો મળે છે . રક્તસ્રાવ રોકવાની તેમાં અદ્દભુત ક્ષમતા છે , – નારંગીનાં સેવનથી દાંત અને પેઢાનાં રોગો પણ દૂર થાય છે . – પેટમાં ગૅસ , અપચો , સાંધાનો દુઃખાવો , હાઈ બીપી , સંધિવા , બેરીબેરી રોગમાં પણ સંતરાનું સેવન ખૂબ જ લાભકારક હોય છે

Leave a Comment