કમળો થાય ત્યારે ખાવ આ ખોરાક તરત અસર ઘટી જશે

કમળો થાય ત્યારે ખાવ આ ખોરાક બદલાવાની સાથે જ કમળો ( જોન્ડિસ ) નો પ્રકોપ વધી રહ્યો છે . કમળાનો આયુર્વેદમાં ચોક્કસ ઉપાય છે . આયુર્વેદ ચિકિત્સકોના અનુસાર જો મકોય ( સરપોપટા ) ના પાનને ગરમ પાણીમાં ઉકાળીને તેનું સેવન કરો તો રોગથી જલદી રાહત મળે છે . મકોય સરપપટા ) કમળાની અચૂક દવા છે અને તેનું સેવન કોઈપણ રીતે કરી શકાય તે સ્વાથ્ય માટે લાભદાયક જ હોય છે . ચિકિત્સક કહે છે કે જ્યારે પણ રોગીને લાગે કે તેનું શરીર પીળું થઈ રહ્યું છે તથા તેને કમળો હોઈ શકે છે , તો તે પાણીની માત્રા વધારી દો કેમકે પાણીની માત્રા ઓછી થવાથી શરીરમાંથી ઉત્સર્જિત થનાર તત્વ લોહીમાં ભળી જાય છે . તેનાથી વ્યક્તિની હાલત બગડવા લાગે છે . ચિકિત્સક જણાવે છે કે જો કાચું પપૈયું સલાડના રૂપમાં ખાશો તો પણ કમળાની અસર ઓછી થશે . ઘણા લોકો એવું માને છે કે કમળોના રોગીએ ગળ્યું ના ખાવું જોઈએ જ્યારે આયુર્વેદ ચિત્સિક એવું નથી માનતા તેમનું કહેવું છે કે કમળાના રોગીએ ગાયના દૂધમાંથી બનેલ પનીર અને છાશના રસગુલ્લા આરામથી ખાઈ શકો છો તે દર્દીને કોઈ નુકશાન નહી પરંતુ લાભ પહોંચાડે છે . તેના ઉપરાંત જે વ્યક્તિને કમળો થઈ ગયો છે તેને બીજું શું શું ખાવું જોઈએ જાણો . મૂળાનો રસમાં એટલી તાકાત હોય છે કે તે લોહી અને લિવરમાંથી વધારાના બિલીબીનને નીકાળી શકે . દર્દીને દિવસમાં ૨ થી ૩ ગ્લાસ મૂળાનો રસ જરૂર પીવો જોઈએ . ધાણાના બીજ ઘાણાના બીજને આખીરાત પાણીમાં પલાળીને રાખો અને પછી તેને સવારે પી લો . ધાણાના બીજવાળા પાણીને પીવાથી લીવરમાંથી ગંદકી સાફ થાય છે . જવ જે તમારા શરીરના લીવરની બધી જ ગંદકીને સાફ કરવાની ક્ષમતા રાખે છે . ટામેટાનો રસ ટામેટામાં વિટામીન સી મળી આવે છે ,

એટલે તે લાઇકોપીનમાં રિચ હોય છે , જે કે એક પ્રભાવશાળી એન્ટીઓક્સીડેન્ટ હોય છે . એટલે ટામેટાંનો રસ લીવરને સ્વસ્થ બનાવવામાં લાભદાયક હોય છે . આમળા મળોમાં પણ વધુ પ્રમાણમાં વિટામીન સી મળી આવે છે . તમે આમળાનેં કાચા કે પછી સૂકવીને પણ ખાઈ શકો છો . તેના ઉપરાંત તેને લીવર સાફ કરવા માટે જ્યુસની રીતે પણ ઉપયોગ કરી શકો છો . તુલસીના પત્તા આ એક પ્રાકૃતિક ઉપાય છે જેનાથી લીવર સાફ થાય છે . સવાર સવારમાં ભૂખ્યા પેટે ૪-૫ તુલસીના પાન ખાવા જોઈએ . લીંબુનો રસ લીંબુના રસને પાણીમાં નિચોવીને પીવાથી પેટ સાફ થાય છે . તેને રોજ ભૂખ્યા પેટે સવારે પીવું યોગ્ય હોય છે . પાઈનેપલ પાઈનેપલ એક બીજા પ્રકારનું ફળ : છે જે અંદરથી સિસ્ટમને સાફ રાખે છે . શેરડીનો રસ જ્યારે તમે કમળાથી તપી રહ્યા હોય તો , તમારે શેરડીનો રસ જ પીવો જોઈએ . તેનાથી કમળામાં સારું થવામાં તરત જ સહાયતા મળે છે . દહીઃ દહીં સરળતાથી પચી જાય છે અને તે પેટને પ્રોબાયોટિક પ્રદાન કરે છે . આ એક સારો બેક્ટરિયા હોય છે જે જોન્ડિસથી લડવામાં સહાયક હોય છે .

Leave a Comment