ગર્ભાવસ્થામાં આ મુજબ પરેજી અને ધ્યાન રાખવું આવશ્યક

  • તીખું, ખારૂં, ખાટું બિલકુલ ઓછું લેવું.  મુખ્યત્વે ગળ્યો, રુચિકર, મનને ગમે તેવો હલવો ખોરાક લેવો. ખોરાકની સાથે દૂધ (શક્યતઃ ગાયનું), કેરીનો રસ, નાળીયેરનું પાણી, શીરો (રાબ) તેમજ સારો, સાત્વિક, પૌષ્ટિક અને ઝડપથી પચે તેવો ખોરાક લેવો.
  • ઉપવાસ – એકટાણાં ન કરવાં. • એકસાથે વધારે ન જમતાં થોડું – થોડું સમયાંતરે જમવું.
  • ચા-કોફી તેમજ અન્ય વ્યસન હોય તો તેનાથી દૂર રહેવુ.
  • વાયુ કરે તેવા વાલ, વટાણાં, પાપડી, ચોળી, ચણાં, બટાટાં વધારે ન લેવાં. વધારે તીખું, ખારૂં, ખાટું, તળેલું, આથેલું ન લેવું.
  • દહીં, ફ્રીજનું પાણી, ફ્રીજમાં મૂકેલી વસ્તુઓ ન લેવી. હંમેશા તાજો જ આહાર લેવો.
  • ફ્રૂટ તેમજ દૂધની વાનગીઓ વધારે લેવી.
  • આરામ રાખવો. વજન ઊંચકવું નહિં, મુસાફરી કરવી નહિં. વધારે પરિશ્રમ કરવો નહિં.
  • પવિત્ર અને સ્વચ્છ વસ્ત્રો પહેરવાં. નિયમિત રીતે પૂજન-પ્રાર્થના અને સત્સંગ માં વ્યસ્ત રહેવું.
  • ઘોંઘાટ, ઝઘડાં વગેરે મોટા અવાજ વાળાં સ્થળથી દૂર રહેવુ.
  • સારું બોલવુ, સારું સંભળવું, સારું જોવું અને સારું વિચારવું.
  • નિયમિત દવાનું સેવન કરવું
  • ઉજાગરાં કરવાં નહિ. સંયમ પાળવો. કઠણ પથારી પર સૂવું નહિં કે જમીન પર પથારી કરીને સૂવું નહિં.
  • દુર્ગંધિત જગ્યાએથી દૂર રહેવું. • ગુસ્સો, ચિંતા, શોક કરવાં નહિં. હંમેશા આનંદમાં રહેવુ.
  • પોતાના બાળકને કેવું બનાવવું છે તે અનુસાર મનને કેળવવું અને તે માટે તે જ પ્રકારનું વાંચન અને મનન- ચિંતન રાખવું.
  • વાસી ખોરાક ન લેવો. મેંદાની વસ્તુઓ ન લેવી, બ્રેડ, બિસ્કીટ, પાઉં તેમજ અન્ય બેકરીની વસ્તુઓ ન લેવી.
  • અથાણાં તથા ખમણ, ઢોકળાં, હાંડવો, ઈડલી, ઢોંસા તેમજ અન્ય આથો લાવીને બનાવવામાં આવતી વસ્તુઓ ન લેવી. • દહીં, છાશ, લિંબુ, ટામેટાં, આમલી, કોકમ વગેરે તમામ ખટાશ બંધ કરવી
  • ખાવાના સોડાવાળી વસ્તુઓ જેવી કે ગાંઠીયા ફાફડાં, ખમણ, ભજીયા તેમજ અન્ય ફરસાણ ન લેવાં. પીવાની સોડા અને ઠંડા પીણાંથી દૂર રહેવું.
  • બહારનાં નાસ્તાથી દૂર રહેવું.

વિરુદ્ધ આહાર:

  • વિરુદ્ધ આહાર એ મોટાભાગના રોગ કરનારો છે, તેથી તેનાથી દૂર રહેવું. દૂધ સાથે કોઇપણ ફળો, દહીં, છાશ, લસણ, ડુંગળી, મૂળાં, ગોળ તેમજ બધી જ ખટાશ એ વિરુદ્ધ આહાર છે. દહીં સાથે ગોળ, મૂળાં વિરુદ્ધ આહાર છે.
  • દહીં વજન વધારનારૂ અને શરીરની તમામ નળીઓમાં અવરોધ કરનારું છે. તેથી રોગી માણસે તેનું સેવન ન કરવું. એકપણ દિવસ પાડ્યા વિના નિયમિત દવા લેવી.

ગર્ભાવસ્થામાં પરેજી અને ધ્યાન રાખવું આવશ્યક

Leave a Comment