કેળા સ્વાદમાં ખૂબ જ મીઠા હોય છે મોટાભાગના લોકોને કેળા ખાવાનું ખુબ જ પસંદ કરતા હોય છે. આ ઉપરાંત કેળા ની અંદર અનેક પ્રકારના ઔષધીય ગુણો પણ રહેલા હોય છે. જેથી કરીને કેળા, તેના પાન અને તેના મૂળ દરેક વસ્તુઓ વિવિધ પ્રકારની ઔષધિ બનાવવામાં ઉપયોગમાં લેવાતા હોય છે. શું તમે જાણો છો કાચા કેળા પણ અનેક પ્રકારના ઔષધીય ગુણો ધરાવે છે અને કાચા કેળાનું સેવન કરવાના કારણે તમે પણ અને પ્રકારની બીમારીઓથી દૂર રહી શકો છો.
આપણે દરેક જાણીએ છીએ કે કેળાના પાનનો ઉપયોગ દક્ષિણ ભારતની અંદર રસોઈ પીરસવા માટે પણ કરવામાં આવે છે. કેળા ના પાન ને ખૂબ જ શુભ માનવામાં આવે છે. અપને સુ કેળના પન્નો ઉપયોગ સત્યનારાયણની કથામાં પણ કરવામાં આવે છે આ ઉપરાંત કેળાના પાન ફૂલ અને તેના મૂળની અંદર અનેક પ્રકારના ઔષધીય ગુણો હોય છે. જેના કારણે કોઈ પણ વ્યક્તિ પોતાની અનેક બીમારીઓને દૂર કરી શકે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કાચા કેળા ના કારણે તમારા સ્વાસ્થ્યને થતા લાભ વિશે.
જે વ્યક્તિઓને ડાયાબિટીસની સમસ્યા હોય તે વ્યક્તિઓ હંમેશાને માટે કેળાનું સેવન કરવાથી દૂર રહેતા હોય છે. પરંતુ જો સંતુલિત માત્રામાં કાચા કેળાનું સેવન કરવામાં આવે તો તે કોઈપણ વ્યક્તિ માટે લાભકારી સાબિત થાય છે. કાચા કેળા ની અંદર રહેલો ગર્ભ અનેક પ્રકારની બીમારીઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત કાચા કેળા નો પાઉડર પણ અનેક પ્રકારની બીમારીઓને દૂર કરવામાં લાભકારી સાબિત થાય છે.
કાચા કેળા ની અંદર ભરપૂર માત્રામાં ખનિજ અને વિટામીન હોય છે. સાથે સાથે તેની અંદર વિટામિન એ અને વિટામિન સી હોય છે. જે તમારા શરીરને જરૂરી એવા વિટામીન્સ અને મીનરલ્સ પૂરા પાડે છે. જો કાચા કેળા ના પાવડરનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારા પેટની અંદર રહેલા બધા જ કૃમિ દૂર થઈ જાય છે. કાચા કેળા ની અંદર ઝીરો ટકા કોલેસ્ટ્રોલ હોય છે. આથી તેનું સેવન કરવાના કારણે કોલેસ્ટ્રોલની સમસ્યા રહેતી નથી.
કાચા કેળા નો રસ લોહી ની ઉલટી તેમજ ઝાડા અને હરસ જેવી સમસ્યાઓ માટે કાચા કેળા રામબાણ ઈલાજ માનવામાં આવે છે. એક ગ્લાસ પાણી ની અંદર એક ચમચી જેટલો કાચા કેળા નો રસ મેળવી ત્યારબાદ તેને 20 મિનિટ સુધી ઉકાળો અને ઠંડુ થાય ત્યારબાદ અડધો કપ જેટલી માત્રામાં દિવસમાં ત્રણથી ચાર વખત તેનું સેવન કરવામાં આવે તો તેના કારણે અનેક સમસ્યાઓમાં લાભદાયી છે. આ મિશ્રણનો સ્વાદ વધારવા માટે તમે તેની અંદર લીંબુનો રસ પણ મેળવી શકો છો.