10.8 C
New York
Saturday, December 14, 2024

આયર્ન, પોટેશિયમ અને વિટામિનથી ભરપૂર આરોગ્ય,ત્વચા અને વાળ માટે ખૂબ લાભદાયી છે

ફેંકશો નહીં તરબૂચના બીયા ઘણા ફાયદાકારી છે.

તરબૂચ તો તમે ખાતા હશો પણ તેના બીયાંનું શું કરો છો ? દેખીતુ છે કે તમે એને ફેંકી દેતા હશો. પરંતુ એના લાભ જાણ્યાં પછી કદાચ તમે એવું નહી કરો.તરબૂચની છાલમાં કાર્બોહાઈડ્રેટ, વિટામિન-સી, વિટામિન-એ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝીંકનું પ્રમાણ વધઝારે હોય છે. ત્યારે આ સફેદ ભાગમાં Citrulline હોય છે. તે ફ્રી રેડિકલ્સથી બચવામાં મદદગાર સાબિત થયા છે. આ એક એનિમો એસિડ છે, જે હૃદયમાં લોહીનું સંચાર અને પ્રતિરક્ષા પ્રણાલી માટે જરૂરી છે.

તરબૂચના બીયાંને ચાવીને ખાવ કે તેલનો ઉપયોગ કરો બંનેના ફાયદા એકસમાન છે. આયર્ન, પોટેશિયમ અને વિટામિનથી ભરપૂર તરબૂચના બીયાં આરોગ્ય,ત્વચા અને વાળ માટે ખૂબ લાભદાયી છે.

એમાં રહેલ મેગ્નેશિયમ હૃદયની કામગીરી સામાન્ય રાખે છે. અને મેટાબોલિક સિસ્ટમોને આધાર આપે છે. તે હૃદય રોગો અને હાયપરટેન્શનમાં પણ ઉપયોગી છે.

ડની અને હાર્ટ માટે તરબૂચની છાલ સારી છે. તેમાં Citrulline હોય છે, જે રક્ત પ્રવાહને સુધારે છે અને હૃદયની નિષ્ફળતા અને કોરોનરી આર્ટરી ડિસિઝની બિમારીથી પણ રક્ષણ આપે છે. આટલું જ નહીં, તે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા અને વજન ઘટાડવામાં પણ મદદગાર છે. તે રક્ત વાહિકાઓને પાતળી કરે છે. તરબૂચની છાલમાં લાઇકોપીન નામનું તત્વ હોય છે જે બળતરા ઘટાડવામાં મદદગાર છે.

– શુગર રાખે નિયંત્રણમાં

– તરબૂચ બીજ થોડા પાણીમાં ઉકાળી. આ પાણીને દૈનિક ચા ની જેમ ઉપયોગમાં લો. આ બ્લ્ડ શુગરને નિયંત્રણમાં રાખે છે.

– યુવા ત્વચા માટે

એમાં અનસેચુરેટેડ ફેટી એસિડ્સ હોય છે , ત્વ્ચાની કોમળતાને જાળવી રાખે છે. એમાં રહેલો એંટીઓક્સિડેટ કરચલીઓ દૂર કરે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles