સુશ્રુત સહિંતામાં લખેલ ઓપરેશનથી બચવાના ખાસ ઉપાયો

ઓપરેશનથી બચો આયુર્વેદમાં આઠ અંગોનું નિરૂપણ છે . તેમાંનું એક અંગ છે શલ્યતંત્ર એટલે શસ્ત્રકર્મ જેને અંગ્રેજીમાં સર્જરી કહે છે . ભગવાન ધન્વન્તરિ અને સુશ્રુત બંને શ્રેષ્ઠ શસ્ત્રવિદ્યા વિશારદ હતા . સુશ્રુત સહિંતામાં લખેલ સર્જરીનું વર્ણન અત્યારે પણ પાયાના સિદ્ધાંતો તરીકે સ્વીકારાય છે . આયુર્વેદ ઓપરેશનનો વિરોધ નથી કરતું . જેને લઇને બીજા અંગો અને છેલ્લે સ્વાથ્ય તથા જીવ ઉપર જોખમ આવી પડતું હોય તો તેને તો શસ્ત્રક્રિયાથી કાઢી જ નાખવું તે સલાહ ભરેલું છે . પણ એટલું જ કે ઓપરેશન કરાવતાં પહેલાં સાત વાર વિચાર કરવો . ને તે દવાથી મટતું હોય તો તે જ પહેલા કરવું .

( ૧ ) ચિકિત્સા : માસિક ખૂબ આવતું હોય તો ગર્ભાશય કઢાવતા પહેલા થોડો વખત ઔષધિઓમાં – શતાવરી ચૂર્ણ , આમલકી ચુર્ણ , જેઠીમધનું ચુર્ણ , પ્રવાલભસ્મ , ગૌરિક ચુર્ણ વગેરે લેવા . ( ૨ ) કાકડા ક્વાવતા પહેલાં ઔષધથી મટાડવા પ્રયત કરવો . હળદરનું સેવન કરવું અથવા ગરમ પાણીમાં નાખી કોગળા કરવા તથા ત્રિફલા ગૂગળની ૨-૨ ગોળી દિવસમાં ૩ વાર પાણી સાથે લેવી . કાલક ચુર્ણ ચરકે બતાવેલ છે . તે ગળાના બધા જ રોગમાં કામ આપે છે . ( ૩ ) એપેન્ડીક્સના લક્ષણો લાગે ત્યારે રિડકાદિવટી દિવસમાં ૩ વાર લેવી અથવા પ્રવાલ પંચામૃત ૨ થી ૩ રતી દિવસમાં ૩ વાર લેવી . ( ૪ ) હરસને સૂકવવા સૂરણનું શાક તથા મોળી તાજી છાશ અને હરડે લેવાથી હરસ ખરી પડે છે . તથા ચિત્રકની છાલનું ચુર્ણ અડધા તોલા જેટલું પાણી લઈ ઉકાળવું ને સ્ટીલની તપેલીમાં અંદર આજુબાજુ લગાડી દેવું . તે સૂકાય પછી દૂધ

Leave a Comment