ટાઢિયો તાવ મટાડવા માટે અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર

1) 1 કપ અતિશય ગરમ પાણીમાં 1 ચમચો મધ મેળવી દિવસમાં ચાર-પાંચ વખત ચા માફક પીવાથી મેલેરયામાં જરૂર ફરક પડે છે.

(2) લીમડાની અંતરછાલ, સંચળ અને અજમો સમાન ભાગે અને એ બધાના વજન જેટલું કડું. આ બધાનું વસ્ત્રગાળ ચૂર્ણ તે નિંબાજિ ચૂર્ણ ½ ચમચી જેટલું આ ચૂર્ણ સવાર, બપોર અને રાત્રે લેવું. મેલેરિયા મટી ગયા પછી ઝીણો તાવ ઘણા સમય સુધી રહ્યા કરતો હોય તો 3 ગ્રામ કરિયાતાનો અને 2 ગ્રામ સૂંઠનો ભૂકો એક કપ સારી રીતે ઉકાળેલા પાણીમાં નાખી અડધા કલાક સુધી ઢાંકી રાખવું. આ પછી ગાળીને પી જવું. સવાર-સાંજ તાજું બનાવી આ દ્રવ પીવથી પંદર-વીસ દિવસમાં ઝીણો તાવ મટે છે.

(3) 1 ચમચી જીરાનું ચૂર્ણ 10 ગ્રામ કારેલીના રસમાં મેળવી પીવાથી મેલેરિયા મટે છે. (4) મેલેરિયા હોય કે તેનાથી બરોળ અને લીવર વધ્યાં હોય અને પેટમાં પાણી ભેગું થયું હોય – જલોદર થવા માંડ્યું હોય તો કારેલીનાં પાન છૂંદી, રસ કાઢી, પહેલાં 10 ગ્રામ અને પછી 20-20 ગ્રમ પાવાથી દરદીને પુશ્કળ પેશાબ છૂટે છે. એક-બે ઝાડા થાય છે. ભૂખ લાગે છે, ખોરાકનું પાચન થાય છે અને લોહી વધે છે. (4) કારેલીનાં સાડા ત્રણ પાન અને મરીના સાડા ત્રણ દાણા ભેગાં વાટી આપવાથી મેલેરિયા મટે છે. કારેલીના પાનનો રસ પણ શરીરે લગાડી શકાય.

(5) મરીનું ચૂર્ણ તુલસીના રસ અને મધમાં મેળવી પીવાથી મેલેરિયા મટે છે. (6) મેલેરિયામાં દિવસ દરમ્યાન જ્યારે તાવ ઓછો હોય ત્યારે 12-15 મરી ચાવીને દરરોજ ખાવાથી રોગ સારો થઇ જાય છે, અને ફરીથી કદી થતો નથી.

(7) દર ત્રણ કલાકે 1 ગ્લાસ પાણીમાં બ લીંબુનો રસ ખાંડ, સાકર કે નમક નાખી થવા એમ ને એમ પીવાથી મેલેરિયામાં લાભ થાય છે. અન્ય સારવાર સાથે પણ આ ઉપાય કરી શકાય. લીંબુ સમારી તેની ચીરી ચૂસતા રહેવાથી પણ આશ્ચર્યકારક લાભ થાય છે. (8) ગંઠોડાનું ચૂર્ણ મધમાં ચાટી ઉપર ગાયનું ગરમ દૂધ પીવાથી ટાઢિયો તાવ મટે છે.

(9) પાણીમાં મીઠું નાખી ઉકાળીને પીવાથી ટાઢિયો તાવ મટે છે. (10) ફુદીનાનો અને આદુનો રસ કે ઉકાળો પીવાથી ટાઢિયો તાવ અને શીતજ્વર મટે છે. (11) ગળો, પિત્ત પાપડો, નાગરમોથ, કરિયાતું અને સૂંઠ સરખે ભાગે અધકચરાં ખાંડી ઉકાળો કરી પીવાથી ટાઢિયો તાવ મટે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles