બાળકોને પસંદ આવે તેવા નાસ્તાની રેસીપી

વેજીટેબલ રવા ઈડલી બનાવવા જરૂરી સામગ્રી:

 1. ૫૦૦ ગ્રામ રવો
 2. ૧/૨ નંગ કેપ્સિકમ
 3. ૧ નંગ ગાજર
 4. ૨ નંગ ડુંગળી
 5. ૧ વાટકો દહીં
 6. ૧ ગ્લાસ છાશ
 7. મીઠું જરૂર મુજબ
 8. ઈનો જરૂર મુજબ
 9. ૪ ચમચી તેલ

વેજીટેબલ રવા ઈડલી બનાવવાની રીત | vegitable rava idli :

રવા માં દહીં છાશ સાથે મીક્સ કરો જરૂર પડે તો છાશ ઉમેરો પછી મીઠું બધા વેજીટેબલ કટ કરી ને ઉમેરો પછી ઈડલી સ્ટેન્ડ પર તેલ ચોપડો ઈનો મીક્સ કરી સ્ટીમ કરવા મૂકો ઠંડું થાય એટલે કાઢી લેવી ગરમાગરમ સર્વ કરો

ઓટ્સ કોથમીર ની મસાલા પૂરી બનાવવા માટે જરૂરી સામગ્રી

 1. ૧ વાટકી ઓટ્સ
 2. ૧ વાટકી ઘઉં નો લોટ
 3. ૧ વાટકી કોથમીર
 4. ૩ ચમચી તેલ મોણ માટે
 5. સ્વાદ પ્રમાણે મીઠું
 6. ૧ ચમચી લાલ મરચું
 7. ૫ લીલા મરચાં ની પેસ્ટ
 8. ૧ ચમચી જીરૂ
 9. ૧ ચમચી તલ
 10. તળવા માટે તેલ
 11. સર્વ કરવા માટે રસ

ઓટ્સ કોથમીર ની મસાલા પૂરી બનાવવા માટેની રીત | masala puri bnavvani rit:

ઓટ્સ ને હાથ વડે થોડું મસળી તેમાં ઘઉં નો લોટ,કોથમીર, તેલ નું મોણ નાખી સ્વાદ પ્રમાણે મીઠું મરચું,જીરું,તલ, લીલા મરચાં ની પેસ્ટ ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી પૂરી નો લોટ બાંધી લો.હવે આ લોટ માંથી અડધા કલાક પછી લુવા કરી લો.હવે પૂરી વણી તેની ઉપર કાપા પાડી લો જેથી પૂરી ફૂલે નહિ. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં આ પૂરી ને ધીમા તાપે તળી લો. તૈયાર કરવામાં આવેલી ઓટ્સ કોથમીર ની મસાલા પૂરી ને રસ સાથે સર્વ કરો. રેડી છે એકદમ spicy snack માં ઓટ્સ અને કોથમીર ની મસાલા પૂરી.

ચટપટી કોર્ન પાલક ટીક્કી બનાવવા જરૂરી સામગ્રી

 1. 1 1/2 કપ બાફેલા છીણેલા બટાકા
 2. 1 કપ ઝીણી સમારેલી પાલક
 3. 1/2 કપ ઝીણી સમારેલી કોથમીર
 4. 1 કપ‌ બાફેલા ક્રશ કરેલા મકાઈના દાણા
 5. 1/2 કપ બાફેલા મકાઈના દાણા
 6. 3 ટેબલસ્પૂન આદુ મરચા ઝીણા સમારેલા
 7. 2 ટેબલસ્પૂન કોર્ન ફ્લોર
 8. 2 ટેબલસ્પૂન સફેદ તલ
 9. 3 ટેબલસ્પૂન બ્રેડ ક્રમ્સ
 10. 2 ટેબલસ્પૂન તેલ
 11. 1 ટીસ્પૂન હળદર પાઉડર
 12. 1 1/2 ટીસ્પૂન લાલ મરચું પાઉડર
 13. 1 ટીસ્પૂન શેકેલું જીરૂ પાઉડર
 14. 1 ટીસ્પૂન ધાણાજીરું પાઉડર
 15. 1 1/2 ટેબલસ્પૂન ચાટ મસાલા પાઉડર
 16. 1 ટેબલસ્પૂન આમચૂર પાઉડર
 17. મીઠું સ્વાદ અનુસાર

ચટપટી કોર્ન પાલક ટીક્કી બનાવવા માટેની રીત:

ચટપટી કોર્ન પાલક ટિક્કી બનાવા માટેની બધી સામગ્રી લો, હવે એક બાઉલ લો, તેમાં બાફેલા મેશ કરેલા બટાકા એડ કરો, હવે તેમાં બાફેલા ક્રશ કરેલા મકાઈના દાણા એડ કરો, હવે તેમાં ઝીણી સમારેલી પાલક એડ કરો, હવે પાલક એડ કર્યા બાદ તેમાં ઝીણી સમારેલી કોથમીર એડ કરો, હવે તેમાં બાફેલા મકાઈના દાણા એડ કરો, હવે તેમાં ઝીણા સમારેલા આદુ-મરચા એડ કરો, હવે આદુ-મરચા એડ કર્યા બાદ તેમાં સફેદ તલ એડ કરો, હવે તેમાં બ્રેડ ક્રમ્સ એડ કરો, હવે બ્રેડ ક્રમ્સ એડ કર્યા બાદ તેમાં કોર્ન ફ્લોર એડ કરો, હવે કોર્ન ફ્લોર એડ કર્યા બાદ તેમાં બધા મસાલા એડ કરો, હવે બધું એકસરખું મિક્સ કરી લો, હવે હથેળી પર તેલ લગાવી તેની ટિક્કી વાળી લો, હવે તેના પર થોડા સફેદ તલ લગાવી દો,હવે એક કઢાઈ લો તેમાં શેલો ફ્રાય માટે તેલ લઈ ટીકકી ને શેલો ફ્રાય કરો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બન્ને સાઇડ ફ્રાય કરો, બન્ને સાઇડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી સર્વિંગ પ્લેટમાં ગરમા ગરમ સર્વ કરો, તૈયાર છે ચટપટી કોર્ન પાલક ટિક્કી.

Leave a Comment