70 વર્ષે પણ સ્માર્ટ દેખાવા માંગો છો તો કરો આ વસ્તુનુ દરરોજ સેવન વાંચો અને શેર કરો

0

માણસ માત્રને ઉંમર વધતી જાય એમ-એમ જુવાન થવાના ઓરતા પણ વધતા જાય છે. કહેવામાં આવે છે કે, શરીરમાં કોષોનું ઓકિસડેશન અટકાવવા માટેની પ્રક્રિયા ઝડપી બનાવાય તો વૃધ્ધત્વની સમસ્યાઓને દૂર રાખી શકાય છે. જો તમે પણ ઉંમર કરતા યંગ દેખાવા માગતા હોવ તો આ ચીજોનું સેવન કરો

અખરોટ અખરોટમાં વિટામિન ઈ અને ખાસ પ્રકારના એસેન્શિયલ ઓઇલ્સ હોય છે જે બ્રેઇન માટે ખૂબ પોષક છે. શરીર માત્ર બહારથી જ યંગ હોય એટલું પૂરતું નથી, બ્રેઇન પણ શાર્પ, સતેજ અને સક્રિય રહે એ માટે અખરોટ ઇઝ મસ્ટ.

ગ્રીન ટી શરીરમાં ભરાયેલો ટોક્સિક કચરો આંતરિક અવયવોને ડેમેજ કરે તો અંદરના અવયવોને ઘસારો પહોંચે છે. નિયમિત ગ્રીન ટી પીવાથી યુરિન વાટે ઝેરી તત્વોનો તત્કાલ નિકાલ થાય છે ને એટલે લિવર, કિડની, બ્લડનું પ્યુરિફિકેશન થતું રહે છે.

એન્ટિ-એજિંગ ફૂડ અત્યાર સુધી વિટામિન ઈ, વિટામિન સી ધરાવતી ચીજોમાં એન્ટિ-એજિંગ પ્રોપર્ટી છે એવું માનવામાં આવે છે. આ ઉપરાંત લીલા પાનવાળી શાકભાજી તેમજ ફૂડમાં કલર બેલેન્સ એટલે કે રોજ પાંચ જુદા-જુદા કલરની શાકભાજી ખાવાની ટિપ્સ મોખરે ગણાય છે. કઈ ચીજમાં શું પોષકતત્વ છે ને કેટલી માત્રામાં છે એ જાણવાની ઝંઝટ કરવાને બદલે ડાયેટિશ્યન જેકલિને ટોપ 10 એન્ટિ-એજિંગ ચીજોની યાદી તૈયાર કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here