શિયાળામા આ પાક ખાવાથી પેટની દરેક સમસ્યા મિનિટોમાં થશે દૂર

0

કોરોના ફાળ વચ્ચે ઘરે જ બનાવોઆદુપાક , પેટની સમસ્યા મિનિટોમાં થશે દૂર બાદુનો ઉપયોગ ખાસ કરીને આહારમાં મસાલા તરીકે કરવામાં આવે છે . આદુ સ્વાથ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે . રોજ જમ્યા પેહલા આદુનો રસકે આદુનું કચુંબર ખાવાથી વાયુનો નાશ થાય છે . તેથી આ કોરોના કાળ અને શિયાળામાં જો આદુની વાનગી દરરોજ ખાવામાં આવે તો સ્વાથ્ય સારુ રહે છે . તો ચાલો જોઇ લઇએ |

ટેસ્ટમાં બેસ્ટ અને સ્વાથ્યવર્ધક આદુ પાક બનાવવાની રીત પર . સામગ્રી : ૨૫૦ ગ્રામ આદુ , ૧૫૦ ગ્રામ ગોળ , ૨ ચમચી ઘી , ૪-૫ ચમચી કાજુ બદામ પિસ્તાની કતરણ બનાવવાની રીતઃ આદુની છોલી – ધોઈને એકદમ ઝીણું સમારી લેવું . તમે તેને છીણી પણ શકો છો . એક વાસણમાં ઘી મૂકી આદુને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવું . ત્યારબાદ તેમાં ગોળ નાખવો . ગોળ ઓગળીને પરપોટા થવા માંડે એટલે ગેસ પરથી ઉતારી લેવું . તેમાં સમારેલાં કાજુ , બદામ નાખી ભેળવી લેવું . તેને ઠારીને ચોસલાં અથવા લાડુ વાળી લેવી . તૈયાર છે આદુ પાક .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here