વટાણા અને પાલકના રોલ બનાવવાની રીત

0

સામગ્રી : – મેંદો ૧ કપ , વટાણા ( ફોલેલા ) ૧ કપ , પાલકની ભાજી ૧ કપ , મીઠું સ્વાદ પ્રમાણે , લીલા વાટેલા મરચાં ૧ ટી . સ્પુન , જાયફળ પાવડર ૧ / ૪ ટી સ્પૂન , ચીઝ ક્યૂબ બે નંગ , તેલ ચોપડવા માટે , સોડા ચપટી , ઘી ૨ ટેબલ સ્પૂન .

રીત :

મેંદાને ચાળી તેમાં ઘીનું મોણ , મીઠું , સોડા નાખી પૂરી જેવો નરમ લોટ બાંધવો . લોટને અર્ધા કલાક રાખી મૂકવો . વટાણાને મિક્સરમાં વાટી લેવો . પાલકની ભાજીને પણ મિક્સરમાં પેસ્ટ કરવી . કડાઈમાં વટાણાનો માવો અને ભાજીની પેસ્ટ મિક્સ કરી શેકવું . પાણી બળી જવું જોઇએ . પૂરણ કોરું થવું જોઇએ . વાટેલા લીલા મરચા , જાયફળ પાવડર મીઠું પૂરણમાં મિક્સ કરવું .

લોટને ફરી એકવાર મસળી અખરોટ જેવા લૂવા કરવા . ચોરસ પૂરી વણવી . પૂરી પર વટાણા – ભાજીનું પૂરણ પાથરવું . તેની પર ખમણેલી ચીઝ પાથરવી . સ્વીસ રોલ જેવું વાળવું અને ચોખ્ખા સફેદ મલમલના કપડાંમાં વીંટાળી દેવા . કલાક પછી રોલ પર તેલ ચોપડવું અને ગરમ કરેલા ઓવનમાં ૧૮૦ ૦ સેન્ટીગ્રેડ પર અર્ધા કલાક બેક કરવું ( દસ મિનિટે રોલને ફેરવવા ) બદામી રંગના અને કડક થાય ત્યાં સુધી બેક કરવું .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here