મધમાખી ડંખ(honey bite ) મારે તો બળતરાથી રાહત મેળવવા માટે આટલું કરો મધમાખીના ડંખ ઉપર મીઠું ચોપડવાથી પીડા મટે છે. અથવા તો મધમાખીના ડંખ ઉપર તપકીર અથવા ઝીણી દળેલી તમાકુ ચોપડવાથી પીડા મટે છે.
ભમરી કે ભમરાના ડંખ માટે ત્યારે ભમરીના ડંખ ઉપર કાંદાનો રસ ચોપડવાથી પીડા મટે છે.
ઝેરી કાનખજુરો ડંખ મારે ત્યારે કાનખજૂરાના ડંખ ઉપર કાંદો અને લસણ વાટીને ચોપડવાથી ઝેર ઉતરી જાય છે. ઘણી વખત આવા કિસ્સા પણ સાંભળવા મળે છે કે કાનખજુરો કાનમાં જતો રહ્યો હોય કાનખજૂરો કાનમાં ગયો હોય તો સાકરનું પાણી કરી કાનમાં નાખવાથી કાનખજૂરો નીકળી જશે અને આરામ થશે. અથવા તો કાનખજૂરો, બગાઈ જેવા જીવજંતુ કાનમાં ગયા હોય તો મધ અને તેલ ભેગા કરી કાનમાં નાખવાથી નીકળી જશે અને આરામ થશે.
કોઈપણ ઝેરી જીવજંતુના ડંખ થી રાખત મેળવવા અને ઝેર નીકળવા માટે આટલું કરો કોઈપણ ઝેરી જીવજંતુ કરડ્યું હોય તો તરત જ તુલસીના પાનને પીસીને ડંખ ઉપર મસળવાથી ઝેરની અસર નાબુદ થાય છે. કોઈપણ ઝેરી જીવજંતુના ડંખ ઉપર મીઠા લીમડાનાં પાન વાટીને ચોપડવાથી પીડા મટે છે.
વીંછીના ડંખ ઉપર કાંદો કાપી બાંધવાથી વીંછીનું ઝેર ઉતરે છે. વીંછીના ડંખ ઉપર મધ ચોપડવાથી બળતરા ઓછી થાય છે અને ઝેર ઉતરે છે. છી કરડ્યો હોય તો સૂંઠને પાણીમાં ઘસી સૂંઘવાથી વીંછીનું ઝેર ઉતરે છે. વીંછી કરડ્યો હોય તો ફૂદીનાનો રસ પીવાથી કે ફૂદીનાનાં પાન ખાવાથી ઝેર ઉતરે છે. વીંછીનાં ડંખવાળો ભાગ મીઠાના પાણી વડે વારંવાર ધોવાથી વીંછીનું ઝેર ઉતરે છે. તાંદળજાનો રસ સાકર સાથે પીવાથી વીંછીનું ઝેર ઉતરે છે.
વીંછી કરડ્યો હોય તો કેરોસીનમાં ફટકડીનો ભૂકો નાખી ચોપડવાથી પીડા મટી જશે.
કાચની શીશીમાં ૨૦ તોલા કેરોસીનમાં ૧ તોલો સરસિયું તેલ નાખીને તડકે મૂકવું. કોઈપણ જીવજંતુના ડંખ ઉપર આ મિશ્રણ લગાડવું. વીંછીના દંશસ્થાન ઉપર મૂત્રનું માલિશ કરવાથી લાભ થાય છે.
મચ્છરો કે કીડી-મકોડાના ડંખ ઉપર લીંબુનો રસ ચોપડવાથી પીડા મટે છે. કીડી-મંકોડાના ડંખ ઉપર લસણનો રસ ચોપડવાથી પીડા મટે છે.
ગરોળી કરડે તો આટલું કરો ગરોળીનું ઝેર ઉતરી જશે ગરોળી કરડે તો સરસિયાનું તેલ અને રાખ મેળવીને ચોપડવાથી ઝેર ઉતરે છે.
મચ્છરના ડંખ ઉપર ચૂનો લગાડવાથી પીડા મટે છે. ઉંદર કરડ્યો હોય તો ખોરું કોપરું મૂળાના રસમાં ઘસી ચોપડવાથી પીડા મટે છે.
સાપ કરડે ત્યારે દસથી વીસ તોલા ચોખ્ખુ ઘી પીવું. પંદર મિનિટ પછી નવશેકુ પાણી પી શકાય ટલું પીવાથી ઉલટી થઈને ઝેર બહાર નીકળી જશે.
વાંદરો કરડ્યો હોય તો ઘા ઉપર કાંદો અને મીઠું પીસીને ચોપડવાથી આરામ થાય છે.
સાપ કે વીંછી કરડ્યો હોય તો ડંખ ઉપર લસણ વાટીને ચોપડવાથી અને લસણનો બે ચમચા જેટલો રસ મધમાં મેળવી ચાટવાથી તરત રાહત થાય છે અને ઝેર ઉતરે છે.
- ઘરમાંથી મચ્છર ભગાડવા માટે દેશી જુગાડ | પીતાંબરી વગર પિત્તળના વાસણો સાફ કરવા માટે | kitchen hacks
- kitchen tips and rasoi tips: દરેક મહિલાને કામમાં આવે તેવી ઘરગથ્થું ટીપ્સ અને રસોઈ ટીપ્સ
- ઉપયોગમાં આવે તેવી મહિલાઓ માટે ઘરગથ્થુ કિચન ટિપ્સ રસોઈ ટિપ્સ અને હેલ્થ ટીપ્સ
- પરફેક્ટ માપ સાથે અડદિયા બનાવવાની રીત અને અડદિયા બનાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી ખાસ ટીપ્સ | adadiya recipe
- tipsandtricks | શિયાળામાં ખંજવાળ થી બચવા | ધાબડા માંથી વાસ દૂર કરવા | શિયાળામાં સાંધાના દુખાવાથી રાહત મેળવવા | tips also read in gujarati