ઉપયોગમાં આવે તેવી ૨૦ ઘરગથ્થું ટીપ્સ

0

….૧ ) રાયતું સ્વાદિષ્ટ બનાવવા માટે રાયતું બનાવતી વખતે તેમાં એક ચમચો ક્રીમ કે મલાઈ નાખવાથી રાયતું વધારે સ્વાદિષ્ટ બનશે . ૨ ) દાલ ભાતની દાળ બાફતી વખતે અથવા કોઈ પણ દાળ બાફતી વખતે તેમાં હળદળ નાખવાથી તેનો સ્વાદ અધિક વધી જશે. અને તેમાં થોડું તેલ નાખવાથી દાળ ઉભરાવાની સમસ્યા રહેતી નથી.

(૩)  ઢોસા કે ઈડલીનો સાંભાર ઘટ્ટ બનાવવા અને સ્વાદિષ્ટ બનાવવા માટે  તેમાં કોર્નફ્લોર મિક્સ કરો , આનાથી ઢોસા કે ઈડલીનો સાંભાર ઘટ્ટ પણ બનશે સાથે સ્વાદિષ્ટ પણ લાગશે . ૪ ) ઘરે ઈડલી બનાવો છો અને ઈડલી સોફ્ટ અને મુલાયમ બનતી નથી તો આ ટીપ્સ જરૂર ફોલો કરજો  ઈડલીને મુલાયમ બનાવવા ચોખા પલાળતી વખતે આઠ થી દસ મેથીના દાણા નાખવા આથી ઈડલી મુલાયમ બનશે . ૫ ) ભેળને સ્વાદિષ્ટ બનાવવા માટે ભેળમાં સેવ કે પાપડીને બદલે કોર્નફ્લોર નાખવાથી તે વધારે સ્વાદિષ્ટ લાગે છે .

૬ ) લોટની પૂરીને નરમ બનાવવી હોય તો તેમાં થોડોક મેંદાનો લોટ અને એક ચમચી ખાંડ નાખો. આથી પૂરી નરમ બનશે ૭ ) પરોઠા બનાવતી વખતે લોટમાં એક બાફેલું બટેટું અને અજમો નાખો ઉપરથી એક ચમચી માખણ નાખો . પરોઠા સ્વાર્દિષ્ટ લાગશે . ૮ ) ભજીયા , માગના વડા , બટેટાની કટલેસ સર્વ કરતી વખતે ઉપરથી ચાટ મસાલો ભભરાવો , મજા અને સ્વાદ ડબલ થઈ જશે .

૯ ) લીંબુને લાંબો સમય સુધી ટકાવી રાખવા માટે તેને એક બરણીમાં ભરીને ફ્રીજમાં મૂકીદો , આમ કરવાથી લીંબુ ખરાબ નહી થાય અને તેનો રંગ પણ જળવાઈ રહેશે . ૧૦ ) લોટમાં મોણ આપવા માટે ઘીને વરાળ નીકળે ત્યાં સુધી ગરમ અને પછી મોણ આપો , આમ ઓછા ઘીમાં બનાવેલી વસ્તુ કુરકુરી થઈ જશે

(11)  તમારા માથાની ગરમીના લીધે આંખમાં નમ્બર આવી જાય છે આમ સરસવનું તેલ માથે ઘસવાથી આંખોની જ્યોતિ વધે છે ઠંડક રહેશે અને અકાળે વાળ સફેદ થતા નથી . ……………… . (12) સાંકડા મોં વાળી બાટલીને સાફ કરવા માટે તેમાં ચોખાના દાણા , ડિટર્જન્ટ પાવડર અને પાણી નાંખી વ્યવસ્થિત હલાવવાથી બ્રશ વગર જ બાટલી સાફ થઈ જશે . ………

(13) .મેઈક અપની ૩૦ મિનિટ પહેલાં , મુલતાની માટી , ચંદન પાવડર , ગુલાબજળ , લીંબુનો રસ મિક્સ કરી લગાડો , સૂકાવા દો , પછી ધોઈ નાંખો , ક્રાંતિ આવશે ……….. *(14) પનીરને સમય સુધી તાજુ રાખવા માટે તેમાં વિનેગરના થોડાં ટીપાં મેળવીને રાખો………. .(15) બે ફોટાઓની વચ્ચે ટેલકમ પાવડર છાંટવાથી બંને ફોટા એકબીજા સાથે ચોંટશે નહીં ……………. (16)“ વીજળીના બલ્બ – લાઈટ પર અત્તરનું પૂમડું ફેરવી દો , આખા રૂમમાં સુગંધ- સુગંધ થઈ જશે……………. .

(17) ગુલાબજાંબુ બનાવતી વેળા , તેના માવામાં થોડું પનીર નાંખવામાં આવે તો એ વધુ પોચાં અને સ્વાદિષટ બને છે ………….. “ (18) સંતરાની છાલને સૂકવીને , તેનો પાઉડર બનાવીને કેક કે બિસ્કીટમાં નાંખવામાં આવે તો તે સ્વાદિષટ બનશે…………. . ‘(19) દૂધીનું શાક સ્વાદિષ્ટ બનાવવા તેમાં થોડો ચણાનો લોટ તેલમાં કે ઘીમાં શેકી શાકમાં નાખો …………. (20) લીંબુનું શરબત સ્વાદિષ્ટ બનાવવા તેમાં આદુનો રસ અથવા શેકીને વાટેલું જીરૂં નાખો ……


અમારા આ લેખ તમને પસંદ આવે તો અન્ય વ્યક્તિ સાથે શેર કરોઅને આવાજ અવનવા આર્ટીકલ મેળવવા અમારા ફેસબુક પેઝ્ને જરૂર like કરજો . જો તમે તમારા કોઈ લેખ અમારી વેબસાઈટમાં મુકવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરજો.

લેટેસ્ટ ન્યુઝ તમારા ફોન પર મેળવવા માટે અમારા ફેસબુક પેઝને લાઇક કરો

તમે અમને twitter અને telegram પર લાઇક અને follow કરી શકો છો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here