August 1, 2021
Breaking News

ઉપયોગમાં આવે તેવી ઘરગથ્થું ૨૧ ટીપ્સ

(1) મરચાને લાંબા સમય સુધી તાજા રાખવા માંગો છો આ ટીપ્સ જરૂર અપનાવજો મરચાંના ડિટિયાં કાઢી રેફ્રિજરેટરમાં અખબારમાં કે કાગળની કોથળીમાં લપેટીને રાખવાથી લાંબા સમય સુધી સારા રહે છે અને બગડતા નથી. – (2) તમે આખા વર્ષનું મીઠું એકસાથે લી લો છો પણ ચોમાસું આવતા ભેજ લાગતા મીઠું બરણીના તરીયે ચોંટી જતું હોય છે આમ મીઠું બરણીના તળિયે ચોંટે નહિ અ માટે શું કરવું…. મીઠાની બરણીમાં મીઠું ચોંટી ન જાય માટે તેમાં થોડા ચોખાના દાણા નાખવા. -(4) ભજીયાનું ખીરું વધ્યું હોય તો નાખી ન દેશો વિચારો છો કે શું બનાવવું તો ભજિયાનું ખીરું વધ્યું હોય તો તેમાં થોડો લોટ ઉમેરી પુડલા, આમલેટ કે ઢોકળા બનાવવા.

– (5) સ્તન, અંડકોશ, હરસ તથા પેટમાં પીડા થાય ત્યારે જીરાનો ભૂક્કો પાણીમાં કાલવી ગરમ કરી દુખતા ભાગે લેપ લગાડવો. -(6) બાળકને છાતીમાં કફ જમા થય ગયો છે તો દવા લેવા કરતા આ અકસીર ઈલાજ કરો બાળકને છાતીમાં ભરાયેલ કફ છૂટો પડી જશે બાળકની છાતીમાં ભરાઇ ગયેલા કફને છૂટો પાડવા જાયફળનો પાણીમાં ઘસારો કરી, બાળક સહન કરી શકે તેટલું ગરમ કરી છાતીએ લગાડવું. -(7) આધાસીશીથી પરેશાન થવાની જરૂર નથી કોઈ આધાશીશીથી પીડાતા હોય તો આધાશીશીમાં રાહત પામવા લસણની કળી વાટીને દર્દીની કાનપટ્ટી પર લગાડવી.  – (8) તમારો અવાજ બેસી ગયો હોય તો અવાજ ઉઘડવા માટે એટલે કે બેસેલા અવાજને મૂળ જેવો કરવા ખડી સાકરનો ગાંગડો ચૂસવો. આમ કરવાથી તમારો અવાજ ઉઘડી જશે અને પહેલા જેવો થઇ જશે

– (9) તમારી ત્વચા પર કાળા ડાઘા થઇ ગયા છે મોંઘી દવા લેવા કરતા આ ઉપાય કરો કપાસિયાના તેલથી નયમિત માલીશ કરવાથી ત્વચા પરના કાળા ડાઘા, ઝાંય, ચાઠાં દૂર થાય છે. -(10) બદામ પલાળો અને તેમાંથી ફોતરા કાઢીને ફેંકી ડો છો તો આ ભૂલ ક્યારેય ન કરતા આ ફોતરા તમારા દાંત માટે ખુબ અગત્યનું કામ કરશે ફોતરાવાળી બદામના ફોતરાને બાળી તેની રાખ દાંતે ઘસવાથી દાંત પરની પીળાશ દૂર થાય છે. -(11)   કેક ખાવ ત્યારે કેક ખાવામાં ભારે લાગે છે અને કેક ખાવી બધાને ખુબ ભાવે છે આથી કેક બનાવતી વખતે કેકના મિશ્રણમાં દૂધ નાખવાને બદલે પાણી ભેળવવાથી કેક હળવી ફૂલ થશે. –  (12) કેળાને લાંબા સમય સુધી સાચવી રાખવા માટે અને કેળાં વધુ પ્રમાણમાં લેવાઈ ગયાં હોય તો રેફ્રિજરેટરમાં મૂકી રાખવા કેળાની છાલ કાળી પડશે પરંતુ અંદરથી કેળું ખરાબ નહીં થાય. – (13) સરગવાની શીંગને તાજી રાખવા માટે સરગવાની શીંગને અખબારમાં વીંટાળી રેફ્રિજરેટમાં મૂકવાથી લાંબા સમય સુધી તાજી રહેશે.

-(14) પૂરી કુરકુરી હોય તોજ બધાને ભાવે આથી પુરીને કડક બનાવવા લોટમાં બ્રેડ નાખી લોટને ફરીથી મસળવો. – (15)સ્ત નપાન કરાવતી માતા નાસપતિ, દ્રાક્ષ, ચીકુ ખાય તો ધાવણ વધુ આવે છે. – (16)હુૅફાળા મીઠાના પાણીના કોગળા કરવાથી ગળાનો કફ તેમજ સોજો ઓછો  થાય છે. દિવસમાં છ-સાત વખત કરવાથી ફાયદો થાય છે. -(17) મોમાં ચાંદા પડ્યા હોય તો જાંબુના કોમળ પાનને વાટી પાણીમાં ભેળવી કોગળા કરવાથી મુખમાંના છાલાથી રાહત થાય છે (18) એનિમિયાથી પીડાતી વ્યક્તિ એક એક ચમચો બીટનો રસ દિવસમાં ત્રણ વખત પીએ તો રક્તમાં લાલકણની માત્રા વધે છે. બીટમાં આર્યન વધુ હોવાથી તેનું સેવન ફાયદાકારક નીવડયું છે.

(19) માસિક ધર્મમાં દુખાવાથી રાહત પામવા ૮-૧૦ બદામ પાણીમાં રાતના પલાળવી સવારે તેની છાલ ઉતારી ચાવી ચાવીને ખાવી.આ પ્રયોગ માસિક ધર્મના ૧૫ દિવસ પહેલાં કરવો.બદામને નિયમિત સવાર સાંજ નાસ્તા પહેલાં ચાવીને ખાવી. (20) માસિક ધર્મમાં પેટ દુખવાનું મુખ્ય કારણ પેટમાં  ભરાવો થતા વાયુનો હોય છે.તેથીઅજમાનું ચુરણ લાભકારી નીવડે છે.૨૦ ગ્રામ અજમાના ચુરણમાં ૧૦ ગ્રામ સિંધવ ભેળવવું આ મિશ્રણ શીશીમાં ભરી રાખવું.માસિક ધર્મ દરમિયાન પેટના દુખાવામાં ત્રણ ગ્રામની માત્રામાં તેનું સેવન કરવાથી રાહત થશે. (21) તમે રસોઈ બનાવતા બનાવતા દાઝી જાવ ત્યારે તરત આ કામ કરો આગથી દાઝી ગયા પર તલને વાટી લગાડવાથી ફાયદો થાય છે. આમ કરવાથી તાત્કાલી રાહત મળશે અથવા તો દાઝેલા ભાગને ૧૫-૨૦ મિનિટ ઘઉંના લોટમાં દાબી રાખવો રાહત થશે અથવા તો દાઝ્યા પર ગોબર લગાડવાથી આરામ મળે છે અથવા તો કાચું બટાકું દાઝ્યા પર લગાડવાથી લાભ થાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *