ઉપયોગમાં આવે તેવી 25 ઘરગથ્થું ટીપ્સ

0

રસોડાના ગંદા બારી-બારણા સાફ કરવા માટે, શેમ્પુ વગર વાળને ચમકાવવા માટે, ત્વચાને નિખારવા માટે, મુખમાં આવતી દુર્ગંધ દુર કરવા માટે

(1) સાંધાનો દુખાવો આજકાલ કોમન થય ગયો છે મોટી ઉમરના લોકો તો ઠીક પરંતુ નાની ઉમરમાં લોકોને સાંધાનો દુખાવો થવા લાગ્યો છે આ દુખાવાથી છુટકારો મેળવવા માટે આ અકસીર ઈલાજ અજમાવો મોંઘી દવા લેવાની જરૂર નહિ પડે એરડિંયાના પાન સાંધાના દુખાવા પર વાટીને લગાડવાથી ફાયદો કરે છે.

(2) તમે કરી ઘરે બનાવો છો ત્યારે સ્વાદ સારો આવે અને કલર સારો આવે તે માટે કરી માટે કાંદા સાંતળતી વખતે દહીં નાખવાથી રંગ તેમજ સ્વાદ સારો થાય છે.

(3) બજારનું હેન્ડ સ્ક્રબનો ઉપયોગ કરવા કરતા ગાજરના રસમાં થોડા ટીપાં મધના ભેળવી હેન્ડ સ્ક્રબનો ઉપયોગ કરી ૧૫ મિનિટ સુધી આ પેક લગાડી રાખી હુંફાળા પાણીથી ધોવું તેમજ હળદર,દૂધ,મલાઇ તથા ચંદન ભેળવી ઉબટન લગાડવાથી ત્વચા કોમળ થાય છે.

(4) તમારી પાસે ઓવન છે પરંતુ તમે ઓવનનો ઉપયોગ ઓછો કરો છો આમ ઓવનમાં જીવાત ન થાય એ માટે આ ઉપાય કરો , ઓવનનો ઉપયોગ ન કરતાં હોઈએ ત્યારે તેમાં થોડા લવિંગ તથા હળદર ભભરાવી રાખવાથી ઓવનમાં જીવાત નહીં થાય.

(5) અત્યારે આ મહામારીના સમયમાં રોગ પ્રતિકારક શક્તિ સારી ટકાવી રાખવી ખુબ જરૂરી છે તો તમારી રોગ પ્રતિકારક શક્તિ ટકાવી રાખવા અને વાયરસ સામે લડવા માટે ખાસ નાળિયેર પાણી રોગ પ્રતિરોધક ક્ષમતાને મજબૂત કરે છે તેમજ શરીરમાંના વાયરસ સામે રક્ષણ આપે છે.

(6) શરદીમાં ગળું દુખતું હોય અને ગળામાં કૈક ચોંટતું હોય તો ગળું સાફ કરવા માટે હુફાળા ગરમ પાણીમાં લીંબુનો રસ  તેમજ મીઠું ભેળવી કોગળા કરવાથી ગળાની સામાન્ય તકલીફ હોય તો તે દૂર થાય છે અને ગળું ચોખું થઇ જશે.

(7) તમે થોડુક તીખું ખાવ અને એસીડીટી થઈ જાય છે આથી તમે તીખું ખાવાનું ટાળો છો આ શરબત પીશો તો તમે એસીડીટી થવાની સમસ્યા નહિ થાય દાડમનું શરબત એસિડિટિમાં રાહત આપે છે.

(8) ઈડલી બનાવતી વખતે ઈડલીની ચટણી બનાવતી વખતે ઇડલીની ચટણીમાં ખટાશ લાવવા સહેજ આમલી નાખવી. આથી ઈડલી સ્વાદિષ્ટ પણ બનશે અને ખટાશ પણ આવશે

(9) રગડા પેટીસની પેટીસને તવા પર શેકતા પહેલા તવા પર તેલ લગાડવું તેમજ પેટીસ તેલમાં બોળીને  તવા પર મૂકવી અને શેકતી વખતે જરૂર પડતું તેલ નાખવાથી  પેટીસ ક્રિસ્પી થાય છે. ઠંડી પણ સારી લાગે છે.બટાકામાં માવામાં આરાલોટ નાખવો

(10) દાંતમાં અઠવાડિયે એકવખત મીઠું ઘસવું જોઈએ દાંતે મીઠું  ઘસવાથી દાંતમાંના કીટાણુ નાશ પામે છે. અને દાંતના રોગો થતા નથી

(11) રસોડાના ગંદા બારી-બારણા સાફ કરવા માટે રસોડાની બારી તથા દરવાજાના કાચ ગંદા હોય તો જૂના અખબારને ગરમ પાણીમાં ડુબાડી લૂછવાથી ચકચકિત થાય છે. અને શાકના વઘારનો ચીકણો પદાર્થ દુર થશે 

(12) ત્વચાને નિખારવા માટે એક બ્રાઉન બ્રેડને દૂધમાં ડૂબાડી તેને ચહેરા પર હળવો રગડવો, ત્રણ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો. ત્વચા નિખરશે.

(13) અપચામાં આદુનો રસ મધમાં ભેળવી પીવાથી  ફાયદો થાય છે.  અને સરસ પછીના થઇ જાય છે અપચાની સમસ્યા રહેતી નથી

(14) મુખમાં આવતી દુર્ગંધ દુર કરવા માટે ભોજન બાદ વરિયાળી ચાવવાથી મુખ દુર્ગંધ દૂર થાય છે.

(15) તલ, બદામ અને સરસવનું તેલ ભેળવી ધીરે-ધીરે માથા તથા કપાળ પર મસાજ તરીકે લગાડવાથી માથાના દુખાવાથી રાહત થાય છે.

(16) પપૈયાના ગરમાં ચંદન અને સંતરાની સૂકી છાલનું મિશ્રણ ભેળવી ચહેરા પર લગાડવાથી ડાઘ-ધાબા આછા થાય છે તેમજ ત્વચા નિખરે છે.

(17) નાસપતિના રસનું થોડા દિવસ સુધી નિયમિત સેવન કરવાથી ત્વચાની શુષ્કતા દૂર થઇને કોમળ થાય છે તથા સ્નિગ્ધતા વધે છે.

(18) આંખની નીચે અણવાંચ્છિત વાળ હોય તો ચણાના લોટ-દૂધની પેસ્ટ બનાવી ચહેરા પર લગાડી સુકાઇ જાય બાદ ધીરેધીરે રગડીને કાઢવી. નિયમિત કરવાથી ફાયદો થાય છે.

(19) હાથ-કાળા ભદ્દા અને સખત હોય તો તેના પર નિયમિત મલાઇ,માખણ અથવા જૈતૂનથી માલિશ કરવું. લીંબુના રસમાં સાકર ભેળવી હાથ પર સાકર ઓગળે ત્યાં સુધી લગીડવૂ. નિયમિત કરવાથી હાથ કોમળ થાય છે ત્વચા નિખરે છે. 

(20) સાંંવલી સ્કિન પણ બહુ સમસ્યા ઊભી કરે છે. ગોરા દેખવા દરેક યુવતી ઇચ્છે છે. રોટલીનો ચૂરો કરી દૂધમાં ભેળવી ઘોલ બનાવી પૂરા ચહેરા તથા ગરદન પર લગાડવો. સુકાઇ જાય બાદ હળવે હાથથી રગડી દૂર કરવો. નિયમિત કરવું,

(21) સ્નાન વખતે પાણીમાં જૈતૂનના તેલના થોડા ટીપાં ભેળવવાથી ત્વચા રૂક્ષ નથી થતી.

(22) લીમડાના પાન વાટી વાળમાં લગાડવાથી જૂ અને ખોડાની તકલીફ દૂર થાય છે. અને વાળ રેશમ જેવા મુલાયમ થાય છે.

(23) વાળને ચમકાવવા માટે શેમ્પુનો ઉપયોગ ન કરોજાસવંતના પાનને મિકસરમાં વાટી વાળ ધોવા. શેમ્પૂનો ઉપયોગ ન કરવો તેનાથી વાળ ચમકીલા થાય છે.

(24) ચહેરા પરના ડાઘ દુર કરવા માટે આંબાના પાનને વાટી જવના લોટમાં ભેળવી લુગદી બનાવી ચહેરા પર લગાડવાથી ચહેરો ચમકીલો થાય છે. અને ડાઘ-ધાબા દૂર થાય છે.

(25) બહારથી કંડીશનર લેવા કરતા ઇંડાનો પેક વાળ માટે કુદરતી કંડિશનર સાબિત થાય છે તેનો ઉપયોગ ફાયદાકારક છે આથી સસ્તામાં વાળ ચમકીલા 6.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here