(1) પેટમાં દુખાવાથી રાહત મેળવવા માટે અજમા અને ગોળનો આ પ્રયોગ કરો અજમામાં ગોળ ભેળવી ખાવાથી પેટના દરદમાં રાહત થાય છે. (2) રૂક્ષ હથેળીને મુલાયમ નરમ કરવા બે ચમચી હુંફાળું રાઇના તેલમાં નાનો કટકો મીણ ઓગાળવું. આ પેસ્ટ હથેળી પર ઘસવી. (3) પાકી કેરી વધુ ખવાઇ ગઇ હોય અને પેટમાં ડબડબો થતો હોય અને મૂંઝારો થતો હોય તો ચાર જાંબુ ખાવાથી કેરી હજમ થશે. (4) જાંબુ વધુ પ્રમાણમાં ખવાઇ ગયા હોય તો થોડું મીઠું ખાવું. રાહત થશે અથવા તો જાંબુ મીઠા સાથે લેવાથી ઝડપથી પાચન થાય છે (5) બોરિક પાવડરની નાની નાની પોટલી બનાવી દાળમાં રાખવાથી તેમાં જીવાત નહીં પડે. (6) કારેલાની છાલ સુકવી દાળના ડબ્બામાં રાખવાથી જીવાત નહીં પડે.
(7) બિસ્કિટના ડબ્બામાં બિસ્કિટ ગોઠવતી વખતે બિસ્કિટના દરેક થર વચ્ચે બ્લોટિંગ પેપર રાખવાથી બિસ્કિટ નરમ નહીં પડે. (8) કારેલાંની કડવાશ દૂર કરવા કારેલા રાંધતી વખતે કાચી કેરીના બે-ચાર ટુકડા નાખવા. (9) બે કપ પાણી ઉકાળવું તેમાં ૧૦-૧૫ તુલસીના પાન તથા થોડા મરી દાણા અને ચપટી સાકર નાખી બરાબર ઉકળે એટલે ચૂલા પરથી નીચે ઉતારી ઠંડુ પડવા દેવું. ગાળીને દિવસમાં ત્રણ વખત પીવાથી હાઇ બ્લડ પ્રેશરમાં લાભ થશે. (10) લાકડાના કબાટનું ખાનું જામ થઇ ખુલતું ન હોય તો કિનારીએ મીણનો ટુકડો ઘસવાથી સરળતાથી ખાનું ખુલશે. (11) ટામેટાંનો જ્યુસ માફક આવતો હોય તે વ્યક્તિ તાવ આવે ત્યારે પીએ તો ગરમી શાંત થશે અને તૃષા છીપાશે.
(12) કપડાં પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા ડાઘાયુક્ત ભાગને ગરમ દૂધમાં ૩૦ મિનિટ ડૂબાડી રાખી બ્રશથી ઘસવું. (13) સંતળાઇ રહેલા કાંદાની તીવ્ર ગંધ સહન ન થતી હોય તો તેમાં ચપટી સાકર ભેળવવી. (14) આર્ટિફિશિયલ જ્વેલરી પર નેલ વૉર્નિશનો એક કોટ લગાડવાથી તે કાળી નહીં પડે. (15) ગુલાબજળ તથા ગ્લિસરિન ભેળવી ચહેરા, ગરદન, હાથ પર લગાડી થોડીવાર રહી ઠંડા પાણીથી ધોવાથી સનબર્નમાં રાહત થાય છે. (16) પકોડાને ક્રિસ્પી બનાવવા માટે તેમાં થોડો કોર્નફલોર ભેળવવો. (17) સલાડને તાજું રાખવા માટે સમર્યા પહેલા સામગ્રીને થોડી વાર બરફના પાણીમાં રાખવી.
(18) અડધો કપ કાચા દૂધમાં એક નાનકડી ચમચી મીઠું ભેળવી ત્વચા પર લગાડવાથી ત્વચા નિખરે છે. (19) બથુઆ (એક ભાજી)ને પાણીમાં ઉકાળી તેનાથી વાળ ધોવાથી વાળમાંથી ખોડો દૂર થાય છે. (20) ભોજન બાદ વરિયાળી ખાવાથી ભોજન સરળતાથી પચે છે. વરિયાળી ચાવવાથી પેટ હળવું રહે છે. (21) નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા વરિયાળીનો રસ પીવડાવવો.માસિક ધર્મમાં દુખાવાથી રાહત પામવા ૮-૧૦ બદામ પાણીમાં રાતના પલાળવી સવારે તેની છાલ ઉતારી ચાવી ચાવીને ખાવી.આ પ્રયોગ માસિક ધર્મના ૧૫ દિવસ પહેલાં કરવો. (22) બદામને નિયમિત સવાર સાંજ નાસ્તા પહેલાં ચાવીને ખાવી. (23) તવા પર પિઝા બનાવતી વખતે પિઝાના રોટલાને બન્ને બાજુએ માખણ લગાડી પહેલા એક બાજુએ બરાબર શેકવા. લાલાશ પડતા ક્રિસ્પી થાય પછી તેના પર મસાલો ભભરાવી નીચેની બાજુએથી રોટલો બરાબર શેકવો. (24) ટામેટાના સૂપમાં એક ચમચી ફૂદીનાની પેસ્ટ ભેળવવાથી સૂપ સ્વાદિષ્ટ થાય છે તેમજ સોડમ પણ સારી આવે છે. (25) એલ્યુમિનિયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા પાણીમાં ડુંગળી નાખી ઉકાળવું. (26) ખજૂરની ચટણી વાટતી વખતે તેમાં એક-બે ચમચી પાણીપૂરીનો મસાલો ભેળવવાથી ચટણીનો રંગ તેમજ સ્વાદ સારો થાય છે. (27) બ્રેડની બન્ને બાજુએ માખણ લગાડી શેકવાથી બ્રેડ ક્રિસ્પી થાય છે તેમજ સ્વાદ પણ સારો આવે છે
Pingback: ઘર માંથી ઊધઈને કાયમી દૂર કરવાનો અસરકારક ઉપાય – recipeandhealthtips.com