ઘરમાંથી મચ્છર ભગાડવા માટે વપરાયેલી મોસ્કીટો મેટસને ભેગી કરી સળગાવવાથી મચ્છરો ભાગી જશે.
મોં માં ચાંદા પડ્યા હોય શરીરનો કોઇ ભાગ દાજી ગયો હોય કે મધમાખી એ ડંખ મારિયો હોય તો આટલું કરો બાવળની છાલ ઉકાળીને તેનાં કોગળાં કરવાથી મોંનાં ચાંદા મટે છે. દાઝેલા ભાગ પર તાંદળજાનો રસ ચોપડવાથી રાહત થાય છે. મધમાખીના ડંખ પર લોઢું ઘસવાથી પીડામાં રાહત થાય છે.
શરદી માં રાહત મેળવવા માટે પાણીમાં સુંઠ નાખીને ઉકાળી તે પાણી પીવાથી શરદી સળેખમમાં રાહત થાય છે.
રાતે ઊંઘ ન આવતી હોય તો રાતના સુતી વખતે થોડું મધ ચાટવાથી ઊંઘ જલ્દી આવી જાય છે. – માથામાં જૂ-લીખ થઇ હોય તો સીતાફળના બિયાંને સુકવી, તેને ખાંડીને આ પાવડર તેલ સાથે મેળવી માથામાં નાખવાથી જૂ-લીખ થતી નથી અને વાળ લાંબા અને કાળા બનશે.
કપ રકાબીમાં થયેલ ડાઘ દૂર કરવા માટે કપ-રકાબીના ડાઘ મીઠાના પાણીથી દૂર થઈ જશે.
હાથ માંથી કેરોસીન કે પેટ્રોલની વાસ દૂર કરવા માટે હાથમાંથી કેરોસીનની વાસ આવતી હોય તો હાથમાં નાગરવેલનું પાન ચોળવાથી વાસ દૂર થઈ જશે.
ગમે એવા ઝાડા થયેલ હોય તો ઝાડાને મટાડવા માટે સૂઠનું ચૂર્ણ મધ સાથે લેવાથી ઝાડા થયા હોય તો બંધ થઈ જાય છે. આટલું કરો તમારા દાંતમાં ક્યારેય સડો નહિ થાય દિવેલમાં કપૂર નાખી રોજ રાત્રે દાંત પર લગાડવાથી દાંત મજબૂત બને છે અને સડો થતો નથી.
જો કઠોળને ચડવામાં મુશ્કેલી પડતી હોય તો પતરાળાના પાનનો એક ટુકડો કઠોળમાં નાખવાથી કઠોળ ઝડપથી ચઢી જશે. – જો દાળ બરાબર ચઢતી ના હોય તો દાળ બાફતી વખતે તેમાં સોપારીનો ટુકડો મૂકી દેવાથી દાળ ઝડપથી ચડી જશે. ફળોના મુરબ્બામાં સહેજ સૂંઠ ભભરાવી દેવાથી મુરબ્બો લાંબા સમય સુધી બગડતો નથી અને બેસ્વાદ બનતો નથી. – દરરોજ રાત્રે નિયમિતપણે હરડેનું સેવન કરવાથી અનેક રોગ પર કાબૂ મેળવી શકાય છે.
ખીલ પર થોડા દિવસ નિયમિતપણે મૂળાના પાનનો રસ ચોપડવાથી ખીલ મટે છે.
અનાજને લાંબા સમય સુધી સાચવી રાખવા માટે આટલું કરો અનાજના ડબ્બામાં કડવાં લીમડાંના પાન ભેળવવાથી અનાજ સડશે નહીં.
ખાંડેલા મરચામાં મીઠાનાં આખાં ગાંગડા મૂકી રાખવાથી મરચું લાંબl સમય સુધી બગડશે નહિ
દાંતમાં રસી કે અન્ય કારકો મોમાંથી દુર્ગંપ આવતી હોય તો મીઠાના પાણીમાં ૨-૩ વાર કોગળા કરવા. ખસખસ વાટીને દહી સાથે ભેળવી ખાવાથી ઝાડામાં રાહત થાય છે.
રાતના બે ચમચા મધને પાણીમાં એક પ્યાલામાં ભેળવી હલાવીને પીવાથી શાંત અને ગાઢ નિંદ્રા આવે છે.
સનબૅનથી રાહત પામવા મુલતાની માટી, ચણાનો લોટ અને ગુલાબજળની પેસ્ટ બનાવી ચહેરા પર મારેકની માફક લગાડી સુકાઈ જાય બાદ ધોઈ નાખવું.
વાયુ કે કફ (આમ) દોષથી અંગ જકડાઈ ગયા હોય તો રાયની પોટીસ લગાડવી.
તલના તેલના માલિશથી સાધાનો દુખાવો દૂર થઈ રાહત થાય છે.
મોઢામાં કાયમી ચીકાશ રહેતી હોય તો. દરરોજ સવારે ગરમ પાણીમાં એક લીબું નીચોવી ચપટી ખાવોનો સોડા ભેળવી પીવાથી, ચીકાશ, મળનો સડો અને ગેસ દૂર થાય છે.
હું ઝખમ ચીરાવાથી થતા રક્તબાવમાં પા ઉપર હળદરની ભીકી દબાવી દેવાથી લોહીનો સ્ત્રાવ બંધ થઈ જાય છે. હળદર જંતુનાશક હોવાથી ધા રૂઝાય છે અને પાકતો નથી
ગાયનું થી માથમાં ચોળી એક કલાક બાદ વાળ ધોવાથી મુલાયમ, ચમકદાર અને કાળા થાય છે.
જવના લોટને નારિયેળના તાજા દૂધમાં ભેળવી ૩૦ મિનીટ રેફ્રિજરેટરમાં મૂકી ચહેરા અને ગરદન પર પેક લગાડી સુકાઈ જાય બાદ દોઈ નાખવું. ત્વચા ચમકીલી થાય છે.
રેફ્રિજરેટરને સાફ કરવા એક કપ ગરમ પાણીમાં બે ચમચા બેકિંગ સોડા ભેળવી સ્પંજથી ચૂંછવું.
૩-૪ ગ્રામ અજમાનું ચૂરણ, એક લીંબુનો રસ તથા અડધો ચમચો મીઠું એક ગ્લાસ પાણીમાં ભેળવી પીવાથી પેટના દુખાવામાં રાહત થાય છે. સકરપારાનો લોટ હુંફાળું પાણીથી ભાપવાથી સક્કરપારા ક્રિસ્પી મુલાયમ બનશે
read this post:
- દરેક મહિલાને કિચન કિંગ બનવા માટે વાંચી લો આ ખાસ ટીપ્સ | કિચન ટીપ્સ | રસોઈ ટીપ્સ
- અલગ અલગ પંજાબી શાક બનાવવા માટેની રીસીપી
- તમે ઘરે જ અપનાવી જુઓ અનેક અવનવી હેલ્થ ટીપ્સ , રસોઈ ટીપ્સ , કિચન ટિપ્સ
- દરેક અજમાવી જુઓ એવી ટીપ્સ કે તમે ક્યારેય ન સાંભળી હોય રંગીન કપડાનો કલર ઉતરે છે | કિચન ટિપ્સ | રસોઈ ટીપ્સ
- ઉનાળામાં નવું એસી ખરીદતા પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને એસીનું બીલ ઓછું આવે એ માટે શું કરવું જોઈએ