ઉપયોગમાં આવે તેવી ૯ ઘરગથ્થુ ટીપ્સ

કપડાંનો રંગ  ઉતરતો હોય તો, ચારોળીને લાંબા સમય  સુધી સાચવી રાખવા માટે  ,  ઉપયોગમાં લેવાયેલી ચાની ભુક્કીનો ઉપયોગ, વાળ ખરવાની સમસ્યામાંથી છૂટકારો મેળવવા

(૧) તમારા વાળ ખરવાની સમસ્યા થી ખુબ પરેશાન છો તો હવે પરેશાન થવાની જરૂર નથી આ તેલ માથામાં નિયમિત ઘસવાથી વાળ ખરવાની  સમસ્યામાંથી છૂટકારો મળશે  રાઇનું તેલ વાળમાં ઘસવાથી વાળ ખરવાની સમસ્યામાંથી છૂટકારો મળશે. અને તમારા વાળ મુલાયમ અને ગ્રોથ વધશે

(૨) ખીલ તમારો પીછો નથી મુક્ત તો ખીલથી કાયમી  છુટકારો પામવા ચહેરા પર કેળું છુંદી ૨૫-૩૦ મિનિટ સુધી લગાડી રાખવું. પ્રથમ ચહેરો કાચા દુધથી ધોવો. અને  ત્યાર બાદ પાણીથી ધોવો. આમ કરવાથી ખીલથી કાયમી  છુટકારો મળશે

(૩) ઉપયોગમાં લેવાયેલી ચાની ભુક્કીને ફેંકી ન દેશો તેનો આ ઉપયોગ કરવાથી વેસ્ટ માંથી બેસ્ટ બનશે અને અઘરી મુશ્કેલી દુર થશે  ઉપયોગમાં લેવાયેલી ચાની ભુક્કીને વાસણમાં ખુલ્લી રેફ્રિજરેટરમંા ચીલર ટ્રેમાં મુકવાથી ખાઘપદાર્થની દુર્ગંધ દુર થશે.

(૪)  ભીનાં કપડાં પર સોડા નાખી ચાંદીના વાસણ ઘસવાથી ચાંદીના વાસણ ચમકી ઉઠશે.

(૫) ઇડલીનું સ્ટેન્ડ સરસ રીતે સાફ કરવા માટે આ ઉપાય કરો ઇડલીનું સ્ટેન્ડ ધોવા માટે ટૂથબ્રશનો ઉપયોગ કરવો. વેસ્ટ ટૂથબ્રશનો ઉપયોગ કરવો ટૂથબ્રશનો ઉપયોગ કરવાથી એકદમ સરસ ઇડલીનું સ્ટેન્ડ સાફ થઇ જશે

(૬) તમને ગળામાં બળતરા થાય કે શરદી ઉધરસ હોય ત્યારે તુલસીના પાનનો રસ અને આદુનો રસ થોડા મધમાં ભેળવી ચાટવાથી ગળાની બળતરામાં રાહત થાય છે અને આમ કરવાથી  ઉધરસ અને શરદી પણ મટે છે. દવા કરતા આ ઉપર ચોક્કસ અજમાવજો

(૭) તમે કપડા લ્યો અને કપડાનો રંગ ઉતરતો હોય તો બીજા કપડામાં રંગ લાગી જતો હોય છે આમ ન થાય એ માટે કપડાંનો રંગ  ઉતરતો હોય તે કપડાંને સરકાયુક્ત અથવા માઠાંયુક્ત પાણીમાં બે ત્રણ કલાક અથવા અક બે દિવસ ભીંજવી રાખવાથી રંગ ઉતરશે નહીં અને બીજા કપડા પર લાગશે નહિ

(૮)  ચારોળીને લાંબા સમય  સુધી સાચવી રાખવા માટે  તેમાં ચાર પાંચ મેથીના દાણા રાખી મુકવા. આમ ચારોળી લાંબા સમય સુધી ટકી રહેશે બગડશે નહિ.

(૯)  જયારે તમે ઘરે બિસ્કીટ બનાવો છો અને તેના પર ગર્નીશિંગ  માટે બિસ્કીટ પર કાજુ  બદામ પિસ્તા કે ચારોળી લગાડતી વખતે ચોંટતા નથી નીચે ખરી જાય છે તો બિસ્કીટ પર કાજુ  બદામ પિસ્તા કે ચારોળી લગાડતી વખતે  દૂધમાં બોળી લગાડવાથી  ઉખડી જશે નહીં ચોંટેલા રહેશે

Leave a Comment