હું ૨૦ વરસની યુવતી છું. મારો ચહેરો ખુબ તૈલી છે ચહેરા પર લીંબુનો રસ લગાડવાનું શરૂ કર્યુ છે લીંબુનો રસ લગાડવાથી લાંબાગાળે મને તકલીફ થશે? મારા ચેહરા પર ખીલ પણ છે

0

હું ૨૦ વરસની યુવતી છું. મારા હાથ ખુબ બે સુરત દેખાય છે જેનાથી મને function માં જાવ ત્યારે શરમ આવે છે. હાથની આંગળીઓ પણ વાંકીચુંકી છે. જેથી મારા નખ પર અથવા કોઈ પણ નેલપોલિશ સારી દેખાતી નથી નેલપોલિશ કરવાથી પણ હાથ સુંદર દેખાતા નથી તો મારે ક્યા રંગનું નેલપોલિશ લગાડવું જોઈેએ તે સલાહ આપશો.જવાબ: ખૂબસૂરત અને નાજુક હાથ પર દરેક પ્રકારના રંગના નેલપોલીસ થી હાથ  સુંદર લાગે છે.પરંતુ તમારે કોઇપણ રીતે નિરાશ કે હતાશ થવાની જરૂર નથી,  તમે થોડાક દેખભાળથી થોડાક જ દિવસોમાં હાથને સુંદર બનાવી શકશો. તે માટે તમે કોઈ ક્રિમ અથવા બોડી લોશનથી નિયમિત હાથ પર મસાજ કરવાથી ફાયદો થશે. તમે કોઈપન પ્રકારનું પેક વાપરી શકો છો અઠવાડિયે એક વખત ઉબટન લગાડવું જોઈએ. મેનિક્યોર કરવાથી હાથ ખુબ સુંદર દેખાય છે.આ ઉપરાંત આટલી બાબતોનું ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ.૧). તમારી ત્વચા ખુબ રૂક્ષ હોય તો દિવસમાં ત્રણ ચાર વખત હાથમાં ક્રિમ લગાડવું જોઈએ. (૨) ઊચ્ચ ગુણવત્તા યુક્ત નેઈલપોલિશ રિમુવરનો ઉપયોગ કરવો જોઈએ. (૩) આંગળીઓનો દરરોજ  મસાજ કરવો જોઈએ. આવશ્યકતા પર કોઇપણ નજીકમાં બ્યુટિશિયનની સલાહ લેવી જોઈએ.(૪) કોઇપણ ઘટ્ટ રંગની નેઈલ પોલિશ લગાડવાથી મોટા ભાગના લોકોવનું ધ્યાન નખ તરફ ખેંચાય આવે  છે તેથી તમે આચ્છા રંગનું નેઈલ પોલિશ લગાડશો તો ફાયદો થશે.હું ૨૨ વરસની યુવતી છું. મારા હોઠ પર લિપસ્ટિક લગાડવાની યોગ્ય રીત જણાવશો જેથી લીપ્સ્ટીક આખો દિવસ ટકી રહે અને મારો ચહેરો ખુબ સુંદર દેખાય. મારી બહેન લિપસ્ટિક લગાડે છે તો હોઠની બહાર આવી જાય છે જેથી હોઠનો સુંદરતા ખરાબ દેખાય છે. અમારી આ સમસ્યાના  ઉપચાર જણાવશો. એટલે ટૂંકમાં હોઠ પર યોગ્ય લીપ્સ્ટીક લગાવવાના ઉપાયો જણાવો જવાબ:  પ્રથમ હોંઠ પર હળવું કોમ્પેક્ટ લગાડવું જોઈર ત્યારબાદ લિપ લાઈનર થી આઉટલાઈન કરી બ્રસની મદદથી જ  લિપસ્ટિક લગાડવી જોઈએ. હોંઠની વચ્ચે ટિશ્યૂ પેપર રાખી હોઠ પર દબાવવો જેથી વધારાની   લિપસ્ટિક શોષાઈ જશે અને સુંદર દેખાશે .એમ કરવાથી લિપસ્ટિક લાંબા સમય સુધી ટકી શકે છે.લિપસ્ટિક  લગાડો તે પહેલાં લિપ લાઈનરનો ઉપયોગ કરવો જોઈએ. લિપ લાઈનરથી હોઠને આઉટ લાઈન કરવી ત્યાર બાદ બ્રશથી લિપસ્ટિક લગાડવી જોઈએ.બન્ને ત્યાં સુધી ગ્લોસી લિપસ્ટિની બદલે મેટ લિપસ્ટિકનો ઉપયોગ કરવો જેનાથી હોઠ પરથી લીપ્સ્ટીક બહાર નહિ નીકળે. જેથી બહાર ફેલાય નહીં. આ ઉપરાંત લિપસ્ટિક લગાડતાં પૂર્વે હોઠ પર થોડો પાવડર પણ લગાવવો જોઈએ જેથી લીપ્સ્ટીક ખુબ સરસ રીતે લાગશે કોઈ સમસ્યા નહિ આવેહું ૨૦ વરસી એક યુવતી છું. મારો ચહેરો ખુબ તૈલીય છે હું  ચહેરા પર રાતના લીંબુનો રસ લગાવું છું  શું લીંબુનો રસ લગાડવાથી લાંબાગાળે મને કોઈ તકલીફ થશે. મારા ચહેરા પર ખીલ પણ છે તો મને યોગ્ય ઉપાય જણાવશોમારી બીજી એક સમસ્યા છે કે  હું અઠવાડિયે એક વખત માથાના  વાળમાં તેલ નાખું છું. અને તરત બીજે જ દિવસે મારા કપાળ પર ખીલ ફૂટી નીકળે છે. મારી આ બન્ને સમસ્યાનું ઉપાય જણાવો.

જવાબ:  તમે જયારે તમારી ત્વચા પર  જ્યા સુધી લીંબુનો રસ લગાવો અને ત્વચા પર બળતરા નથી કરતો ત્યાં સુધી કાંઈ વાંધાજનક નથી. તેમજ લીંબુના રસમાં સાથે દૂધ અથવા  એક ચમચી જવનો લોટ ભેળવવાથી લગાવવાથી ત્વચા મુલાયમ થશે.તમારી ત્વચા પર ગ્રીસી અથવા ચિકાશયુક્ત ક્રિમનો ઉપયોગ કરવો નહીં. તમારા વાળ લીંબુયુક્ત શેમ્પુથી અઠવાડિયે ત્રણ વખત ધોવા જોઈએ .અને છેલ્લે વાળ ધોતી વખતે લીંબુના રસ ભેળવેલ પાણીથી ધોવા જોઈએ.તમારા વાળમાં કુદરતી જ તેલ હોવાથી તમે તેલ વાળમાં નાખશો નહીં. વધારાના તેલથી ચહેરા પર ખીલ ફૂટી નીકળશે.ચહેરા ધોવા માટે હળવો સાબુ વાપરશો જોઈએ. અથવાતો તમે જયારે વાળમાં તેલ નાખો છો ત્યારે કપાળના ભાગ પર વાળ કોરા રાખો તેલ ન નાખો અને તેલ નાખીને તરત ફેશ વોશ કરી લેવું તમારી સમસ્યા દુર થઇ જશેમિત્રો અમારી આ પોસ્ટ વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર આવીજ અન્ય નારી સમસ્યા મેળવવા માટે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો અને વધુમાં વધુ મિત્રો સાથે શર કરો અમે બને એટલી કોશિશ કરશું તમારી દરેક સમસ્યાનો ઉકેલ લાવવા માટે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here