ઉનાળામાં નવસેકું ગરમ પાણી પીવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, કોઈ પણ વાયરસ તમને અડકશે પણ નહિ

0

ઉનાળાની ગરમીમાં નવશેકું પાણી પીવાની સલાહ પહેલી નજરે થોડી અટપટી લાગી શકે છે કારણ કે આ સિઝનમાં હંમેશાં ઠંડું ખાવાપીવાનું મન થતું હોય છે ઠંડાં પીણાં , છાશ , આઇસક્રીમ વગેરે ખાવાથી પેટમાં ઠંડક મળતી હોય છે . આમ પણ ગરમીની સિઝનમાં ગરમ કે વધારે પડતી તીખી તળેલી વસ્તુઓ ખાવાની થાય એટલે તરત જ પેટમાં બળતરા થવા લાગતી હોય છે આપણે બહારનું જંકફૂડ ખાઇએ તો પણ પેટની સમસ્યા થવા લાગે છે એવે સમયે જો એવું કહેવામાં આવે કે ઉનાળામાં થોડું ગરમ પાણી પીવું તો ? કદાચ ગુસ્સો આવી જાય .આમ તો થોડું ગરમ પાણી હોય તો પણ આપણી તરસ છિપાતી નથી આ સિઝનમાં સહેજ ઠંડું પાણી પીવા મળે તો જ પેટમાં ઠંડક થાય છે અને સંતોષ થાય છે . ખેર , પણ સાચી વાત એ છે કે ઠંડા પાણીની જગ્યાએ હૂંફાળું પાણી પીવાથી શરીર એકદમ તંદુરસ્ત રહે છે એનો મતલબ એમ પણ નથી કે તમે ગરમ ગરમ ઊકળતું પાણી પીવો , પરંતુ જો દરરોજ સવારે ખાલી પેટે હૂંફાળા પાણીનું સેવન કરવામાં આવે તો તે સરળતાથી શરીરમાં એબ્સોર્બ થઈ જાય છે ,

જેનાથી શરીર ખૂબ જ ટૂંકા સમયમાં હાઈડ્રેટ થવા લાગે છે . આ ઉપરાંત બીજી અનેક રીતે શરીર માટે હૂંફાળું પાણીફાયદાકારક છે . જેમ કે કબજિયાતની સમસ્યામાંથી છુટકારો નવશેકું પાણી પીવાની આદત અનેક બીમારીઓનો રામબાણ ઈલાજ છે તેનાથી કબજિયાતમાં પણ ઘણી રાહત મળે છે જે લોકોને વહેલી સવારે કબજિયાતની સમસ્યા રહેતી હોય તેમણે ખાલી પેટે નવશેકું પાણી પીવું જોઈએ . તેનાથી આંતરડામાં રહેલા ભોજનનો રસ્તો થઈ જશે અને પેટ એકદમ સાફ થઈ જશે . શરીરને ડિટોક્સ કરે છે સવારે ઊઠતાંની સાથે ખાલી પેટે એક કપ ગરમ પાણી પીવામાં આવે તો શરીરમાં રહેલા ઝેરી પદાર્થોનો નિકાલ થાય છે . આ ઉપરાંત નવશેકું પાણી પીવાથી આંતરડાની અંદર ચોંટી ભોજનને પણ ઝડપથી બહાર કાઠી પાચનતંત્રને મજબૂત બનાવે છે . જો જમતા પહેલાં ઠંડું પાણી પીવામાં આવે તો ખોરાકમાં રહેલા ઓઈલ સહિતના પદાર્થો ફેટમાં રૂપાંતર થઈ આંતરડામાં એકઠા થાય છે અને પાચનતંત્ર બગડે છે . રિકનને રાખે છે સ્વસ્થ સવારે ખાલી પેટે હૂંફાળું પાણી પીવાથી શરીરમાં રહેલાં ઝેરી તત્ત્વો નાશ પામે છે આ કારણે સ્કિનના સેલ ઝડપથી રિપેર થાય છે અને સ્કિન તાજગીપૂર્ણ રહે છે તેમજ હૂંફાળું પાણી પીવાથી ખીલની સમસ્યામાં પણ રાહત મળે છે માસિક સમયે થતી સમસ્યાઓમાં રાહત જો માસિક સમયે પેટમાં દુખાવો રહેતો હોય તેમજ સ્નાયુઓમાં તકલીફ રહેતી હોય તો નવશેકા પાણીનું સેવન જરૂરથી કરવું જોઈએ . તેનાથી રક્તપ્રવાહ વર્ષે અને સ્નાયુઓને આરામ મળે છે સિઝનલ બીમારીઓ સામે આપે છે રક્ષણ ઉનાળામાં જો તમે ઠંડા પાણીની જગ્યાએ નવશેકું પાણી પીવો છો તો આખું વર્ષ શરીર સ્વસ્થ રહે છે અને ક્લ ઉધરસ શરદી જેવી સિઝનલ બીમારીઓ સામે રક્ષણ મળે છે આ સાથે નવશેકું પાણી પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે

અને વજન ઓછું કરવમાં પણ મદદરૂપ થાય છે જો તમે વજન ઓછું કરવા ઈચ્છતા હોવ તો તેમાં પણ નવશેકું પાણી દવાનું કામ કરે છે . નવશેકું પાણી પીવાથી શરીર ચુસ્ત રહે છે . ગરમ પાણી શરીરના તાપમાનને વ્યવસ્થિત કરે છે અને મેટાબોલિઝમ રેટને વધારે છે . તેમજ ગરમ પાણી પેટની સાથે કિડનીને પણ તંદુરસ્ત રાખે છે . વહેલી સવારે નરણા કોઠે નવશેકું પાણી લીંબુ સાથે પીવામાં આવે તો શરીરમાં ચરબીનું પ્રમાણ ઘટે છે . કેટલું પાણી પીવું આપણે ઉપર વાત કરી કે નવશેકું પાણી શરીર માટે કેવી રીતે અને કેટલું લાભકારી છે , પણ ઘણાને એ પ્રશ્ન મૂંઝવતો હોય છે કે દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ જેથી શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે .ઉનાળામાં જો તમે ઠંડા પાણીની જગ્યાએ નવશેકું પાણી પીવો છો તો આખું વર્ષ શરીર રસ્વસ્થ રહે છે અને ફલૂ , ઉધરસ , શરદી જેવી સિઝનલ બીમારીઓ સામે રક્ષણ મળે છે . આ સાથે નવશેકું પાણી પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે તો એક તારણ મુજબ દરરોજ મહિલાઓએ ૨.૬૯ લિટર પાણી પીવું જોઈએ અને પુરુષ વર્ગે ૩.૬૯ લિટર પાણી પીવાથી શરીર સ્વસ્થ રહે છે . હવે મુખ્ય વાત , અહીં એવું નથી કે તમે આખા દિવસ દરમિયાન નવશેકું પાણી જ પીવો . આખા દિવસ દરમિયાન તમારે ગરમ પાણી પીવાની જરૂર નથી . સવારના સમયે અને ખાસ કરીને નયણા કોઠે પીવાયેલું ગરમ પાણી શરીર માટે સૌથી વધારે લાભદાયી હોય છે , તેનાથી શરીરનો બધો જ કચરો દૂર થઇ જાય છે તેનાથી શરીર સ્વસ્થ તો રહે જ છે , સાથેસાથે સવારે પીધેલું ગરમ પાણી શરીરને ઊર્જાયુક્ત પણ રાખે છે સવારના સમય સિવાય તમે બપોરે એક વાર ગરમ પાણી પી શકો છો . એકદમ ગરમ નહીં પણ થોડું નવશેકું પાણી પીવું જોઇએ . આપણે મનને ખુશ રાખવા માટે ઘણુબધું કરીએ છીએ , ત્યારે શરીરને ખુશ રાખવા , સ્વસ્થ રાખવા આપણે તેની થોડી માવજત લઇએ તો એમાં કશું ખોટું તો નથી જ , કારણ કે અંતે તો શરીરની માવજત આપણને તંદુરસ્ત રાખવામાં અને રોગને આપણાં શરીરથી દૂર રાખવામાં મદદરૂપ થશે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here