આ નાની – નાની ઘરગથ્થુ ટિપ્સ અજમાવી જુઓ

0

આ નાની – નાની ટિપ્સ અજમાવી જુઓ  કટલેસનું મિશ્રણ ઢીલું થઇ ગયું હોય તો બ્રેડને પાણીમાં ભીંજવી તેમાં ભેળવી દેવાથી કટલેસ બરાબર વાળી શકાશે. 

લસણની કળીઓને એક મિનિટ માટે માઇક્રોવેવ ઓવનમાં ગરમ કરવાથી તેના છોતરા સરળતાથી ઉતારી શકાશે .  મચ્છરના ડંખ પર લીંબુનો રસ લગાડવાથી બળતરાથી રાહત થાય છ

એક ગ્લાસ પાણીમાં અડધા લીંબુનો રસ અને ચપટી મીઠું ભેળવી કોગળા કરવાથી ગળાના દુઃખાવામાં રાહત થાય છે . 

ગરમ પીણાં જેવા કે ચા , દૂધ , કોફી પડવાથી દાઝી જવાય તો તરત જ મીઠું ભભરાવી દેવાથી બળતરા પણ નહીં થાય તેમજ છાલા પણ નહીં પડે .

બાફેલા બટાકાના પાણીમાં ચાંદીના ઘરેણાં કે વાસણ એક કલાક રાખી મૂકી સાફ કરવાથી ચમકીલા થઇ જશે .

સિલ્કની સાડીઓની વચ્ચે બે – ત્રણ લવિંગ રાખવાથી સિલ્ક કાપડમાં જીવાત નહીં પડે .  દૂધ મેળવતી વખતે તેમાં નાળિયેરના બે – ત્રણ ટુકડા રાખવાથી દહીં બે – ત્રણ દિવસ સુધી ખાટું નહીં થાય .

  દાળ – શાક – સંભારનો લાલ ચટક રંગ રાખવા તેલનો વઘાર કરતી વખતે તેમાં લાલ મરચાની ભૂક્કી નાખવી .  આદુ – મરચાં વાટતી વખતે તેમાં મીઠું તથા લીંબુ નીચોવાથી આદુ – મરચાં કાળા નથી પડતા તેમજ જલદી બગડતા નથી .

મગની દાળના ભજિયા માટે દાળ થોડી કરકરી રાખવાથી ભજિયા ક્રિસ્પી બને છે .  રીંગણાના ઓળામાં થોડું દહીં નાખવાથી ઓળો સ્વાદિષ્ટ બને છે .  ભીંડાના શાકમાં થોડું દહીં તથા ચણાનો લોટ નાખવાથી શાક સ્વાદિષ્ટ લાગે છે.

કલિંગરના ટુકડાને મિકસરમાં નાખી તેમાં સાથે પાણી , સાકર તેમજ રોજ શરબત ભેળવી લિકવિડાઇઝ કરી ગાળી ઠંડુ કરી પીવાથી સ્વાદિષ્ટ જ્યૂસ તૈયાર થાય છે .

ગરમીમાં ઠંડા – ઠંડા કુલનો એહસાસ કરાવે છે. ઇચ્છો તો બરફના ઝીણા ટુકડા કે ક્રશ કરેલો બરફ પણ નાખી શકાય.તેનાથી જ્યૂસ વધુ સ્વાદિષ્ટ લાગે છે.કલિંગરના નાના – નાના ટુકડા જયસમાં નાખવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here