દિવાળી પર ઓછા ખર્ચે તમારું ઘર સુંદર સજાવવા માંગો છો ફક્ત આટલું કરો

0

ઘરમાં કોઈ ચેન્જિસ કરવાનું વિચારો છો? અનેક   વર્ષો  સુધી ઘરનો એક જ લુક જોઈને કંટાળી જવું એ  સ્વાભાવિક વાત છે,  પણ  ખર્ચનો   વિચાર કરીને ઘરને  નવું  રૂપ  આપવાને બદલે એ કંટાળો જ વધારે સારો  લાગે છે,  થોડાં  વર્ષો  થાય  એટલે  ફનચર, પડદા, દીવાલોનો રંગ આ બધી ચીજોને બદલતા રહેવું જોઈએ  જેનાથી  ઘરને  એક  નવું રૂપ અને ચાર્મ મળે.  જોકે બજેટને બહુ વધારે ત્રાસ આપ્યા વગર ઘરમાં નાના-મોટા ચેન્જિસ કરીને પણ ઘર સજાવવું  શક્ય છે.

મોટાભાગનાં ઘરોમાં, જ્યારે તમે ઘરમાં પ્રવેશો છો ત્યારે તમે સૌથી પહેલી વસ્તુ જુઓ છો તે સીડી છે. તો શા માટે તમારા દાદરને સુધારવા માટે ઘરની સજાવટનો વિચાર અજમાવશો નહીં? દાદરને કાળા અને સફેદ રંગથી રંગીને બોલ્ડ સ્ટેટમેન્ટ બનાવો અથવા તમે તેને પટ્ટાવાળા રનરથી પણ રંગી શકો છો. તમારા ઘરને બજેટમાં ફરીથી સજાવવા માટે, તમે પીલ-એન્ડ-સ્ટીક ફ્લોરિંગનો પણ ઉપયોગ કરી શકો છો અને સફેદ સ્ટેપ્સના એકવિધ દેખાવને તોડી શકો છો. આ ઘર સજાવટના વિચારોમાંથી એક છે જે ખિસ્સા પર હળવા હોય છે અને દાદરને તેજ કરી શકે છે.

મોટાભાગનાં ઘરોમાં, જ્યારે તમે ઘરમાં પ્રવેશો છો ત્યારે તમે સૌથી પહેલી વસ્તુ જુઓ છો તે સીડી છે. તો શા માટે તમારા દાદરને સુધારવા માટે ઘરની સજાવટનો વિચાર અજમાવશો નહીં? દાદરને કાળા અને સફેદ રંગથી રંગીને બોલ્ડ સ્ટેટમેન્ટ બનાવો અથવા તમે તેને પટ્ટાવાળા રનરથી પણ રંગી શકો છો. તમારા ઘરને બજેટમાં ફરીથી સજાવવા માટે, તમે પીલ-એન્ડ-સ્ટીક ફ્લોરિંગનો પણ ઉપયોગ કરી શકો છો અને સફેદ સ્ટેપ્સના એકવિધ દેખાવને તોડી શકો છો. આ ઘર સજાવટના વિચારોમાંથી એક છે જે ખિસ્સા પર હળવા હોય છે અને દાદરને તેજ કરી શકે છે.

રૂમ-ડિવાઇડર :ડેકોરેટિવ રૂમ-ડિવાઇડર્સ  પણ એક રૂમનો લુક ચેન્જ કરવા માટે ખૂબ કામ લાગે છે. જો તમારા ઘરમાં એક લાંબો ડાઇનિંગ-કમ-કિચન-કમ- ડ્રોઈંગરૂમ હોય તો બે રૂમ વચ્ચેના  ડિવાઈડર  તરીકે  બાંબુ કે  નેતર વાપરો  અને  જુઓ  ઘરમાં  કેવો જાદુ પથરાય છે. નેતરની  ઝીણી જાળીવાળો એક પડો કે પાતળા બાબુઓ જોડીને  બનાવેલી દીવાલ મોડર્ન અને નેચરલ  લુક આપવા માટે  પૂરતાં છે.

બાલ્કનીની સજાવટ :જો તમે મુંબઈમાં  પણ ઘર  સાથે  બાલ્કની  મેળવવાનું  સૌભાગ્ય   છે તો તમે એને  જોતાં જ આંખોને  શાંતિ  આપનારો  પાસ  અને  છોડવાથી  ભરપુર એવો એક લીલોછમ  ખૂણો  બનાવી  શકો છો અને  જો  તમે  આ નસીબદારોની  કેટેગરીમાં  ન આવતા છે અને બાલ્કનીની જગ્યાએ  વિન્વેની  પાસે  એક નાની  બેઠક જ  ધરાવતા છે તો સાચું  માનજો કે  ત્યાં એક  આરામ ખુરસી પર બેસીને વરસાદ  જોતાં-જોતાં એક  કપ  ચા પીવામાં  દુનિયાનું  સૌથી મોટું  સુકૂન   લાગશે. પહેલાં  તો આ એરિયા. માટે સારી લાઇટ  આપે  એવી  ટાઈલ્સ   લગાવી શકાય  તેમ જ  મોઝેક ટાઈલ્સ  (નાના-નાના પથ્થર કે ટાઈલ્સના ટુકડાઓ વડે બનાવેલી એક મોટી આકૃતિવાળી  ટાઈલ) પણ લગાવી શકાય. આવું ડેકોર કરેલો એક ખૂણો ધ્યાન ખેંચવા માટે   પુરતો છે. હવે  બે-ત્રણ ખુરસી અને છોડવાથી સજાવેલું  ટેબલ  અને તમારો  બ્રેકફાસ્ટ, બપોરની  ચા  અને  આરામ  ફરમાવવા માટેનો એરિયા તૈયાર.

જૂના જમાનાના સોફાને ડિઝાઇનર સ્લિપકવરમાં રૂપાંતરિત કરવું એ બજેટ પરના ટ્રેન્ડી અને સસ્તા ઘર સજાવટના વિચારોમાંથી એક છે. નવા સોફા સેટ પર હજારો ખર્ચ કરવાને બદલે, તમે સસ્તા સ્લિપકવરનો ઉપયોગ કરી શકો છો જે ધોવા માટે પણ ખૂબ જ સરળ છે.

ફનચરને  ઇન્ટરેસ્ટિંગ  બનાવો :આખા ઘરના  ફર્નિચરને  એક ડિઝાઇન આપવા કરતાં  એક  એક  પીસ માટે  ઇન્ડિવિડયુઅલી  વિચારો. કોઈક  એક  ખૂણા  માટે  ફનચર શોધો છો?  લિવિંગરૂમમાં દિવસે એક  ઝપકી  લેવા માટે નાનકડો   ડે-બેડ  કેવો રહેશે? એ બેસવામાં  તેમ જ  ક્યારેક  મન  થાય  તો  સૂવા  માટે પણ કામ આવશે. એક  સુંદર કોફી-ટેબલથી  લઈને  એક ઍન્ટિક  આરામ  ખુરસી  કે પછી બેડરૂમમાં  રાખેલી  એલિગન્ટ  લાકડાંનું  વર્ક કરેલી  એક  અલમારી – દરેક વસ્તુ ઘરમાં ચાર ચાંદ લગાવી શકે છે.

મેટલનું મેજિક:તમારી પાસે એવી સિલ્વર ક્રોકરી પડી હશે જેનો તમને પોતાને વિચાર આવે  કે જ્યારે આ વપરાતી નથી તો મેં એને કેમ સાચવી રાખી છે?  પેલી ચાંદીની  કીટલીને  ખજાનામાંથી બહાર કાઢો, ચમકાવો  અને  તમારા કોફી-ટેબલની વચ્ચે  ગોઠવો.  ચાંદીની  કોઈ દિવસ  વપરાશમાં  ન આવતી ચમચીઓને  ડાઇનિંગ  ટેબલ પાસે  લગાવેલા  શેફમાં  ગોઠવીને રાખો. મહેમાનોની તારીફ  ચોક્કસ  જ  તમારા ભાગમાં આવશે. તમારાં દાદીમાએ  તમન ે લગ્નમાં  ભેટ  આપ્યા હતા એ પિત્તળના મોટા દીવાઓને બહાર  કાઢવાનો  સમય  આવી ગયો છે.  ઘરના  એક  ખૂણામાં  થોડાં  ફ્રેશ  ફૂલો સાથે એને સજાવો. દીવા પ્રગટાવવાની  જરૂર  નથી, દિવાળી કે  લગ્ન  જેવા  કોઈક  ખાસ પ્રસંગોમાં પ્રગટાવેલા  દીવા પણ ખૂબ સરસ લુક  આપશે.

લાઇટ અપ :ઘરમાં જ્યારે   ચાર્મ  એડ   કરવાનો વખત આવે  ત્યારે  લાઇટિંગ  એ  સૌથી  મોટું  તારણ છે. કોઈ ખાસ  એરિયાને  લાઇટ આપવા પર ધ્યાન આપો  જેમ કે બારી પાસેના કોઈ ખૂણામાં હેનિંગ લેમ્પ કે પછી લિવિંગરૂમમાં  જમીન  પર  રખાય એવો  ફ્લોર લેમ્પ. ઓવરફોલ મૂડમાં વધારો કરવા માટે  દરેક એરિયાના  લાઈટિંગમાં  વેરિયેશન લાવો.  જો તમારા ડાઈનિંગ એરિયામાં બ્રાઈટ અને સીધી લાઈટ હોય તો લિવિંગરૂમમાં ડીમ લાઈટ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here