અશક્તિ-નબળાઈ દૂર કરવા અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર

અશક્તિ-નબળાઈ દૂર કરવા

  • મોસંબીનો રસ પીવાથી શરીરની નબળાઈ દૂર થાય છે.
  • જમ્યા પછી ત્રણ ચાર કેળા ખાવાથી અશક્તિ દૂર થાય છે.
  • ખજુર ખાઈ ઉપરથી ઘી મેળવેલું ગરમ દૂધ પીવાથી ઘા વાગ્યાથી કે ઘા માંથી પુષ્કળ લોહી વહી જવાથી આવેલી નબળાઈ દૂર થાય છે.
  • પાંચ પેસી ખજુર ઘીમાં સાંતળીને ભાત સાથે ખાવાથી અને અર્ધો કલાક ઉંઘ લેવાથી નબળાઈ દૂર થઈ શક્તિ અને વજન વધે છે.
  • દૂધમાં બદામ પીસતા, બદામ, એલચી, કેસર ખાંડ નાખીને ઉકાળીને પીવાથી ખુબ શક્તિ આવે છે.
  • મેથીના કુમળા પાન બનાવીને ખાવાથી લોહીનો સુધારો થઈ શક્તિ આવે છે.
  • સુકી ખારેકનું ૨૦૦ ગ્રામ ચુર્ણ બનાવી તેમાં ૨૫ ગ્રામ સુંઠનો ચુર્ણ નાખી તૈયાર કરવું અને પાંચ થી ૧૦ ગ્રામ ચુર્ણ રોજ ૨૦૦ ગ્રામ દૂધમાં ઉકાળી થોડી ખાંડ નાખી રોજ સવારે પીવાથી શક્તિ આવે છે.

અશક્તિ-નબળાઈ દૂર કરવા અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર

Leave a Comment