લોહીને શુદ્ધ કરી ચામડી …ના રોગો મટાડનાર ઔષધી વીશે વધુમાં વાંચો અને શેર કરો

આયુર્વેદીક ઔષધીઓનો સામાન્ય પરીચય કરાવવામાં અહી કેટલીક બાબતો રજુ કરવામાં આવી છે દરેક ઔષધીઓનો ઉપાય પણ આપેલ છે દરેકને એકજ ઉપાય લાગુ પડી શકે નહીં કેમકે દરેક વ્યક્તિની પ્રકૃતી અલગ અલગ હોય છે એક ઉપાય કોઈને નીવડ્યો હોય તે ઉપાય બીજાને ન પણ નીવડે તેમ છતાં ઉપચારો કોઈ યોગ્ય વૈદ્ય, ડોકટર કે નિષ્ણાતોનું માર્ગદર્શન લઈને કરવા અહીં આ ઔષધીઓનો પરીચય તેમજ ઉપાય મુકવાનો હેતુ માત્ર માહિતીનો છે.(૬૭) મીંઢીઆવળ લોહીની શુદ્ધિ કરી ચામડીના રોગો મટાડનાર – સોનામુખીને મીંઢીઆવળ પણ કહે છે. તે વેલાની જેમ જમીન ઉપર પ્રસરે છે.સોનામુખીનો રસ કડવો અને તીખો છે. તે તાસીરે ગરમ છે. પચવામાં હલકી લૂખી,જલદ અને કફવાતશામક છે સોનામુખી રોચક છે. તે આંતરડાંની ગતિ અને સ્ત્રાવ વધારીને પાતળા ઝાડા કરે છે. પરંતુ તેના વધુ પડતા સેવનથી પેટમાં ચૂંક આવે છે.આયુર્વેદના પ્રખ્યાત સ્વાદિષ્‍ટ વિરેચન ચૂર્ણ અને બીજા વિરેચન ચૂર્ણોમાં મોટે ભાગે સોનામુખી જ પડે છે. સોનામુખીના પાનને પાણીમાં પલાળી કે તેનું ચૂર્ણ કરીને સેવન કરવાથી મળબંધ તૂટે છે અને ઝાડો સાફ આવે છે.આપણે ત્યાં લોહી બગાડ અને ચામડીના રોગોનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતું ગયું છે. કબજિયાત પણ ઘણો જોવા મળે છે. આવા દર્દીઓ જો સોનામુખીનાં પાનનું નિયમિત સેવન કરે તો તેમનું પેટ સાફ આવી, લોહીની શુદ્ધિ થઈ ચામડીના રોગો મટે છે.સોનામુખીના બીને દહીંમાં ઘૂંટીને દાદર (દરાજ) ઉપર લગાવવાથી દરાજ મટી જાય છે.

Leave a Comment